Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 390
________________ ગુજરાત ચાલુક્ય વંશના લેખો ચાલુકય વિજયરાજનાં ખેડાનાં તામ્રપ ચે. સં. ૩૪ હૈ. સુ. ૧૫=ઈ. સ. ૬૪૨ આ તામ્રપત્રો પ્રો. જે. ડાઉસને રે. એ. સે. ના જરનલમાં ( ન્યુ. સીરીઝ). ૧ પ. ૨૪૭ મે પ્રસિદ્ધ કર્યા હતાં. તે હાલમાં ર. એ. એની લાઈબ્રેરીમાં છે. ત્યાંથી ભાગીને અક્ષરાન્તર તથા તરજુમે વિગેરે ફરીથી કરીને પ્રસિદ્ધ કરૂં છું : આ પતરાં ઈ. સ. ૧૮૨૭ માં ખેડામાંથી મળેલાં છે. તેના વાયવ્ય ખૂણએ વત્રુઆ નદી વહે છે તેને પાણીથી દીવાલ જેવાઈ જવાથી આ તામ્રપત્રો મળ્યાં હતાં. પતરાં બે છે અને તેનું મા૫ ૧૩ ૪ ” છે. તેની કોર તેને સુરક્ષિત રાખવા માટે હેજ વાળેલી છે. બે કડી માટે કાણાં છે પણ કડી તેમજ સીલ ઉપલબ્ધ નથી. ભાષા સંસ્કૃત છે. લિપિ શરૂવાતનાં ચાલુક્ય અને કદા તામ્રપત્ર ઉપરના જેવી જ છે. - વિજયપુર ગામે મુકામ હતું ત્યાંથી દાન આપવામાં આવેલ છે. ચાલુક્ય વંશના જયસિંહના દીકરા બુદ્ધવર્માના વિજયરાજે આ દાન આપેલું છે. જંબુસરને અવર્યું અને બ્રહ્મચારીઓને દાનમાં પરિચય ગામ આપવામાં આવેલ છે. મા, અસર છેડા અને ભરૂચની વચ્ચે ખેડાથી અગ્નિ ખૂણે ૫૦ માઈલ ઉપર અને ભરૂચથી વાયવ્યમાં ૨૫ માઈલ ઉપર આવેલ છે. પરિચય શેધી શકાયું નથી. દાન ૩૪મા વર્ષમાં વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે આપેલ છે. તિથિ પંક્તિ ૩ર બે શબ્દોમાં અને પ. ૩૪ મે અંકમાં આપવામાં આવેલ છે. તેથી ૩૦૦, ૦, ૪, ૧૦ અને ૫ એટલા અંકનાં ચિહ્નો પ્રાપ્ત થાય છે. આ ચિઠ્ઠો. ચાર અને પાંચનાં ચિહ્નો સિવાય, ઈ. એ. વ. ૬ પા. ૪ર મે વલભી અને ચાલુક્ય સમયનાં ચિહ્નો છે. ભગવાનલાલે આપ્યાં છે તેને મળતાં છે. આ દાનની સાલ કયા સંવતની છે તે બાબતમાં પ્રો. ડાઉસને સંવત્સરનો અર્થ વિક્રમ સંવત કરેલ. ત્યારબાદ મી. કે. ટી નિલંગે તે શક સંવતની સાલ છે એમ પૂરવાર કરેલ (જ. . . ૨. એ. . . ૧૦ પા. ૩૪૮). પરંતુ જે ગુર્જર તામ્રપત્રને આધારે તેણે શક સંવત્ ૧૫રાયે છે એમ માનેલ તે તામ્રપત્રે પણ ચેદી સંવતમાં છે એમ સિદ્ધ થયું છે. તેથી આ સાલ પણ ચેતી સંવતની હોવી જોઈએ અને તે ઈ. સ. દર ની બરાબર થાય છે. વિશેષમાં છે. ડાઉસને તેમ જ મી. તિર્લીગે ચાલુયનું વશવૃક્ષ ઉપજાવવાને તેમ જ દક્ષિણના ચાલુક્ય સાથે સંબંધ શોધી કાઢવા પ્રયત્ન કરેલ તે ભૂલભરેલો છે, એમ વિસ્તારથી ડે. ફલીટે બતાવી આપેલ છે. વંશાવળી સંબંધમાં તેઓએ કરેલા ઘણું ઊહાપેહ પછી છેવટ એમ નિર્ણય થાય છે કે વિજયરાજના મૃત્યુ પછી અગર લડાઈમાં હાર અને મરણું પછી ઉત્તરમાં ચાલુકયની સત્તા પડી ભાંગી અને ગુર્જર અથવા વલભી રાજાઓ જેરમાં આવ્યા. પલકેશી ૧ લે તે વંશને વારસ હતો અને તે નાઠે ત્યારે તેની સાથેના અનુયાયીની મદદથી રરતે કદાચ પલ્લવ રાજીએ પાસેથી વાતાપિ પડાવી લઈને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. અથવા આ વિજયરાજના તામ્રપત્રને દઇ બીજાનાં તામ્રપત્ર સાથે સરખાવતાં એમ પણ સંભવિત છે કે ચાલુકયા ગુર્જરના ખંડીયા હતા પણ પુલકેશીએ સ્વતંત્ર થઈને દક્ષિણુ તરફ પ્રયાણ કરી નવું રાજ્ય સ્થાપ્યું. આ તામ્રપત્રની પાછળ કેરીને છેકી નાંખેલ લેખ છે તે સાફ કરીને વાંચી જતાં બીજી બાજુના પતરામાંની જ હકીકત છે. ૧. ઈ. એ. વ. ૭ ૫. ૨૪ . જે. એફ. ફલીટ -- -- ----- -- "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406