Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 326
________________ ૨૭૪ ડૉન કિવકસોટ! ફરી વિશેષ તૈયારી સાથે નીકળ્યો અને તેમને અહીં આવેલા જાણી, અહીં આવ્યો અને છેવટે મારી યોજનામાં સફળ થયો. મારી ગુપ્ત વાત આટલી જ છે. ડૉન કિવકસોટ આમ બીજી બધી રીતે ડાહ્યા તથા સમજદાર છે; માત્ર જની નાઈટ લોકોની વાતો વાંચી તેમને ધૂન ચડી ગઈ છે, તે કોઈ પણ રીતે છોડાવવાની જરૂર છે.” એન્ટોનિયોએ હસી પડીને જવાબ આપ્યો, “શાસ્ત્રીજી, તમારી યોજના સારી છે; પણ ડૉન કિવકસોટ મહાશયનું ગાંડપણ એથી દૂર થશે એમ હું માનતો નથી. એટલે જગતને એક રમૂજનું જે મોટું સાધન મળ્યું છે, તેનાથી તમે તેને વંચિત કરો છો, એટલું જ. છતાં હું તમને ખાતરી આપું છું કે, તમારી યોજના નિષ્ફળ જાય તેવું હું કાંઈ પણ કરીશ નહિ, તથા ડૉન કિવકસોટને કે સાન્કોને કશી વાત ખબર પડવા દઈશ. નહિ.” કેરેસ્કો પછી તે જ દિવસે બાસિલોના છોડી ગયો. ડૉન કિવકસોટ છ દિવસ પથારીવશ રહ્યા. તેમના મનનો ખેદ પાર વગરનો હતો. સાન્કો તેમને આશ્વાસન આપવા પ્રયત્ન કરતો. તે કહેતો કે, “લોકો એથી પણ ઓછા ધક્કામાં પડી જાય છે અને કાં તો તેમનું ગળું ભાગી જાય છે કે પાંસળું પણ. તમને તો તેવું કશું થયું નથી, એટલે આપણે થોડા દિવસમાં સાજાસમા ઘરભેગા થઈ જઈશું. ખરું નુકસાન તો મને થયું છે, માલિક, કારણ કે, હવે તમે ઘેર પાછા ફરવાના એટલે મારું ગવર્નર કે અર્લ બનવાનું પણ પૂરું થયું. કારણ કે, ના તમે થાઓ રાજા કે ન હું થાઉં ગવર્નર. ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા!'” | ડૉન કિવકસટ બોલી ઊઠયા, “ના, ના, સાન્કો, એક વર્ષ તો આપણે આંખ મીંચતાંમાં કાઢી નાંખીશું. અને ત્યાર પછી હું જરૂર રાજ્ય મેળવીશ, અને તને અર્થપણું અપાવીશ.” સાન્કોએ કહ્યું, “ ‘આશા રાખો ને આવી મળશે” એવું કહ્યું જ છે ને? જરૂર માલિક, આપણે હજ સારા દિવસ જોવાના જ છીએ; ‘જીવતો નર ભદ્ર પામે!

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344