________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
જ્ઞાનસાર
ઓછા લાગશે, લાખો મેળવવાની તૃષ્ણા જાગશે. સમાજમાં...શહે૨માં સત્તા હશે, ઓછી લાગશે, દેશની સત્તા લેવાના કોડ જાગશે...! ટૂંકમાં કહીએ તો જે કંઈ મળશે, તેમાં સંતોષ...શાંતિ નહિ અનુભવે... નવું નવું મેળવવાની વિહ્વળતા વધતી જવાની. જીવન શોક-સંતાપ અને ચિંતાઓમાં પૂરું થઈ જવાનું. એ રીતે કોઈ રાજા-મહારાજાઓ અને શ્રીમંતોએ જીવન પૂરાં કર્યાં અને ભવની ભયાનક ખીણોમાં ફેંકાઈ ગયા.
જે આત્માનું છે... આપણે એટલે આત્મા, જે આપણું છે તેમાં જ આપણાપણાની બુદ્ધિ કરી જુઓ, ‘મારું જ્ઞાન છે...મારું ચરિત્ર છે...મારી શ્રદ્ધા છે...મારી ક્ષમા, નમ્રતા, સરળતા છે...' આ પ્રકારની મમત્વબુદ્ધિ ક૨વાથી તમારા ચિત્તમાં એક પ્રકારનો અપૂર્વ પૂર્ણાનન્દ તમારી દૃષ્ટિનું નવસર્જન ક૨શે... તમને કોઈ વાતે ન્યૂનતા નહિ લાગે! બાહ્ય પદાર્થો તમારી પાસે નહિ હોય તો પણ ન્યૂનતા નહિ લાગે. અરે, તમારી સામે રાજામહારાજા કે દેવલોકનો દેવેન્દ્ર પણ આવે, તમને તેના કરતાં કોઈ વાતે ઓછું નહિ લાગે... એને તમારો પૂર્ણાનન્દ જોઈ પોતાનામાં શૂન્યતા લાગે તો જુદી વાત!
कृष्ण पक्षे परिक्षीणे शुक्ले च समुदञ्चति ।
द्योतन्ते सकलाध्यक्षाः पूर्णानन्दविधोः कलाः ||८||
અર્થ : કૃષ્ણ પક્ષનો ક્ષય થાય છે ત્યારે અને શુક્લ પક્ષનો ઉદય થાય છે ત્યારે પૂર્ણાનન્દરૂપ ચન્દ્રની કળા, કે જે સર્વને પ્રત્યક્ષ છે, તે પ્રકાશમાન થાય છે.
વિવેચન : શુક્લ પક્ષનો... અજવાળી રજનીનો પ્રારંભ થતાં ચન્દ્રની કલા દિનપ્રતિદિન અધિકતર-અધિકતર વિકસિત થાય છે... પ્રકાશિત થાય છે, એ કોને અજાણ્યું છે? સમગ્ર સંસાર ચન્દ્રની સુશોભિત કલાનું દર્શન કરી આનંદિત થાય છે.
આત્મા જ્યારે શુક્લ પક્ષમાં પ્રવેશે છે... પૂર્ણાનન્દની કલા પ્રતિદિન વિશેષ ને વિશેષ ખીલતી જાય છે. મિથ્યાત્વનો રાહુ જેમ જેમ હટતો જાય છે. તેમ તેમ પૂર્ણાનન્દની કલા વિકસતી જાય છે.
કાળની દૃષ્ટિએ અહીં શુક્લ પક્ષ' અને કૃષ્ણ પક્ષની કલ્પના કરવામાં આવી છે. અનંત પુદ્ગલ પરાવર્તકાળથી સંસારમાં ભટકતા જીવને કૃષ્ણ પક્ષના ચન્દ્રની ઉપમા આપવામાં આવી છે... ભટકતો ભટકતો જીવ જ્યારે * જુઓ પરિશિષ્ટ ૧.
For Private And Personal Use Only