________________
મૃત્યુ-દેવનો રથ
૧૭૧ ત્યાર બાદ, બંને જણ પોતાનાં વાહનો ઉપર સવાર થઈ, આ પ્રસંગ વિષે વાતો કરતા, અને દિલનું દુ:ખ હળવું કરતા, સરગોસાને માર્ગે પળ્યા. અલબત્ત, સાન્કો પોતાની યુક્તિ ઉપર મનમાં ને મનમાં આફરીન પોકારતો હતો.
મૃત્યુ-દેવને રથ
ડૉન કિવકસોટ પોતાના ઉપર દુશ્મનોએ બિછાવેલી જાદુઈ માયાની અસર યુદ્ધકાળમાં પણ બાધક નીવડશે કે શું, એની ચિંતા કરતા રસ્તા ઉપર આગળ વધતા હતા. એટલામાં ત્યાં થઈને પસાર થતું એક ગાડું તેમની નજરે પડયું. તેને હાંકનાર ભૂતોનો રાજા હતો, અને ખુલ્લા ગાડામાં તેની પાછળ પાંખોવાળો દેવદૂત, મૃત્યુ-દેવ પોતે, સુવર્ણ-મુકુટ પહેરેલા બાદશાહ, ધનુર્ધારી કામદેવ, લોખંડી ટોપ પહેરેલ નાઈટ, ઉપરાંત બીજા અનેક જણ ખડકાયેલા હતા.
સાન્કોના તો મોતિયા જ મરી ગયા. પરંતુ ડૉન કિવકસોટ તરત કોઈ અભુત પરાક્રમની કલ્પનાથી જ ઉત્તેજિત થઈ જઈ ઘોડાને રસ્તા વચ્ચે લાવી ઊભા રહ્યા, અને મોટેથી ત્રાડીને બોલ્યા, “અલ્યા ઓ મૃત્યુદેવનો રથ હાંકનાર ભૂત, તું ક્યાંથી આવ્યો છે અને કયાં જાય છે, તે મને જલદી કહી દે. તારા આ રથમાં જે અભુત આકારો છે, તે જોતાં તારો રથ કોઈ અલૌકિક વાહન હોય એમ લાગે છે. પણ મને તેની પરવા નથી. મૃત્યુ-લોકના આ પરાક્રમી નાઈટની આણને ઓળંગીને અહીંથી આગળ જવાની કોઈ દેવની પણ તાકાત નથી.”
પેલા ભૂતવેશધારીએ જવાબ આપ્યો, “મહેરબાન, અમે તો અંગુલીની કંપનીના નટો છીએ. આજે સવારે અમે પેલા પર્વતો પાછળના એક શહેરમાં મૃત્યુ-દેવની પાર્લમેન્ટનો ખેલ ભજવ્યો હતો. હવે બપોરના આ સામે દેખાતા શહેરમાં ખેલ ભજવવાનો છે, એટલે અમારો વેશ કાયમ રાખીને જ અમે ત્યાં જઈએ છીએ.”