Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 6
________________ 3333333333333333 પ્રગટાવી દીધો. મન-મગજના તાર ઝણઝણવા લાગ્યા. પરબવાવડીમાં પૂતળાની જેમ કાર્ય કરે. તેનું મન તો અનંત સિદ્ધોના ને અરિહંતોમાં લયલીન હતું. પરંતુ બાલ રતિલાલ પહેલેથી પુરુષાર્થ હતો. તે પશુ ચરાવે, ઘરમાં સુથારીકામ, તે ખેતીકામ ને લુહારકામ વિગેરે કરતો હતો. આમ કરતાં બાલ્યાવસ્થા પૂરી થવા આવી. નાનું ગામ હોવાથી ખાસ કોઈ સાધુ-સાધ્વીઓનું આવાગમન થતું ન હતું. જેતપુરમાં જે એક અનન્ય અનુભવ થયો હતો તે બીજ તો અંતર-મનમાં ધરબાયેલું જ હતું. આમ કરતાં સ્કૂલમાં પાંચમી સુધી પહોંચી ગયા. ત્યાં પરબવાવડીથી બે માઈલ દૂર ભેંસાણમાં સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણગુરુનું ગુરુદેવ ઓજસ્વી પૂ. જયચંદ્રજી સાથે પદાર્પણ થયું. આજુબાજુના નાના ગામોમાં લોકો આ પવિત્ર સંતોનાં દર્શન કરી પાવન થવા ઉમટી પડચા. ભેંસાણથી પણ રૈયાણી પરિવાર આવ્યો, તેની સાથે આ નાનકડો રતિલાલ પણ ચાલત ચાલતા ભેંસાણ પહોંચી ગયો. ભેંસાણ ઉપાશ્રયનો હૉલ ચિક્કાર ભરાઈ ગયો હતો. ક્યાંય જગ્યા ન હતી. નાનકડા રતિલાલને બહાર બધાએ જોડાચપ્પલ ઉતાર્યા હતાં ત્યાં ઉંબરા પાસે જગ્યા મળી એટલે ત્યાં બેસી ગયો. ગુરૂપ્રાણની કોયલના ટહુકા જેવી મધુરી ને સિંહ ગર્જના કરે તેવી ગંભીર વાણી સાંભળીને રિતલાલનું મન ભીંજાવા લાગ્યું. સૌરાષ્ટ્ર કેસરીનું પ્રવચન ક્રોધાદિ કષાય કરવાથી જીવનને કેવા કેવા નાગ-વિંછીના ભવ કરવા પડે છે. ક્રોધાદિ કષાય પર સંયમ અને તપથી વિજય મેળવી શકાય છે. આ સાંભળી રતિલાલનું મન વિચારે ચડવું. સ્વ નિરીક્ષણ થવા લાગ્યું. પોતાના સ્વભાવને પાતે જ ઓળખી લીધો. પૂર્વભવના સંસ્કાર આ દિવ્ય વાણીએ જાગૃત થયા. મુમુક્ષુના નેત્ર મુમુક્ષુને ઓળી લે છે. ગુરુપ્રાણે છેલ્લા બેઠેલા બાળકના આત્માને ઓળખી લીધો. સમય ને સમાજને નજરમાં રાખી કાર્ય કરવામાં કુશળ ઘણા ગંભીર હોવાને કારણે પોતાના વિચારોને મનમાં રાખી મૂક્યા. રતિલાલ જેતપુરના સંથારા સિવાય કોઈ સંતો જોયા ન હતા. તેથી વંદન કે દર્શનવિધિ જાણતો ન હતો, પણ બધા પગે લાગે તેમ તે પણ ગુરુને પગે લાગ્યો. ગુરૂનાં ચરણસ્પર્શ થતાં જ રતિલાલના શરીરમાં ઝણઝણાટી થવા લાગી. વાયબ્રેશન મળતાં ગુરુચરણે સમર્પિત થવાનો નિશ્ચય કરી લીધો. પૂ. ગુરુદેવે પણ યુવા રિતલાલના વિશાળ ભાવને નિહાળ્યું અને એનામાં ભાવિ સૂત્રધારની યોગ્યતા જણાઈ. ધીરે ધીરે પ્રાણગુરુનો પરિચય વધવા લાગ્યો અને રતિલાલના હૃદયમાં પરિવર્તનનો વંટોળ ફૂંકાવા