Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 324
________________ ૨૭૨ ડૉન કિવકસોટ! તરત જ શ્વેત ચંદ્રવાળો નાઈટ નીચે ઊતરી ડૉન કિવકસોટના ગળા ઉપર ભાલાની અણી ધરીને ઊભો રહ્યો અને બોલ્યો, “તું હારી ગયો છે, અને હવે મરવા ખાતે છે. જો તારે જીવતા રહેવું હોય, તો યુદ્ધની શરતો પ્રમાણે વર્તવા તૈયાર થઈ જા.” ૉન કિવકસોટ એવા જોરથી પછડાયા હતા કે તેમનામાં બોલવાના પગ હોશ રહ્યા નહોતા. એટલે પોતાના ટોપનું મહોરું ઊંચું કર્યા વિના જ તેમણે ધીમેથી જવાબ આપ્યો, “ડુલસિનિયા ડેલ ટૉબોસો જગતની સર્વશ્રેષ્ઠ નારી છે, અને હું આ દુનિયાનો કમનસીબમાં કમનસીબ નાઈટ છું. મારા જેવા નિર્બળ માણસને કારણે ડુલસિનિયાની સર્વશ્રેષ્ઠતા હણાય, તેના કરતાં હું મારા ગળામાં તારો ભાલો પરોવી દે, એટલે બસ.” પેલા નાઈટે હવે જવાબ આપ્યો, “લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસો- ની કીર્તિ ભલે અખંડિત રહે, હું તો હું એક વરસ હથિયાર છોડી ઘેર પાછો ફરે એટલી શરતથી સંતુષ્ટ થઈશ.” વાઈસરોય અને ઍન્ટોનિયોએ પણ આ શરતને વાજબી ગણી, તેનું પાલન કરવા ડૉન કિવકસોટને આગ્રહ કર્યો. ડૉન કિવકસોટને પણ લાગ્યું કે, જો તે અત્યારે મરવા તૈયાર થશે, તો પછી સાન્કો પેલા ફટકા ખાવાની શરત પૂરી નહિ કરે, તેમ જ ડુલસિનિયા હંમેશ માટે જાદુ-મંતરથી રૂપાંતર પામેલી જ રહેશે, એટલે એ ખાતર પણ તેમણે જીવતા રહેવું જ જોઈએ! તેથી તેમણે પેલા નાઈટની શરતનું પાલન કરવાનું કબૂલ કર્યું– અર્થાત એક વરસ માટે શસ્ત્રસંન્યાસ તથા ક્ષેત્રવાસ મંજૂર રાખ્યાં. એટલું થતાં પેલો શ્વેત ચંદ્રવાળો નાઈટ વાઈસરોયને સલામ કરી, શહેર તરફ પાછો વળ્યો. વાઈસરોય એન્ટોનિયોને તેની પાછળ જઈ, તે કોણ છે તે જાણી લેવા સૂચવ્યું. ડૉન કિવકસોટને હવે ત્યાં ઊભેલાઓએ ઊભા કર્યા, અને તેમનો ટોપ કાઢી નાંખ્યો. તે મરણતોલ ફીકા પડી ગયા હતા. રોઝિનેન્ટી વળી વધુ ખરાબ સ્થિતિમાં હતો. તે તો હાલ્યો જ નહિ. સાન્કોને તરત જ ઍન્ટોનિયોને ત્યાંથી બોલાવવામાં આવ્યો. તે તો પોતાના માલિકના પરાજયની શરમ ભરેલી વાત જાણી, છેક જ ભાગી પડ્યો. તેને આ બધું કોઈ જાદુગરોની કારવાઈનું જ પરિણામ લાગ્યું. નહિ તો તેના માલિક

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344