Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 51
________________ ૪૮ ગુરુગુણ ગીત. ધન્ય ધન્ય તે ગુરૂ જે નિજમાં રમે, ધરતા નિજગુણ રાગરે; હરતાં પાપે જે ભવિજીવનાં, કરતાં પરલય ત્યાગરે—ધન્ય ધન્ય (૧) સમ સુખ દુઃખને રે જે ગણતાં સદા, નહિ નિજ પરને ભેદ રે; તે પણ નિજને રે જે નવિ ભૂલતાં, અદભૂત એહ વિવેક રે—ધન્ય ધન્ય (૨) જ્ઞાન ચક્ષુથી જ અવલોકતાં, પર દૂષણ પ્રતિ અંધરે; મૂક રહે જે વિકથા વાદમાં, ધરતાં શીલ સુગધરે—ધન્ય ધન્ય. (૩) રત્નત્રયીધર નવિ કિચન ધરે, કદી ન કોપે જેહ રે; એપે જગને રે જે નિજ સંગથી, દેતાં માને છેહ રે...ધન્ય ધન્ય (૪) શરણ થજો એ ગુરૂનું સર્વદા, જેહથી ભવદુઃખ જાય રે; આવે નિજ ઘરમાં સેવક સદા, હર તુલ્ય શ્રી થાય રે–ધન્ય ધન્ય૦ (૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52