Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 22
________________ રાગ પરજીઓ (રાગ અસાઉરી તથા ધન્યાસીમિગ્ર ગ ઘ પ્રત.) શ્રી અરિહંત દીઓ મુઝ દરિસણ એ ઢાલ ૩ ( ભવિજન વંદે મુનિ ઝાંઝરીઓ એ દેશી ઘ પ્રત.). રેવત ગિરિ નેમિસર મૂરતિ, ઉત્પત્તિને અધિકારરે, જીરણ પ્રબંધ જે વલી બોલ્યું તે સુણજો સુવિચારરે ૨૮ ભવિઅણ ભાવ ઘણે મન આણી, સાભલી શ્રી ગુરૂ વાણ તીરથ યાત્રા તણું ફલ જાણે જનમ સફલ કરો પ્રાણી. ર૯ એણું ભરતે અતીત ચઉવીસી, ત્રીજા સાગર સ્વામી રે, ઊજેણે રાજા નરવાહન, પૂછે અવસર પામી રે. ૩૦ ભવ કહીએ મુગતી હસ્ય મુઝ દેવા, જિનવર કહે તિવારે રે ગામિક વીસીએ નેમિ, જિન બાવીસમાને વારે રૂ. ૩૧ ભ૦ ઇસ્યુ સુણ સાગર જિન પાસે, સે તૃપ સંયમ લેઈ રે. પંચમ કલ્પતણે પતિ હુઈ. અવધિ જ્ઞાન ધરેઇ રે. ૩ર ભ૦ ૨૮ જુનો પ્રબંધ કથાપુસ્તક. ચતુર્વિશતિ પ્રબંધ કે જે રત્નશેખર સૂરિએ રહ્યુ છે કે જેનું ભાષાંતર સ્વ. સાસરથી મણિલાલ નભુભાઈએ કરેલું ગાયકવાડ સરકાર તરફથી પ્રસિદ્ધ થયું છે. તેનેજ મિત્ર કેવી ઉલ્લેખ કરે છે. એમ જણાય છે. ૩૦ અતીત ચોવીસી ઋષભથી માંડી મહાવીર પર્વતના ચોવીસ તિર્થંકર તે વર્તમાન ચોવીસી કહેાય છે. અને તેથી અગાઉના ૨૪ તિર્થકર તે અતિત ચોવીસી કહેવાય છે. કે તેમાંના ત્રીજાનું નામ સાગર સ્વામી છે; જ્યારે હવે થનાર ૨૪ તિર્યકરને અનામત આગામીક ભવિષ્યત ચોવીસી કહેવાય છે. ૩૨ ઇરસુઇશ-એવું સે તે પંચમ ક૫૫તિ પાંચમા કપવન દેવલોકન સ્વામી એટલે દેવ, વૈમાનિક દેવતાના બે પ્રકાર નામે કપિવન, અને ક૯પાતિત છે. કલ્પ એટલે આચાર-તીર્થકરોના પાંચ કલ્યાણકમાં આવવું જવું તેની રક્ષા કરવી વગેરે દેવતા “ કલ્પ પવન્ન ” કહેવાય છે. તે આચારનું પાલન કરવાને જેને અધીકાર નથી તે દેવ “કલ્પાતિ કહેવાય છે. - પવન દેવતાના બાર લોક છે. ૧દર્ય, ૨ ઈશાન, સનતકુમાર,૪માહેન્દ્ર ૫ બ્રહ્મ, ૬ લતિક ૭ શુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આનત, ૧૦ પ્રાણુન્દ્ર ૧૧ આરણ, ૧૨ અય્યત આમા પાંચમે તે બ્રહ્મ દેવલે : • • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com


Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64