Book Title: Granth Ane Granthkar Pustak 04 Author(s): Hiralal Tribhovandas Parekh Publisher: Gujarat Varnacular Society View full book textPage 5
________________ મેટું, વાંચનના શેખના પુરતા વિકાસને અભાવઃ એ સર્વ વિરોધી બળે છતાં સંખ્યાબંધ પુસ્તક લખાય છે અને પ્રકટ થાય છે એથી સાહિત્યાનુરાગીઓનાં ચિત્ત નિઃસંશય પ્રસન્ન થતાં જ હશે. તેમ છતાં આપણા સાહિત્યની ઘણું ન્યૂનતાઓ છે, તે પુરી પાડવા સહદય લેખક વર્ગને વિનંતિ કરવી અસ્થાને નહિ ગણાય. આપણું આદર્શ ઉચ્ચ રાખી, સામાન્ય પરિણામેથી સંતોષ ના માનો એ જ આગળ વધવાનો માર્ગ છે એમ મારે નમ્ર અભિપ્રાય છે, જે વારંવાર જણાવવામાં વાંધો નથી. વધારે ઉચગામી અને ઉંડા અભ્યાસવાળાં પુસ્તકે બીજા દેશોનાં સાહિત્યમાં છે તે પ્રકારનાં આપણી ભાષામાં રચાય એવી ઉચ્ચાભિલાષા સહુ કોઈ રાખશે જ. આ સંબંધે ઉલ્લેખ કરતાં આપણી સમક્ષ આપણો આર્થિક પ્રશ્ન ખડો થયા વિના રહેતું નથી, સેંકડે ઉમેદ અને આશાભર્યા સાહિત્યના અભ્યાસીઓ પિતાના અભ્યાસ દરમિયાન કાંઈ કાંઈ સ્વપ્નાં સેવતા, જીવનના કલહમાં પડે છે ત્યારે તેમનાં એ સ્વપનાં ઉંડી જાય છે. માટીની જમીન પર પગ મુકતાં તેમને જણાય છે કે જીવન ટકાવવું હોય, જીવનની ઓછામાં ઓછી જરૂરીઆતો પુરી પાડવી હોય તે પણ સવારથી સાંજ સુધી ચાલુ મહેનત કરવા તૈયાર હોય તે છતાં કામ મળતું નથી. મળે તે જીવનને શોધીને નીચોવી નાંખનારું હોય છે. ઉલ્લાસ અને આનંદ, જે વડે પ્રેરણાશક્તિને પોષણ મળે છે તે અંતર્ધાન થઈ ગયાં હોય છે. અભ્યાસ અને વાંચન માટે શાન્તિ અને વખત જોઈએ તે ભાગ્યે જ મળે છે. એટલે કે સાહિત્યના સંવર્ધનને સાનુકૂલ થાય તેવી પરિસ્થિતિ ઘણા થડાને હોય છે; કોઈ કોઈ વ્યક્તિ આ બધાં વિદને વટાવી સાહિત્યમાં કામ કરે છે તો તે બહાર પાડવા સાધન નથી હોતું. સાહિત્યનું કામ કરનારને ઉદરપોષણનું સાધન એનાથી મળતું નથી એ આપણા દેશની કમનસીબી છે. ભવિષ્યમાં પણ “ગ્રંથ અને ગ્રંથકારના પ્રત્યેક પુસ્તકમાં અભ્યાસીઓને ઉપયોગી અંગ દાખલ કરવામાં અવશ્ય આવશે. તેને લગતું આલ્બમ પણ ટુંક સમયમાં પ્રસિદ્ધ કરવાની ધારણા છે; પ્રજાના ઉત્તેજન અને ટેકાથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી પિતાને કૃતકૃત્ય થએલી માને છે. અમદાવાદ, ભદ્ર, તા. ર૯-૯-૩૩. વિદ્યાબહેન નીલકંઠPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 280