Book Title: Gyandhara 05 Author(s): Gunvant Barvalia Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 6
________________ નિવેદન અર્હમ સ્પિરિચ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર આયોજિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - પમાં વિદ્વાનો દ્વારા જે શોધપત્રો અને નિબંધો પ્રસ્તુત થયાં હતાં તે જ્ઞાનધારા - ૫ ગ્રંથરૂપે પ્રકાશન કરતાં આનંદ અનુભવીએ છીએ. વિદ્વાનોએ જ્ઞાનસત્રમાં ઉપસ્થિત રહે અને પોતાના લખાણો પ્રગટ કરવા પામ્યા છે તે સર્વે વિદ્વાનોનો આભાર માનું છું. સંપાદન કાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયા અને મુરબ્બી શ્રી ડૉ. રસિકભાઈ મહેતાનો સહયોગ મળ્યો છે. જ્ઞાનસત્રના આયોજનમાં સંપૂર્ણ સહયોગ આપવા બદલ મારા સાથી મિત્રો શ્રી યોગેશભાઈ બાવીશી, પ્રદીપભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ અને સુરેશભાઈ પંચમીયાનો હૃદયપૂર્વક આભાર. આ સહસત્ર મહાવીરનગર ચીંચણીમાં પૂ. મુનિ શ્રી સંતબાલ આશ્રમમાં યોજાયું હતું. આ આશ્રમ વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ અંતર્ગત હોવાથી તેમના નિયામક મંડળ અને ટ્રસ્ટી મંડળનો આભાર. જ્ઞાનસત્રમાં પ્રભાવક જૈન પ્રતિભાઓ જો વિષય-અંતર્ગત જૈન શ્રુત જ્ઞાન ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ૨૦જેટલી વિરલ પ્રતિભામાં વિશે નિબંધો રજુ થયાં હતાં તે તમામ નિબંધો ‘શ્રુતજ્ઞાનના અજવાળા’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કરી પ્રગટ કરવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનના પ્રેરકદાતા પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સ. પ્રેરિત ઉપસ્સગંહર સાધના ટ્રસ્ટ ઘાટકોપરના અમે આભારી છીએ. ગ્રંથમાં જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાણ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડં... ગુણવંત બરવાળિયા સંયોજકઃ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર - મુબંઈ e-mail : gunavant.barvalia@gmail.com ફોનઃ (૦૨૨) ૨૫૦૧૦૬૫૮ (મો) ૯૮૨૦૨ ૧૫૫૪૨Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 134