Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 4
________________ તપસમ્રાટ : સૌરાષ્ટ્ર કેસરીના લાડકવાયા શિષ્ય - પૂ. ડૉ. જશુબાઈ મ.સ. ભારતવર્ષની પાવન ધરા કે જેનું રક્ષણ કરનાર ઉત્તરમાં હિમાલય છે તો પૂર્વમાં બંગાળની ખાડી છે, પશ્ચિમમાં અરબી સમુદ્ર છે તો દક્ષિણમાં હિન્દી મહાસાગર છે. કાશ્મીર ભારતમાતાનું મસ્તક છે તો કન્યાકુમારી એ માતાનાં ચરણો છે, જેના ચરણોને હિંદી મહાસાગર ભક્તિપૂર્ણ ભાવે પ્રક્ષાલી રહ્યો છે. જેનું પેટ છે મધ્યપ્રદેશ વૃક્ષDલ છે ઉત્તર પ્રદેશ તથા બંને કર છે પૂર્વ બંગાલ તથા સૌરાષ્ટ્ર, આવી આ ભારતમાતાએ અનેક સંત, મહંત, તીર્થકરોને, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવને જન્મ અપ્યો છે, જેની ગોદમાં રમી આવી હસ્તીઓ માતાના નામને યશકલગી ચડાવી ગયા છે. આવી મહાન ભૂમિના પશ્ચિમ ભાગમાં કાઠિયાવાડ આવેલ છે, જેને કાઠી, ગરાસિયાનો દેશ કહેવાય. કાઠિયાવાડી જ્યાં જાય ત્યાં પોતાની બુદ્ધિપ્રતિભાનો પરિચય કરાવે. જેમ કે, મહાત્મા ગાંધીજી કે જેમણે બળથી નહીં પણ કળથી - બુદ્ધિથી અંગ્રેજો પાસેથી રાજ્ય લઈ ભારતને સ્વતંત્ર બનાવ્યો. આવા કાઠિયાવાડમાં અનેક સંતો-મહંતો થયા છે, જેમ કે કહ્યું છે કે : જનની જણ તો ભક્તજન કાં દાતા કા શૂર, નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર'. કાઠિયાવાડની આ ભૂમિ પર જલારામબાપા, આપા ગીગા તો કૃષ્ણભક્ત નરસિંહ મહેતા જેવા ભક્તો થયા છે. તો પેકશાહ ને જગડુશાહ જેવા દાનવીરો થયા છે, તો વળી તખ્તસિંહજી જેવા પરાક્રમી વીર સૈનિક જેવા રાજાઓ પણ થયા છે. જે કાઠિયાવાડ, ગીરનાં જંગલ અને ગીરના સિંહોથી ઈતિહાસ પ્રસિદ્ધ છે. એ કાઠિયાવાડનો જૂનાગઢ જિલ્લો વડિયા તાલુકામાં પરબવાવડી ગામ આવે છે. પરબ વાવડી વડિયા ભેંસાણ પાસે આવ્યું પણ આ ગામ નાનું હતું. આ નાનકડા ગામમાં માધવજીભાઈનો ધંધો ધમધોકાર ચાલતો હતો. પરબવાવડીમાં ગાર-માટીનાં ઘર, જેમાં ઉનાળામાં ઠંડક રહે. એરકન્ડીશનની, કુલરની કે પંખાની જરૂર ન પડે તેવાં ત્રણેય ઋતુને અનુકુળ ઘર હતાં. માધવજીભાઈ પટેલીયા શેઠ કહીને બોલાવતા હતા. રૈયાણી ફળે એક નભમાંથી ચમકતો તેજકિરણ ફેલાવતો સિતારો ઉદિત થયો. અમાસની રાત્રી હોવા છતાં માધવજીભાઈને આંગણે જાણે પૂનમના ચાંદનો ઉદય થયો ને - ૧ %E% E 6 %Eવું તપ તત્ત્વ વિચાર E E જમકુબેનની ગોદે આ શશીને ઝીલવા મહાન ભાગ્યશાળી બની વિ.