Book Title: Granth Ane Granthkar Pustak 04 Author(s): Hiralal Tribhovandas Parekh Publisher: Gujarat Varnacular Society View full book textPage 6
________________ પ્રસ્તાવના પ્રસ્તુત પ્રકાશનની પાછળ એક જ વિચાર કામ કરી રહ્યો છે અને તે એ કે “ગ્રંથ અને ગ્રંથકાર” નું પુસ્તક આપણું ગુજરાતી લેખક અને વાંચક બંધુને તેના વાચન, અભ્યાસ અને લેખનકાર્યમાં બને તેટલું ઉપયોગી અને મદદગાર થઈ પડેઃ એ આશયથી પ્રતિ વર્ષ તેમાં કંઈને કંઈ નવું તત્ત્વ ઉમેરવા તજવીજ કરવામાં આવે છે. આ વખતે બે નવાં અંગે ઉમેર્યા છેઃ (૧) સન ૧૯૩૨ માં પ્રસિદ્ધ થયેલી સુંદર કાવ્યકૃતિઓ; અને (૨) ગુજરાતી સામયિક પત્રોની સૂચી. ગ્રંથકાર ચરિત્રાવળી વિભાગમાં અર્વાચીન વિદેહીમાંના ડાંકનાં –આરંભના કેળવણીકારોનાં ચરિત્રો આપવાની શરૂઆત કરી છે, તે વિભાગ બને તેટલે વિશ્વસનીય અને આધારભૂત કરવા ખાસ કાળજી લેવામાં આવેલી છે. ભાવિ ચરિત્રકેષના પાયારૂપ એ સાધન થઈ પડે, એવી ઉમેદ વધુપડતી નહિ જણાય. ગુર્જર ગ્રંથકાર ચિત્રાવલિનું પુસ્તક એક સ્વતંત્ર આલબમરૂપે આવતા વર્ષમાં બહાર પડે એવી વકી છે; તે માટે તૈયારી થઈ રહી છે. પહેલ પુસ્તક એક ચિત્રોનું આપવાની યોજના કરી છે. સન ૧૯૩રની કવિતાની પસંદગી શ્રીયુત દેશળજી પરમારે કરી આપી - છે. એ માટે એમનો હું ઋણું છું. ઘણા બંધુઓને ખબર નહિ હોય કે અમદાવાદમાં ગુજરાતી કવિતાનો એક અભ્યાસવર્ગ ચાલે છે. તેમાં આપણા કેટલાક સારા અને જાણીતા નવા કવિઓ જોડાયેલા છે. કુમાર કાર્યાલય તેનું કેન્દ્ર સ્થાન છે, તેના પ્રેરક બળ શ્રીયુત બચુભાઈ રાવત છે. શ્રીયુત બચુભાઈ રાવત, વાચક બંધુના લક્ષમાં હશે જ કે “ગ્રંથ અને ગ્રંથકાર'ની શરૂઆતથી તેને એમનું પોતાનું એક કાર્ય સમજી તેના સંપાદન કાર્યમાં મને હમેશા મદદ કરતા રહ્યા છે; અને હરેક વખત, એમના અનેક વ્યવસાયમાંથી સમય કાઢીને, જે કિમતી લેખ લખી મોકલે છે તેની એકલા લેખકવર્ગે જ નહિ પણ મુદ્રણકળા સાથે નિસ્બત ધરાવનારા સીએPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280