Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 2
________________ કેવી ૬૦૦ પુસ્તિકાઓ પ્રગટ થઈ ? જે છસો પુસ્તિકાઓનું પ્રકાશન થયું છે તેનું વિષયવાર પૃથક્રણ આ પ્રમાણે થઈ શકે : અર્થશાસ્ત્ર, આરોગ્ય, આંતરરાષ્ટ્રીય, રાજકરણ, ઇતિહાસ, ભૂગોળ, કળા (ચિત્ર, સંગીત, શિલ્પ અને અનુવાદ), કાયદો, ગાંધી સાહિત્ય, ઘર અને કુટુંબ, જીવનWા, તત્ત્વજ્ઞાન, દેશવિદેશ, ધર્મ અને સંસ્કૃતિ, પત્રકારત્વ, પશુપંખી, પુરાતત્ત્વ, રાજ્યબંધારણ, ભાષા, સાહિત્ય (લગભગ તેની સમગ્રતામાં), માનસશાસ્ત્ર, રમતગમત, રાજકારણ, વનસ્પતિસૃષ્ટિ, વહીવટી તંત્ર, વિદેશી સંબંધો, વિજ્ઞાન (ભૌતિક, રસાયણ, અવકાશ વગેરે), વેપાર-ઉદ્યોગ, શિક્ષણ, સમાજશાસ્ત્ર, સંસ્થાઓ તથા સામાન્ય જ્ઞાન-આટઆટલા વિષયોને લગતી પુસ્તિકાઓ તે તે વિષયનું ઊંડું જ્ઞાન ધરાવતી સિદ્ધહસ્ત વ્યક્તિ પાસે, વાચકને વિષયનું આવશ્યક જ્ઞાન અને માહિતી અચૂક મળી રહે અને તે પ્રત્યે તેની પ્રબળ જિજ્ઞાસા તથા રસ જાગે એ દૃષ્ટિ પણ જળવાય એ રીતે, સમયસર અને માપસરના પ્રમાણમાં લખાવવી અને સામયિક સંદર્ભ પણ જળવાય એ રીતે પ્રસિદ્ધ કરવી તે અંતરની સૂઝ અને આયોજન-કૌશલ વગર અશક્ય છે. (કૃષ્ણવીર દીક્ષિત, ‘જન્મભૂમિમાં)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36