સ. ૧૯૬૯ના આસો વદ અમાસ ને શનિવારની રાતે ચોથા દીકરાનો જન્મ થયો. કહેવાય છે કે અમાસનો જન્મેલ બાળક પુન્યશાળી હોય. આ બાળકના જન્મ પછી માધવજીભાઈના ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થવા લાગી ને ઘરમાં હંમેશાં આનંદ-પ્રમાદનું વાતાવરણ રહેવા લાગ્યું તેથી આવેલ બાળકનું નામ રતિલાલ રાખ્યું. પુન્યશાળી આત્મા જ પુન્યશાળી પુત્રને જન્મ આપી પોતાના જીવનને અમર બનાવી જાય છે. જમકુબેન માતાને આ પાંચમું સંતાન હતું. પ્રથમ છગનભાઈ, અમૃતલાલભાઈ, જેઠાભાઈ, એક બહેન ને પછી આ પાંચમા બાળકનો જન્મ તો જાણે દુનિયાને અલૌકિકતા બક્ષવા જ આવ્યો ન હોય ! બાળકના જન્મની વધાઈથી કુટુંબ, સ્વજન, પરિવારજનો તથા આખું પરબ વાવડી ગામ આનંદમાં ડૂબી ગયું. આ રૈયાણી કુળના લાલ રૈયાણી કુળને આનંદવિભોર કરી નાખ્યું માટે “યથા નામ તથા ગુણા” એ નામ સાર્થક રાખ્યું. એ તારા જેવા ટમટમતા તારલો ન હતો પણ બધાને તેજથી ભરી દે તેવો રવિ-શશી હતો. નાનકડો રતિલાલ ઘોડિયામાં સૂતો હોય તો જાણે માખણનો પિંડ પડ્યો ન હોય ! તેવો ગોરો-ગોરો કોમળ તથા તેના હાથ-પગ ને ગાલ તો જાણે લાલ-ગુલાબ જેવા. આવા પ્રતાપી પુત્રને જોઈ જમકુબા હરખાતાં હતાં. નાનો રતિલાલ બેસતા, ભાખોડિયાભર ચાલતા શીખી ગયો ને પછી તો પા-પા પગલી ભરતો દોડવા લાગ્યો. ભાઈઓ તેને પકડી-પકડી થાકી જતા હતા. આ તોફાની રતલિાલ કોઈના હાથમાં રહેતો ન હતો. બહેનોને ભાઈ વહાલો હોય. બહેન પણ તેને તેડી-તેડી ફરે તો તેની પાસેથી પણ છટકી જતો હતો. આમ કરતાં કરતાં ગલ્લીના છોકરા સાથે રમવા લાગ્યો, પણ રતિલાલ બચપણથી જ નીડર હતો. ગલ્લીમાં સાપ કે વિંછી નીકળે તો રતિલાલના સાથીદારો ડરીને ભાગી જતા ત્યારે આ નાનકડો રતિલાલ તો બે હાથે પકડી ગામબહાર મૂકી આવે. બચપણથી તે પ્રબળ પુરૂષાર્થી હતો. આળસ ને પ્રમાદ તો તેના શત્રુઓ હતાં, તેનો તો પડછાયો પણ પડવા દેતા ન હતો. ૬-૭ વરસનો રતિલાલ ઘરની ગાયોને લઈ ચરાવવા જાણે કે માધવજીભાઈને ઘરે માધવ આવ્યો પણ વાણિયાનો દીકરો ભણે નહીં તો કેમ ચાલે ? તેથી માધવજીભાઈ તેના પર કડક થયા અને સાત વર્ષની ઉમરે સ્કૂલે ભણવા બેસાડ્યો પણ ભાઈને ભણવું તો ગમતું જ નહીં. એટલે કાંઈ પણ બહાનું કાઢી રતિલાલ સ્કૂલેથી રજા લઈ જંગલમાં ગાયો પાસે પહોંચી જતો. જેમ તેમ કરી સાત ૨Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 136