________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર' (પંક્તિ ૧) ૪ સ્વસ્તિ ! વલભીમાંથી.
( પોતાના શત્રઓને બળથી નમાવનાર મિત્રોના કુળમાં. અતલ બળસંપન્ન મહાન શત્રમંડળ સાથે કરેલાં અસંખ્ય યુદ્ધમાં પ્રતાપ પ્રાપ્ત કરનાર, પિતાના પ્રતાપથી નમન કરનારને, નિષ્પક્ષપાતથી કાન અને માનાપંથી અનુરાગ મેળવનાર, અને અનુરત મૌલ-સૈનિકે અને મિત્રોની શ્રેણીના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર, પરમ માહેશ્વર, સેનાપતિ શ્રીભટ્રારક જન્મ્યા હતા.
(પંક્તિ ૩) તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત બનીને પવિત્ર થયું હતું, જેના પાઢ નખનું તેજ શત્રુઓનાં નમન કરતાં શિર પરના ચૂડામણિની પ્રભા સાથે ભળતું, (અને ) જેની લફમીને દીન અને અનાથ જનેથી ઉપભેગા થતા તે પરમ-મહેશ્વર સેનાપતિ ધરસેન હતે.
( પંક્તિ ૫) તેને અનુજ, જેના વિમળ મુગટમણિ(પિતાના જેટબધુ)ના ચરણને પ્રણામ કર્યાથી (અધિક) પવિત્ર થયે હતું, જે મનુ આદિથી નિર્માણ થએલાં વિધિવિધાનમાં પરાયણ હરે, જે સદાચારના નિયમને માર્ગ ધર્મરાજ ( યુધિષ્ઠિરે ) માફક બતાવતા, જેને રાજ્યાભિષેક, અખિલ ભુવનના મહાન મંડળના વાશિ, પરમવામિથી જાતે જ થયે હતે, અને જેણે પોતે દાનથી રાજ્યશ્રી પવિત્ર કરી તે પરમ માહેશ્વર, મહારાજ દ્રોણસિંહ હતે. - (પંક્તિ ૮) તેને અનુજ, જેણે પિતાના બાહુબળથી શત્રુની ગજ( સમાન સેનાને સિહની માફક પરાજય કર્યો હતો, જે શરણાગતને આશ્રય હતા; જે શાસ્ત્રનું વન્ય જાત, ( અને) જે કહપતરૂની માફક મિત્રો અને પ્રયિજનોને અભિલાષ અનુસાર વૈભવ ફળને ઉપભોગ આપતે, તે પરમભટ્ટારકને પાદાનુધ્યાત ભગવતને પરમભક્ત, મહાસામત, અને મહારાજ ધ્રુવસેન, કુશળ હાલતમાં સર્વ આયુકતક, નિયુક્તક, દ્રાંગિક, મહત્તર, પ્રવ, સ્થાનધિકરણિક, દાફડાશક, ચાટ, જટ આદિને (નીચેનું) શાસન કરે છે –
(પક્તિ ૧૨ ) તમને જાહેર થાઓ કે હાાં માતાપિતાના પુણ્ય અર્થે અને આ લેકમાં અને પરલોકમાં ઈછિત ફળ પ્રાપ્તિ અર્થે હસ્તવાહરણીમાં અક્ષસરકપ્રાપના હરિયાનક ગામમાં વાયવ્ય સીમા પર ચાર ખંડનું ક્ષેત્ર અને ઈશાન સીમાપર, ચાર ખંડઃ આ પ્રમાણે ૮ ખંડ ભમિ જેમાં ત્રણ પાદાવર્ત પા. ૩૦૦ ( સમાએલાં છે )- અને તે જ ગામની વાયવ્ય સીમા પર યમલવાપી, વિસ્તારમાં ૪૦ પાદાવર્ત, અને એક બીજી વાપી વિસ્તારમાં ૨૦ પાદાવ. આમ એ જ ગામમાં એકંદર ત્રણસે સાઠ પારાવર્ત, તે ગામમાં વસતા, દર્ભનેત્રના વાજસનેય સબ્રહ્મચારી, ધમ્મિલ બ્રાહ્મણને, ચન્દ્ર, સુરજ, સાગર પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિવકાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશને ઉપભોગ માટે, દાનના (રૂપમાં) કર અને વેઠના (રૂપમાં) કર મુક્ત, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, પાણીના અર્થથી બ્રહ્મહાય તરીકે મેં આપ્યું છે.
(પ. ૧૯) “આથી બ્રહ્મદેય નિયમ અનુસાર તે ખેતી કરે, ખેતી કરે અથવા અન્યને સૌપે ત્યારે કોઈએ તેને લેશ પણ પ્રતિબંધ કરવો નહિ.
( ૫. ૨૧) “ અને અમારા વશના કે અન્ય ભાવિ ભદ્રપએ ભૂમિદાનનું ફળ સર્વ નરેને સામાન્ય છે એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી.
. રર ) “ અને જે આ દાન જપ્ત કરે અથવા તે જપ્ત કરવામાં અનુમતિ આપે તે પંચમહાપાતક અને અન્ય અ૫ પાના દેશી થશે. ( ૫, ૨૩ ) આને માટે વ્યાસના રચેલા ( નિચેના ) બ્લેક છે--
લેાકમાંના ચાર શ્લોક, ] ( ૫. ર ) આ મારા મહાસામ અને મહારાજ ધ્રુવસેન, સ્વહસ્ત છે. દૂતક પ્રતી હાર મમ્મક છે. આ ( દાનપત્ર ) કિકકકથી લખાયું હતું. સંવત ૨૦૪, વૈશાખ વદિ ૧૫.
"Aho Shrut Gyanam"