Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 365
________________ નં. ૯૮ શીલાદિત્ય ૭ માનાં અલીનાં તામ્રપત્રો. ગુ. સં. ૪૪૭ (૭૧૬-૧૭ ઈ. સ.) ચેષ્ઠ સુદ ૫ ખેડા અને ભરચના એસીસ્ટન્ટ ડયુટી એજયુકેશનલ ઇન્સ્પેકટર મિ. હરિવલભે આ લેખ શોધી કાઢેલો છે. અને ડૉ. બુલહરે પિતાના અક્ષરાન્તર તથા નેધ સાથે તે પ્રથમ ૧૮૭૮ માં ઈ. એ.વે. ૭ ના પા. ૭૯મે પ્રસિદ્ધ કર્યો હતે. મુંબઈ ઈલાકાના ખેડા ડિસ્ટ્રિકટના નડિઆદ તાલુકા ના મુખ્ય શહેર નડિઆદની ઈશાને લગભગ ૧૪ મેલ ઉપર આવેલા અલીને અગર અલીણું નામના ગામડાની નજીકમાં મળી આવેલાં કેટલાંક તામ્રપત્રો પર આ લેખ છે. પ્રથમ જોવામાં આવ્યાં ત્યારે આ તામ્રપત્રો અલીણામાં એક વેપારીની દુકાનમાં પડ્યાં હતાં. હાલ તે લંડનની રોયલ એશિયાટિક સોસાયટીના તાબામાં ડૉ. મુહુરે ભેટ તરીકે આપવાથી પડયાં છે. આ એક બાજુએ લખેલાં બે પતરાંઓ છે. પહેલું લગભગ ૧૨"x૨– ” માપનું છે. બીજું જરા વાંકુંચૂંકું અને લગભગ ૧-૩” x ૧-૦નું છે. લખાણના રક્ષણ માટે કાંઠા જરા કતરેલા ભાગ કરતાં જાડા છે. પરંતુ કાટને લીધે પતરાં જીર્ણ થઈ ગયાં છે અને કેટલેક સ્થળે કાટના થરને લીધે અક્ષરે એટલા ખરાબ થઈ ગયા છે કે શિલાછાપમાં દેખાતા નથી. એકંદરે લેખ મૂળ પતરાંએ ઉપર વાંચી શકાય છે. ખાસ ઈજા પામેલે ભાગ બીજા પતરાના જમણા ખૂણા ઉપર છે. પતરાંએ જાડાં અને મજબૂત છે. અને અક્ષરે ઉંડા કતરેલા છે, તે પણ પાછળની બાજુએ દેખાતા નથી. જે ભાગે ઈજા પામેલા નથી તે ઉપરથી જણાય છે કે કેતરકામ સારૂં કરેલું છે. પણ અક્ષરની અંદરની બાજુ પરથી કતરનારનાં ઓજારેની નીશાનીઓ હમેશ મુજબ દેખાઈ આવે છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપર બે કડીએનાં કાણું છે. પણ મુદ્રાવાળી અને બીજી એ બને કડી મળી આવતી નથી. બન્ને પતરાંઓનું વજન ૧૭ ડ ૩રૂ” ઔસ છે. અક્ષરનું માપ” અને ” વચ્ચે છે. શીલાદિત્ય ૭ માને આ લેખ છે. તેને ઈલકાબ વલભીના રાજવંશને “ધૂભટ” એટલે, ધવભટ પણું હતું. તેમાં લખેલું શાસન આનંદપુર ગામમાંના મુકામમાંથી કાઢેલું છે. તેના ઉપરની તારીખ શબ્દ અને અંક બન્નેમાં આપેલી છે. સંવત ૪૪૭૧ ઈ. સ. ૭૬૬-૬૭ ના (મે-જન ) શદ્ધ પ ને લેખ છે. તે કોઈ પણું પિંથને નથી. તેને હેત ફક્ત શીલાદિત્ય ૭ માએ પિતે એક બ્રાહ્મણને પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે મહિલબલી અથવા મહિલામલી નામનું ગામડું જે ખેટક આહારમાં ઉપલહેર પથકમાં આવેલું છે તેના દાનને નેધ કરવાનું છે. આમાં લખેલાં સ્થળમાં ખેટક તે હાલનું ખેડા છે. ઉપલટ તે ખેડાથી પૂર્વમાં ૩૫ મૈલ પર ઠાસરા તાલુકાનું હાલનું ઉપલેટ અથવા ઉપલેટા લાગે છે. અને આનંદપુર ખેડાથી અગ્નિકેશુમાં લગભગ ૨૧ મૈલ પર આનંદ તાલુકાનું હાલનું આનંદ લેવું જોઈએ, ૧ કે, ઈ. ઈ. જે. ૩ ૫, ૧૭૧-૧૭૩ છે. ફલીટ. ૨ ઇં. એ. વ. ૭ પા. ૮૦ મે ડે. બુલરે બતાવ્યું છે તે પ્રમાણે આખું અને ખરૂં નામ ધ્રુવભઢ છે. ધવને બદલે હું ટુંકું રૂપ ગુજરાતીમાં અત્યારે પણ વપરાય છે. અનાજમાંથી રાજ ભાગ વસલ થાય તેથી ઉપર દેખરેખ રાખવાની તેની ફરજ ગણાય છે. ૩ સ્થળવાચક શબ્દ છે, જે અર્થે હજી નિશ્ચિત થયે નથી. પથિનને, પથની સાથે તેને સંબંધ સંભવે છે.” આ પણ વાચા શબ્દ છે, જેનો અર્થ મુકરર થયે નથી. ઈ. એ. વ. ૭૫ ૭૨ મે ધસેન બીજાનું અલીનું તામ્રપત્ર છે તેની લીટી , મે ઘેટાવિય લખેલ છે તે ઉપરથી સમજાય છે કે “આહાર” અને “વિષય”ને અર્થ એક જ હોવો જોઈએ. તે જ અર્થને બીજો શબ્દ અપહરણ ઈ. એ. વિ.૬૫, ૧૨ મે ધરસેન બીજનાં વલભીના તામ્રપત્રમાં આપેલ છે અને હસ્તવમ આહરણી અને આહાર એ મને મયે જોવામાં આવે છે. ૫ અક્ષાંશ રર , ઉ, અને રેખાંશ ૭ર ૪૪, ૫. "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406