________________
બિસ્કેયન
૪૫
..
તેઓને જે મળે તેના ઉપર જ જીવન ગુજારવું પડતું હોય છે. એટલે મને શું ખાવાનું મળે છે કે કેળું ખાવાનું મળે છે એની ચિંતા તું ન કરતો.” સાન્કોએ વિચારમાં પડી જઈ કહ્યુ, નામદાર, મેં કશું વાંચેલુંકરેલું નહિ, એટલે મને કશો ખ્યાલ ન હોય એ બનવાજોગ છે. એટલે હવેથી હું મારી ઝોળીમાં તમારે માટે સૂકાં જંગલી ફળ વગેરે ભેગાં કરી રાખીશ; પણ મારે પોતાને માટે તો કાંઈ પુષ્ટિકારક ખોરાકની જ જોગવાઈ રાખવી પડશે; કારણ કે મને એવાં કંદમૂળ કે ભાજીપાલો ખાવાનો શોખ પણ નથી કે ટેવ પણ નથી.”
“અરે, તું વનસ્પતિને ઉતારી પાડે છે, પરંતુ જંગલોમાં એવી વનસ્પતિઓ છે કે જેમના પાનનો રસ કાઢીને પી લઈએ કે મૂળિયાનો એકાદ ટુકડો ખાઈ લઈએ, તો મિષ્ટાન્ન જમ્યા જેટલું પોષણ મળી જાય છે; ઉપરાંત દિવસોના દિવસો સુધી ખાવાનું ન મળે તોપણ જરાય ભૂખ કે શક્તિ લાગતી નથી. ”
“અરેરે, નાઈટ-મહાશય, તો એવાં મૂળિયાં પણ મને ઓળખાવી દોને; કારણ કે, આપણને પોતાને જ થોડા વખતમાં એમની જરૂર પડશે. આપણી પાસે હવે કશું ખાવાનું રહ્યુ નથી.”
હવેદિવસ ઢળવા લાગ્યો હતો, અને કોઈ ઉતારો કરવા જેવી સારી જગા મળે તેની ચટપટી બંનેને લાગી હતી. પરંતુ સૂર્ય અને તેમની આશાઓ ભેગાં જ આથમી ગયાં! છેવટે રસ્તા ઉપર ભરવાડોએ ઊભાં કરેલાં સામાન્ય ઝૂપડાંમાં તેઓને રાત માટે આશરો લેવો પડયો.
ભરવાડોએ તેમને અતિથિ ગણી હાર્દિક આવકાર આપ્યો. હાંલ્લીમાં કાંઈક ખાવાનું તાપણા ઉપર ઊકળતું હતું. તે રંધાઈ રહેતાં તેમાંથી પ્રથમ તો સૌએ ભેગા મળી ખાઈ લીધું; પછી તેઓએ બાકી રહેલી ભૂખ પૂરી કરવા સૂકાં ફળનો વચ્ચે ઢગલો કર્યા. ડૉન કિવકસોટે તેમાંથી એક ફળ હાથમાં લીધું અને તેની સામે જોતાં જોતાં નીચેનું ભાષણ આદરી દીધું —
“અહો સતયુગ! જેને આપણા પૂર્વજો સુવર્ણ-યુગ પણ કહેતા ! તે વખતે સોનું સાંધ્યું હતું એટલા માટે નહિ, પણ તે વખતે ‘મારું” અને ‘તારું’ એવો ભેદ લોકોમાં નહોતો! તે વખતે સૃષ્ટિની સહુ મિલકત સહિ