લાગ્યો. સંસારલક્ષ હતું જ નહીં. હવે તો ૫ 33333333333 14 de fer 3333333333SISIS વૈરાગ્યના રંગે મન રંગાવા લાગ્યું ને ગુરુવાણીમાં તરબોળ બની ગુરુ સ્નેહ-સરિતામાં પ્રતિદિન વહેવા લાગ્યા. ગુરુદેવે રતિલાલની તાકાતને માપી લીધી ને તેઓમાં ઉજ્જવળ ભાવિના દર્શન થવા લાગ્યા. હવે તો રતિલાલને ગુરુચરણ છોડવાનું અંશમાત્ર મન થતું નથી. તેઓશ્રીએ ગુરુદેવને પોતાના મનની વાત કરીને કહ્યું, ‘મને આપ દીક્ષા આપો. મને સંસાર અસાર ભાસે છે. મારું મન ને આત્મા સંયમ રંગે રગાઈ ગયું છે. ગુરુદેવે રિતલાલની શાંત ભાવે વાત સાંભળીને પીઠ પર હાથ પ્રસારી ભાવિ શિષ્યને આશિષ ને સ્નેહબંધનથી બાંધી લીધો. રતિલાલ અંતરમનમાં વૈરાગ્યને ધારણ કરી ઘરે ગયો. હવે તો ઘર, ભાઈબહેનનો પ્રેમ ઝાંખો લાગે છે. માતા-પિતા બંધનરૂપ લાગે છે. હવે તેમને ઘરમાં ચેન પડતું નથી. તેનું મન ગુરુચરણની સેવામાં લાગી ગયું છે. મા...મા... મને હવે આ ઘરમાં ગમતું નથી. મારે પ્રાણગુરુ પાસે જવું છે. બેટા, ગુરુપ્રાણ તો વિહાર કરી ગયા. તે ક્યાં હોય તે આપણને ખબર ન પડે. આઠ મહિના તેમનું કોઈ ઠેકાણું ન હોય. બેટા ત્યાં ન જવાય. રતિલાલ કહે, “મા, મારે ગુરુચરણે રહી ગુરુભક્તિ કરવી છે. હવ મારા ગુરુ વિના એક દિવસ પણ રહી શકું એમ નથી. મને સંસારનાં સુખો ભડભડતી આગ જેવા અને હળાહળ સાપ ને વિંછીના ઝેર જેવા લાગે છે. જમકુબાએ રિતલાલના ભાવની વાત માધવજીભાઈને કરી. માધવજીભાઈ બાળકને સમજાવે છે. ‘બેટા ! પ્રાણગુરુ પાસે એમ ને એમ ન રહેવાય. જે દીક્ષા લે અને તેનો ચેલો થાય એ જ એની સાથે રહી શકે. રતિલાલે કહ્યું, ‘પિતાજી, મારે દીક્ષા લેવી છે ને સાધુ બનવું. છે. મારે મારું જીવન ગુરુચરણે સમર્પિત કરવું છે.’ ‘બેટા ! દીક્ષા એ કોઈ ખાવાના ખેલ નથી. દીક્ષા લે તેને ઉઘાડે પગે ચાલવું પડે, લોચ કરવો પડે, ઘરે-ઘરે ગૌચરી જવું. ગૌચરીમાં જે મળે તે ખાવું પડે. ત્યાં રોજ રોજ મેવા-મીઠાઈ ન મળે. ક્યારેક લાલ જુવારના જાડા રોટલા મળે. બાજુમાં ખાવા શાક કે છાશ પણ ન મળે. ચોમાસામાં વરસાદમાં બહાર નીકળાય નહીં. ક્યારેક તો આઠ-આઠ દિવસના ઉપવાસ પણ થઈ જાય. ઠંડીમાં તાપણે બેસાય નહીં. રજાઈ કે ગોદડા ઓઢાય નહીં. ઉનાળામાં ભડભડતા તાપમાં ઉઘાડે પગે ચાલવું પડે, બેટા ! આવું કષ્ટ તારાથી કેમ સહન થશે ?' રતિલાલે કહ્યું, ‘પિતા, જેને સંયમ લેવો છે તેને કાંઈ કઠિન નથી. મારા ગુરુની છાયામાં મને કોઇ કષ્ટ ન પડે. મને મારા ગુરુનું કવચ છે તે જ મારી બધી રીતે રક્ષા 9

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 136