Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 17
________________ કરતા આશરે ૧૭ જેટલા પુરૂએ અને આશરે ૫૦ જેટલી બહેનએ છેલ્લા ૧૦ વર્ષોમાં પરમ પરમેશ્વરી દીક્ષાને અંગીકાર કરી સ્વ પર જીવનને ધન્ય બનાવ્યું છે. માત્ર ૮૦ જેટલા ઘરમાંથી આટલા આત્માઓ સંયમને સ્વીકારે એ આ યુગમાં આશ્ચર્ય ઉપજાવે તેવું જ નહિ, કિન્તુ સંસારના રસીયાને પણ અનુમોદના ઉપજાવે તેવું છે, આ ધર્મની છાયા પામેલા છાયાપુરી ગામમાં ધર્મનિષ્ઠ શ્રાવક કીલાદભાઈ અને શ્રાવિકા જડાવબહેનનાં તેઓ પુત્રી હતાં. બે બહેન અને એક ભાઈ એમ ત્રણમાં તેઓ વડીલ હતાં, તેઓનું નામ હીરાકુંવર બહેન હતું. નામ પણ નામ માત્ર ન હતું, પણ ગુણવાચક હતું, એમ કહી શકાય. કારણ કે હીરાની જેમ ઘરમાં સહુને તે અતિપ્રિય હતાં તેમ બાલ્યકાળથી સ્વભાવે જ તે કાળના માનવ સમૂહમાં હીરાની જેમ વૈરાગ્યના તેજથી તેજસ્વી હતાં. પૂર્વભવની આરાધનાના સંસ્કાર અને એના પરિણામે આ ભવમાં મળેલી ઉત્તમ ધર્મસામગ્રી, બનેના બળે નાની ઉમ્મરથી જ તેમને દેવ-ગુરૂ-ધર્મને રાગ સારે હતે. સમયને અનુસાર વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરતાં સ્ત્રીજીવનને અનુરૂપ ઘરનાં કામકાજની કળાઓમાં પણ પ્રવીણ બન્યાં. પછી તેઓ યૌવન વય પામ્યાં ત્યારે દુન્યવી વ્યવહારમાં આસક્ત માતાપિતાએ તેમના જીવનને સંસારના પ્રવાહમાં દેયું. એ કાળે જીવનમાં મર્યાદાઓનું મહત્ત્વ હતું, એથી સંતાને ઈચ્છાએ કે અનિચ્છાએ માતાપિતાની ઈચ્છાને માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52