Book Title: Dvadasharam Naychakram Part 1 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 16
________________ પૂ. આ. શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી દાદાના પટ્ટાલંકાર પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ ઉત્તમ ચારિત્રપાત્ર ગંભીર અને જ્ઞાની પુરૂષ હતા. તેમની ધર્મદેશના ઉચ્ચ કોટિની ગણાતી હતી. ભોગીલાલભાઈના હદય તથા જીવન ઉપર તેની ઘણી અસર થઈ હતી અને તેથી એ તેમના પરમ ભક્ત બન્યા હતા. વિ. સં. ૧૯૮૮ માં શ્રી ભોગીલાલભાઈની દીક્ષાની ભાવના બળવત્તર બની, પણું પુત્ર દશ વર્ષનો હતો તેમજ તેમના પોતાના માતા-પિતા વગેરે પણ હૈયાત હતા. તેઓ બધાં આ બાબતમાં સંમતિ આપે કે કેમ તે શંકાસ્પદ હકીક્ત હતી. એટલે તેમણે ગુપ્ત રીતે જ અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી દાદાના વરદ હસ્તે વિ. સં. ૧૯૮૮ ના જેઠ વદિ છઠને દિવસે દીક્ષા લીધી અને પૂ. આ. શ્રી વિજ્ય મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે તેમને સ્થાપવામાં આવ્યા અને “મુનિરાજશ્રી ભુવનવિજ્યજી” તરીકે પ્રસિદ્ધ થયા. સંયમી જીવનમાં પણ નિરતિચારપણે ચારિત્રપાલન કરતાં તેમણે સારી સુવાસ ફેલાવી હતી. અપ્રમત્તભાવે સતત જ્ઞાનઉપાસના એ એમની એક મોટી વિશિષ્ટતા હતી. દ્રવ્યાનુયોગ, કર્મસાહિત્ય આદિનો અભ્યાસ કરવા રોત આગમસાહિત્યનું અવગાહન એમણે શરૂ કર્યું અને અલ્પસમયમાં જ તેમણે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. આગમસાહિત્ય પ્રભુની મંગળવાણીરૂપ હોવાને લીધે તેના ઉપર તેમને ઘણું જ અનુરાગ હતો. જીવન દરમ્યાન ૪૫ આગમોમાંથી મોટા ભાગના આગમોનું ટીકા સાથે તેમણે વાંચન-મનન કર્યું હતું. કેટલાંક આગમોનું તો તેમણે અનેકવાર વાંચન-મનન કર્યું હતું. દઢ મનોબળ, અપ્રમત્તતા, નિરપૃહતા, નિરભિમાનિતા, ઉચ્ચ સંકલ્પ, અખૂટ સત્ત્વ, જીવદયા માટેની પ્રબળ લાગણી, નિર્ભયતા, શૂરવીરતા, અત્યંત નિર્મળ ચરિત્ર, સતત જ્ઞાન ઉપાસના તથા ઉત્કટ પ્રભુભક્તિ આ એમના જીવનની ખાસ વિશિષ્ટતાઓ હતી. - જિનેશ્વરદેવોના પરમલ્યાણકર સંદેશનો જગતમાં ખૂબજ પ્રચાર અને પ્રસાર થાય એ માટે એમના હૃદયમાં ઘણું જ પ્રબળ ધગશ હતી. - વિ. સં. ૧૯૯૭માં તેમના સંસારી પુત્રે પણ પંદર વર્ષની વયે પૂ. શ્રી ભુવનવિજયજી મહારાજ પાસે પરમ ભાગવતી દીક્ષા વૈશાખ શુદિ ૧૩ ના દિવસે સ્વીકારી અને મુનિરાજશ્રી અંબૂવિજ્યજી” તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વિ. સં. ૧૯૯૫ માં સંસારી પત્ની મણિબાઈએ પણ તેઓશ્રીના જ સુહસ્તે દીક્ષા સ્વીકારી અને તેમનું નામ સાધીશ્રી મનોહરશ્રીજી રાખવામાં આવ્યું. | મુનિરાજશ્રી જંબૂવિજ્યજી તીવ્ર બુદ્ધિવાળા હોવાથી તેમને ઘડવા માટે પૂજ્ય મહારાજશ્રીએ પૂરતો પ્રયાસ કર્યો. કમાઉ પુત્રને કયો પિતા સ્નેહથી ન નવરાવે? તેમજ તેજસ્વી શિષ્યથી ક્યા ગુરુ હક ન પામે? તેમાંય મુનિશ્રી જંબૂવિજયજી તો સંસારીપણુના પુત્ર, લોહીનો સંબંધ. કૂવાના મધુર જળને જુદી જુદી નીક દ્વારા કુશળ ખેડૂત પોતાના ક્ષેત્રને હરિયાળું બનાવે તેમ મુનિરાજશ્રી જંબૂવિજ્યજીને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રિવેણના મંગળધામ સમાન બનાવ્યા. કુશળ શિલ્પી મનોહર મૂર્તિ બનાવવા માટે વનો પરિશ્રમ સેવે અને પોતાની સર્વ શક્તિનો વ્યય કરે, તેમ ભવિષ્યના મહાન ચિંતક અને દર્શનકાર મજ રેયાયિક મનિરાજથી અવિજયના ઘડતર માટે સ્વર્ગસ્થ ગુરુદેવે અહર્નિશ પ્રેમભાવે અવિરત પ્રયત્ન કર્યો હતો. અને આજે મુનિરાજશ્રી જંબૂવિજયજીનું નામ વિદ્વાન-ગણમાં મોખરે છે. તેઓ તિબેટી, ઈંગ્લીશ વિગેરે અનેક દેશી વિદેશી ભાષા જાણે છે અને “ના ” જેવા દુર્ઘટ ગ્રંથનું સંપાદન કરી રહ્યા છે. “ના ” જેવા સ્યાદ્વાદન્યાયરૂપી ઉચ્ચકોટિના ગ્રંથનું સંપાદનકાર્ય કેટલી જહેમત અને સર્વદિશાની વિદ્વત્તા માગી લે છે તે, તે વિષયના જ્ઞાતા જ સંપૂર્ણરીતે સમજી શકે. “નવ” ના સાંગોપાંગ સંપાદન માટે તેઓશ્રીએ તિબેટની ભાષાનો અભ્યાસ કર્યો અને ઓગણીસ વર્ષના સતત પરિશ્રમ પછી “નવાનો પ્રથમ વિભાગ જે અત્યારે પ્રકાશિત થઈ રહ્યો છે, તેનો યશ આત્માનંદ સભાને જ સાંપડ્યો છે જે ખરેખર સભાને માટે અત્યંત ગૌરવનો વિષય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 662