________________
गुजरातना ऐतिहासिक लेख
નં. ૮ મહાક્ષત્રપ રુદ્રસેનના સમયને ગઢ( જસદણ પાસે) લેખ
વર્ષ ૧૨૭ (અથવા ૧૨૬) ડે. ભાઉ હાજીએ જ, એ. બ્ર. જે. એ. એ. વ. ૮ પા. ર૩૪ ઉપર ૧૮૬૮ માં કદાચ હાથની કરેલી નકલ ઉપરથી લીગ્રાફ સાથે પ્રથમ આ લેખ પ્રસિદ્ધ કર્યો હતે.
- કાઠિયાવાડમાં જસદણની ઉત્તરે બે માઈલ ઉપર આવેલ ગઢમાં આ લેખ મળી આવેલ કહેવાય છે. એક તળાવના કાંઠા ઉપર ઉભા રહેલા જાડા અને વાંકાચૂંકા પત્થરના કકડા ઉપર તે કોતરેલો છે. પાછળથી તે રાજકેટને ટસન મ્યુઝીયમ ઓફ એન્ટિવિટિઝમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં અત્યારે પણ સુરક્ષિત છે.
લેખમાં જુદી જુદી લંબાઈની વિચિત્ર છ પતિએ છે. અને તે ૩ ફેટ ૭ ઈ. પહોળા અને ૧ કટ ૧૦ ઈ. ઉંચે વાંકી લંબચોરસ આકૃતિ છે. કેતરકામ છીછરું પણ સુરક્ષિત રિથતિમાં છે. ન, , ૨, બ, જેવા અક્ષરોની સરાસરી ઉંચાઈ ૧” છે.
મહાક્ષત્રપ રાજા રુદ્રસેનના સમયને આ લેખ છે. અને તેમાં માનસ ગેત્રના પ્રતાશકના પુત્ર ખર( રૂ)પત્યના ભાઈઓએ ઉભા કરેલ સત્રની હકીકત છે.
પહેલાના પ્રસિદ્ધકતોએ એ ૫. ૬ માં પ્રકાશકને બદલે પ્રનાથક અને ખર [ ] પત્થને બદલે ખરપૌત્ર વાંચેલું છે. લેખમાં નીચે પ્રમાણે વંશાવળી આપી છે
મહાક્ષત્રપ ભદ્રમુખ ચાષ્ટન, તેને પુત્ર રાજા ક્ષત્રપ જયદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ રુદ્રદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ અકસીહ (રુદ્રસિંહ), તેને પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રસેન, એક જ લેખમાં રમાયેલી સુરાષ્ટ્ર અને માળવાના ક્ષત્રપોની આ લાંબામાં લાંબી વંશાવળી છે. “ભદ્રમુખ’ને ઈલકાબ કેટલાક મહાક્ષત્રપોનાં નામ પહેલાં લગાડેલો છે, પણ ફકત ક્ષત્રપ અથવા છેલ્લા મહાક્ષત્રપ સકસેન જેના સમયમાં લેખ કેતરાયા હતા, તેના નામ પહેલાં તે ઈલકાબ લગાડેલ નથી. છેવટના નામ પહેલાં તે ન લગાડવાનું કારણ જણાતું નથી. પણ એટલું તે માલુમ પડે કે તે ઇલ્કાબ મહાક્ષત્રપોનાં નામ સાથે જ વાપરવામાં આવતો હતે. આ ફકત સળંગ પિઢીની વંશાવળી છે. એટલે સદ્ધસેન પહેલાં રાજ્ય કરતે કામસહ પહેલો, અને જીવદામન એ સીધી પેઢીના ન હોવાને લીધે તેઓના નામ આપવામાં આવ્યાં નથી. સંવત ૧૭ ( અથવા ૧૨૬ ) ના ભાદ્રપદ વદ ૫ ને આ લેખ છે. આ વર્ષ શક સંવતનું છે એટલે લેખને સમય ૧૨૭ (અગર ૧૨૬) + ૭૮ ઈ. સ. ૨૦૫ (અગર ૨૦૪) ગણી શકાય. લેખમાં કેઈ સ્થળનાં નામે નથી,
- એ. ઇ, કે, ૧૬ પા. ર૬ બેનરજી અને સાકર
"Aho Shrut Gyanam"