________________
૧૫ર
ડૉન કિવકસોટ! ભીડ હતી. ડૉન કિવકસોટનું ગાડું આ ભીડ વચ્ચે થઇને જ લઈ જવું પડે તેમ હતું. લોકોને પોતાના ગામના એક વતનીને આ સ્થિતિમાં લવાતો જોઈ આશ્ચર્ય થયું, તથા કેટલાક ઉત્સાહી છોકરાઓ તેમને ઘેર જઈ, તેમની ભાણી વગેરેને ખબર પણ આપી આવ્યા કે, તમારા મામાને મડદાની પેઠે એક પાંજરામાં સુવાડી, બળદગાડા મારફતે લઈ આવે છે. - ડૉન કિવકસોટની ભાણી, અને કામવાળી બાઈએ આ સમાચાર સાંભળી રડારોળ કરી મૂકી. તેઓએ પ્રેમશૌર્યની વાર્તાઓ ઉપર લ્યાના વરસાવવા માંડી. તેમાંય જ્યારે ડૉન કિવક્સોટને લઈને ગાડાએ આંગણામાં પ્રવેશ કર્યો, ત્યારે તો તેમના નિસાસાનો અને કલ્પાંતનો પાર રહ્યો નહિ.
સાન્કો પાન્ઝાની વહુને પણ ખબર પડતા તે પોતાના ધણીની ખબર કાઢવા દોડી આવી. સાન્કોએ તેને પોતાને ટાપુની ગાદી ઉપર બેસાડવાના મળેલા વચનનો ઉલ્લેખ કર્યો, ત્યારે તે ભલી બાઈ બોલી “હે, તે ટાપુને ચાર પગ હોય છે કે છે? અને તેના ઉપર તમને તથા મને બેસાડશે, ત્યારે તે આપણ બંને ધિગાં માણસનું વજન ઊંચકીને ચાલી શકશે ખરું?”
- સાન્કોએ તે મૂરખીને ટાપુ શબ્દનો તથા ગાદી શબ્દનો અર્થ સમજાવ્યો; તથા જ્યારે બીજી ઉમરાવજાદીઓ તેને વંદન કરવા આવે, ત્યારે શું કરવું અને શું બોલવું તેનું શિક્ષણ આપવાનું ત્યાં ને ત્યાં શરૂ કર્યું.