________________
શૈકૂટક વંશના લેખો
નં. ૧૩
વૈકૂટકવંશના દહુસેનનાં પારડીનાં પતરાં
સંવત ૨૦૭ વૈશાખ સુ. ૧૩
મુંબઈ ઈલાકામાં ગુજરાતના સુરત પરગણામાં પારડી ગામમાં તળાવનું ખોદકામ ચાલતું હતું ત્યારે આ પતરાંએ ઈ. સ. ૧૮૮૪ માં મળી આવ્યાં હતાં. રિયલ એશીઆટિક સાઈટીની મુંબઈ શાખાના જરનલ હયુમ ૧૬ ના પાને ૩૪૬ મે. ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ ઈ. સ. ૧૮૮૫ માં આ પતરાં પ્રસિદ્ધ કરેલાં છે. પણ લગ્રાફ આપેલ નથી.
પતરાં બે છે અને તેનું દરેકનું માપ ક” ૪૩” છે. તે તદ્દન સપાટ છે. અને તેની કોરે વધારે જાડી અગર કાંઠાવાળી પણ નથી. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે લગભગ આખે લેખ અખંડ અને સુરક્ષિત છે.
સાધારણ કડી કે મુદ્દા નથી. પરંતુ બન્ને કડીઓના કાણુમાંથી પતરાંએ લાંબાં અને ?” જડા તારથી બંધેલાં છે. આ તાર કરતાં કાણાં બહુ મેટાં નથી, અને પતરાંએ મળી આવ્યાં છે તરત જ સાચવી લેવામાં આવ્યાં હોય એવું લાગે છે. આ ઉપરથી એવું માલુમ પડે છે કે પતરાઓ અસલથી જ તારથી બાંધવામાં આવ્યાં હશે,
એ પતરાંઓનું વજન ૩૧ તેલા છે. અને તારનું વજન ૧૩ તેલા છે. કુલ વજન ૩૨ તોલા = ૧૨ ઓસ છે.
ત્રકૂટક વંશના મહારાજ દહુસેને બ્રાહ્મણને આપેલ જમીનનું વર્ણન લેખમાં છે. આ રાજાની આજ્ઞા આમ્રક નામના સ્થળેથી બહાર પાડવામાં આવી હતી. દાન આપેલ ગામનું નામ હનીયતડાકા હતું અને તે અન્તર્મલી પરગણામાં આવ્યું હતું. બક્ષીસ મેળવનાર બ્રાદાણું કાપુરમાં રહેતું હતું. રાજાએ કરેલ બક્ષીસના સમાચાર આપનાર દૂતનું નામ બુદ્ધગુપ્ત હતું. અને તે બક્ષીસ ૨૦૭ માં વર્ષના વૈશાખ સુદ ૧૩ ને દિવસે કરવામાં આવી હતી.
પારડીનાં પતરાંઓ પ્રસિદ્ધ કર્યા પહેલાં પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ કન્ડેરીના એક તામ્રપત્રમાંથી સૈકૂટકેનું વર્ણન શેધી કાઢયું હતું. પરંતુ તે મૂળ પતરું ખવાઈ ગયું લાગે છે. કહેરીનાં પતરા ઉપર ૨૪૫ મું વર્ષ લખેલું છે. તે જ પ્રદેશના કેટલાક સમકાલીન ઐતિહાસિક લેખમાંથી મળી આવેલ સૂચના આધારે પંડિત એવું અનુમાન કરે છે કે આ પતરાંઓને સંવત ઈ. સ. ર૪૫ લગભગથી શરૂ થતે હવે જોઈએ. જનરલ કેનીંગહામે આ સંવત ઈ. સ. ૨૪૯ થી શરૂ થતે કલચરી અથવા ચેદીને માને છે. અને આ મતનું સમર્થન પંડિત પતે તથા ડે. કુલીટ કરેલ છે.
પારડીનાં પતરાંઓની લિપિ તથા જ્યાંથી મળી આવ્યાં તે જગ્યા અને તેમાં ત્રિકૂટકે વર્ણન કરેલું છે એ બે બાબતે ઉપરથી એ પતરાંઓ, ડે. કહે છેવટે પુરવાર કર્યું છે તે પ્રમાણે ઈ. સ. ૧૪૯ થી શરૂ થતા કલચુરી અથવા ચેદી સંવતનાં જ હોવાં જોઈએ એવું માનવાને સબળ કારણ મળે છે. અઠવાડીઆને દિવસ અથવા નક્ષત્ર આપેલું નહિં હોવાથી સમય
* એ. ઈ. વ. ૧૦ પા. પ-પ૩ ઈ. હુશ
"Aho Shrut Gyanam"