Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 290
________________ ૨૪૦ ડૉન કિવકસોટ! ડૉન કિવકસોટ પોતાના મોં ઉપર લગાવેલા વિચિત્ર મલમપટ્ટાઓને કારણે એક દિવસ લાગલગટ બહાર નીકળ્યા નહતા. એક રાતે તેમના ઓરડાનું બારણું કોઈ ધીમે રહીને ચાવીથી ઉઘાડતું હોય એમ તેમને લાગ્યું. થોડી વારમાં એક કાળો ઝભ્ભો પહેરેલી બાઈ હાથમાં મીણબત્તી સાથે અંદર દાખલ થઈ. ડૉન કિવકસોટ તેને કોઈ પરલોકનું સત્ત્વ માની, એદકમ પથારીમાં બેઠા થઈ ગયા. પેલી પણ તેમને બેઠા થઈ ગયેલા જોઈ, તથા તેમના મોં ઉપરના વિચિત્ર મલમપટ્ટા જોઈ ગભરાઈ ગઈ. તેના હાથમાંથી મીણબત્તી પડી ગઈ અને ઓલવાઈ ગઈ. ડૉન કિવકસોટ તરત પરમાત્માને યાદ કરવા લાગ્યા અને બોલ્યા, ભૂત કે ડાકણ જે હો તે, તમારે શી ઇચ્છા છે તે મને જણાવશો. હું ધાર્મિક ખ્રિસ્તી હોઈ, તમારી અવગતિમાંથી તમારો ઉદ્ધાર જે વિધિ કરવાથી થઈ શકે તેમ હશે તે હું જરૂર કરાવીશ.” પેલીએ અંધારામાં જે કહ્યું, “હું કોઈ ભૂત-ડાકણ નથી; હું તો ડચેસની તહેનાતબાનુ છું, અને મારા એક અંગત કામમાં તમારી મદદ પ્રાર્થવા આવી છું.” ડૉન કિવકસોટે કહ્યું, “તમે જો કોઈ પ્રેમ-પ્રકરણ અંગે આવ્યાં હો, તો મને માફ કરો; હું મારા પ્રેમ રાજ્ઞી લેડી ડુલસિનિયાને અર્પણ થઈ ચૂકેલો છું.” પેલી તાડૂકી ઊઠી, “પ્રેમ-પ્રકરણ? તમે મને શું ધારી લીધી? નાઈટ તરીકેની તમારી ખ્યાતિ સાંભળી હું તમારી મદદ માગવા માટે આવી, ત્યારે તમે આ કેવી વાતો કરો છો? પણ હવે તો પહેલાં મને મારી મીણબત્તી સળગાવી આવવા દો; તમારી સાથે અંધારામાં વાત કરવી, એ પણ જોખમકારક છે.” પેલી તરત મીણબત્તી સળગાવી લાવવા બહાર ગઈ; પણ ડૉન કિવકસોટને હવે આ બધી બાઈઓ ઉપર ભરોસો રહ્યો નહતો; તે એમ જ માની બેઠા હતા કે, આ બધી બાઈઓ તેમને લોભાવવા અને ભ્રષ્ટ કરવા જુદા જુદા કાવાદાવા કરી રહી છે. એટલે તે બારણું અંદરથી

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344