________________
અનેક અને મહત્ત્વની બાબતો વિષે થોડુંક - ૨૦૫ સુધી પાછી જ આવી નહિ. દરમ્યાન આવે વિચિત્ર એ નાઈટને બિચારાને આંખોમાં સાબુ જાય નહીં તે માટે આંખો બંધ કરીને જ બેસી રહેવું પડ્યું.
તેમને હવે આ બધા વિધિ પાછળ કંઈ મજાક-ઠઠ્ઠાના ભાવ જેવું લાગવા માંડ્યું. પણ ડયૂકે પોતે પછી પોતાનું મોં એવી રીતે જ ધોવરાવ્યું – જોકે તેમણે તો પહેલેથી પાણી તૈયાર રખાવીને જ પછી સાબુ લગાડાવ્યો હોવાથી, તેમની બાબતમાં કશું મોડું ન થયું. છતાં એટલામાત્રથી ડૉન કિવકસોટને સંતોષ થઈ ગયો કે, આ ડયૂક લોકોનો આવી રીતે જમ્યા બાદ નોકરો પાસે મોં ધોવરાવવાનો રિવાજ જ હોવો જોઈએ.
ભોજન બાદ ડયૂક અને ડચેસ ડૉન કિવકસોટને મેં તેમનાં પરાક્રમોનો અહેવાલ સ્વમુખે સાંભળતાં મોડી રાત સુધી બેઠાં. ડચેસે પછી ધીમે રહીને ડૉન કિવકસોટને પોતાની પ્રેમરાજ્ઞીનું વર્ણન સ્વમુખે સંભળાવવા વિનંતી કરી.
ડૉન કિવકસોટે કહ્યું, “હું મારું હૃદય ચીરીને આપની સમક્ષ રજૂ નથી કરી શકતો; નહીં તો મારે મારી જીભને એ મુશ્કેલ કામે લગાડવી ન પડત. લેડી ડલસિનિયાનું વર્ણન તો પ્રાચીન કાળના કવિઓ અને મહાકવિઓની કલમનો વિષય થઈ શકે તેવું છે. હું પોતે તો તેમના પ્રત્યેનાં ભાવ-ભક્તિથી એટલો ગદ્ગદ્ બનેલો રહું છું કે, મારાથી તેમનું નામ પણ સીધી રીતે જીભે લઈ શકાતું નથી, તો તેમનું વર્ણન તો કેમ કરીને કરી શકે? ઉપરાંત, હાલમાં જ હું છેવટના તેમના હાથને ચુંબન કરવા ગયો, ત્યારે મને માલૂમ પડ્યું કે મારા દુશ્મન જાદુગરોએ તેમનું રૂપ જ પલટાવી નાંખ્યું છે– સૌંદર્યની મહારાણીમાંથી તેમને છેક જ ગામઠી બૈરું બનાવી દીધાં છે; એટલે સુધી કે એ પહેલાં બહુ શાંત પ્રકૃતિનાં હતાં તેને બદલે હવે તે ઘોડા-ગધેડા ઉપર ઠેકડા ભરીને બેસી જાય તેવાં ચંચળ બની ગયાં છે; પહેલાંની જે તેમની સુવાસ હતી તેને બદલે હવે તેમનામાં બિલાડીની ગંધ આવી ગઈ છે; એક દેવીમાંથી તે એક ડાકણ બની ગયાં છે, એમ જ કહો ને!”