Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 377
________________ गुजरातना ऐतिहासिक लेख (લી. પ૧) તને પુત્ર, જેણે અન્ય ભૂમિની રચના કરી પરમસ્વામિત્વ પ્રાપ્ત કર્યું હતું, જેના મહાન પ્રતાપને પ્રસાર પામેલા અગ્નિ તેની કેપથી ખેંચલી તલવારના પ્રહારથી ભરાતાં ગજેનાં કુચ્છ ઉપર બળ હતું, જેણે દિવાલથી આવૃત કરી ભૂમિ પર સ્થિર પદ પ્રાપ્ત કર્યું હતું, જેને છત્ર જે નિજ કરમાંથી લટકી રહેલો અને જે સકલ ભૂમંડળને આવૃત કરતે તે મંથનહડના મંથનથી થએલા પદધિના વેત સમાન યશનો બનેલો હતે. જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનધ્યાત હતા તે પરમ માહેશ્વર પરમ ભારક, મહારાજાધિરાજ, અને પરમેશ્વર શ્રીશીલાદિત્ય (૪) હતા. (લી. ૫૩)તેને પુત્ર, જેનાં પાપ તેના પ્રતાપથી ઉદ્ભવેલા પ્રેમને લઈને નમન કરતા સમસ્ત રામના શિર પરનાં ચૂડામણિના કિરણે આવૃત થઈ રંગાતાં હતાં, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટરક, મહાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતા, તે પરમ માહેશ્વર પરમ ભટ્ટરક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ (૫)હતે. (લી. ૫૫) તેને પુત્ર, જેણે નિજ શત્રુઓના બળને મદ શાન્ત ક્યાં હતું, જે મહાન વિજયનું સ્વસ્તિધામ હતો, જેનું વક્ષ:સ્થળ લેમીના આલિંગનની ક્રીડા કરતું, જેની અબદ્ધ શક્તિ સહ રૂપ ધારનાર વિષ્ણુ ભગવાન કરતાં પણ અધિક હતી, જે શત્રુતૃપને નાશ કરી અખિલ પૃથ્વીનું રક્ષણ કરતે, જે પુરૂષોમાં ઉત્તમ હતું, જે તેને નમન કરતા બળવાન સામંત - ના ચૂડામણિથી વિરાજતા નખનાં કિરણોથી દૂર પ્રદેશ રૂપી સર્વ નારીઓનાં મુખ રંગતે, જે તેના શ્રીમાન પિતા પરમભકારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરના પાદાનુધ્યાત હતા તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૨) હતે. (લી. ૫૮) તેને પુત્ર, જે મહારાજાધિરાજ અને પરમેશ્વરના વંશમાં અવતર્યો છે, અને, મહા સુખસમ્પન્ન છે- જે વિમુખ થવા કઠણું શૌર્યના અતિશયપ માટે વિખ્યાત છે, જે લક્ષમીને નિવાસ છે, જેણે નરકનો નાશ કરવાને યત્ન કર્યો છે, જેણે પૃથ્વીને રક્ષવા પરમ નિશ્ચય કર્યો છે, જેને યશ પૂણેન્દુનાં કિરણ સમાન શુદ્ધ છે, જે ત્રણ વેદના જ્ઞાનને લીધે ગુણથી પરિ પૂર્ણ છે, જેણે શત્રુ શ્રેણીને વિજય કર્યો છે, જે .... સુખસમ્પન્ન છે, જે સદા સુખ આપે છે, જે જ્ઞાનને નિવાસ છે, જે સર્વ લેકથી પ્રશસિત પૃથ્વીને રક્ષક છે, જેને વિદ્વાને સેવે છે, જે પૃથ્વીમાં અતિ દૂર સુધી સ્તુતિ પામ્યું છે, જે રત્નથી આભૂષિત છે, જેનું અંગ રમ્ય છે, જે સદગુણરૂપી રત્નને સાક્ષાત રાશિ (હમ) હતા, જે પ્રભુત્વ અને પ્રતાપના ઉત્તમ ગુણસમ્પન્ન હતું, જે નિત્ય પ્રાણીઓના શ્રેયમાં પ્રવૃત્ત હતા, જે સાક્ષાત્ જનાર્દન (દેવ) હોય તેમ દુષ્ટ જનેને મદ હણે છે -જે નિત્ય યુદ્ધમાં ગજણની રચનામાં મહામતિવાળે હતા, જે પુણ્યનું ધામ હતું, અને જેના મહાન પ્રતાપનું અખિલ પૃથ્વીમાં ગાન થતું તે શ્રીમાન ધૂભટ વિજયી છે. ( લી. ૬૩) અને તે, નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત અને પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૭) સમસ્ત પ્રજાને શાસન કરે છે - ( લી. ૨૪) “ તમને જાહેર થાઓ કે મારાં માતપિતા અને મારા પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેક તેમ જ પરલોકમાં ફળપ્રાપ્તિ અર્થે ખેટક આહારમાં ઉપલટ પથકમાં મહિને લબલી નામે ગામ, ઉદ્વેગ, ઉપરિકર, ઉદ્ભવતી વેઠના હક સહિત, ભૂત, વાત, પ્રત્યાય સહિત, દશ અપરાધના દડ સહિત ઉપભેગ અને હિસ્સા સહિત, ધાન્ય, સુવર્ણ, અને અદેય સહિત રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, અને પૂર્વે દેવે અને દ્વિજને કરેલાં દાને. વર્જ કરી, મારાથી ૧ અથવા કદાચ મહિસાબલી, "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406