Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 13
________________ કેળવવું જોઈએ. કેરા જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી નહિ, પણ ઉભયના સુમેળથી સ્વ–પર હિત સાધી શકાય છે. - જ્ઞાનાભ્યાસ, વિનય, વૈયાવચ્ચ, ત્યાગ, તપ, વિગેરે ગુણેથી સાધના કરતાં સાધ્વીજી ચન્દનજીશ્રીને પૂ. સાધ્વીજી જ્ઞાનશ્રીજી પ્રથમ શિષ્યા થયાં. તેઓની પછી અનુક્રમે સાધ્વીજી અશકશ્રીજી, સા૦ સુભદ્રાશ્રીજી, સા. ચતુરશ્રીજી, પંજાબી સાઠવી રામશ્રીજી, સા. શ્રીજિનશ્રીજી અને સા૦ સુતાશ્રીજી વિગેરે શિષ્યાઓ થયાં. સંયમને રાગ, અષ્ટપ્રવચન માતાઓનું પાલન, પ્રતિજ્ઞાની શ્રદ્ધા, જવાબદારીનું ભાન અને શિષ્યાઓને સંયમની શિક્ષા આપવી, વિગેરે તેમના વિશિષ્ટ ગુણો હતા. તેઓનાં પરિચિત આજે પણ જે જે વિદ્યમાન છે તેઓ તેમના ગુણની પ્રશંસા કરે છે. અમારાં સ્વ. પૂજ્ય ગુરૂણજી હીરશ્રીજી મહારાજમાં જે કઈ ગુણે અમારા અનુભવમાં આવ્યા છે તે તેઓએ પિતાનાં દાદી ગુરૂ આ શ્રીચન્દનશ્રીજી મહારાજની સેળ વર્ષ પર્યન્ત અખડ અન્તિમ વૈયાવચ્ચ કરી હતી તેની કૃપાનું પરિણામ હતું એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી. ગ્ય ગુરૂની એવા ઉત્તમ શિષ્યને કલ્પવૃક્ષની જેમ ફળે છે' એ સાચું જ છે. ગુરૂના ગુણે અને આશીર્વાદના બળે શિષ્ય પોતાની સાધના કરી શકે છે. એમ કુલ ૪૩ વર્ષે ચારિત્ર પાળી મોટા પરિવારને પાછળ મૂકી પૂ. સા. શ્રીચન્દનાશ્રીજી વિ. સં. ૧૯૮૨ ના અષાઢ વદ ૭ ના રોજ કાલધર્મ પામ્યાં, આજે પણ તેમના પરિવારમાં આશરે ૩૦૦ સાધ્વીઓ વિચરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52