________________
૧૦૨
ડૉન કિવકસોટ! ઘોડાને પણ જંગલમાં જંગલી પશુઓનો શિકાર થવા છૂટો મૂકવાની જરૂર નથી – હું પોતે પગે ચાલીને જઈશ તો બહુ વાર લાગશે; માટે હું તેને મારી સાથે જ લઈ જઈશ.”
ડૉન કિવસોટે કહ્યું, “તો હું હવે મારા હૃદયની બધી યાતના એક પત્રમાં લેડી ડુલસિનિયાને લખી જણાવું છું. જો તે મારી વફાદારી, મારી ભક્તિ અને મારા પ્રેમને મંજૂર રાખશે, તો તો તું અહીં પાછો આવીને મને ખબર આપીશ એટલે મારું તપ પૂરું થશે. પણ જો તે મારા પત્રનો કે તપનો કે વેદનાનો અસ્વીકાર કરશે –તેમને ફગાવી દેશે, તો પછી મારું તપ અહીં વધુ ઉત્કટતાથી ચાલુ રહેશે અને મારા પ્રાણ છૂટશે કે લેડી ડુલસિનિયાનું પથ્થર જેવું હદય પીગળશે, ત્યારે જ તેનો અંત આવશે.”
સાન્કોએ તરત કહ્યું કે, “સાથે સાથે ત્રણ ગધેડાં મને આપવાનો પત્ર પણ તમે તમારાં ભત્રીજી ઉપર લખી આપજો.”
ડૉન કિવકસોટે કહ્યું, “ઠીક ભાઈ, નાઈટ લોકો પોતાની લેડી ઉપરનો પત્ર પોતાને હાથે કદી લખતા નથી; અલબત્ત, લેડી ડુલસિનિયા ભણેલાં નથી, એટલે તે કાગળ મેં જાતે લખ્યો છે કે બીજા પાસે લખાવ્યો છે એ જાણી શકે નહિ; છતાં તારે એ કાગળ પાસેના ગામમાં જઈ કોઈ મહેતાજી પાસે બીજા કાગળ ઉપર લખાવી લેવો. બાર બાર વર્ષથી મેં લેડી ડુલસિનિયાને જોયાં છે તથા ઓળખ્યાં છે તથા ચાહ્યાં છે; પણ તેમને કદી ખબર પડવા દીધી નથી કે મેં તેમને જોયાં છે કે ચાહ્યાં છે. તેમને પત્ર તો કદી જ લખ્યો નથી. અલબત્ત, આખી જિંદગીમાં મેં તેમને ચાર જ વખત દૂરથી જોયાં છે–પાસે તો કદી ગયો નથી – તેમના પિતા લૉરેન્ઝો કોર્સીએલો અને તેમનાં માતા આલૉન્ઝા નોગલ્સ તેમને બહુ કડક ચોકીપહેરામાં રાખે છે. અને છતાં મેં મારા સમગ્ર પ્રાણ, સમગ્ર જીવન તેમને અર્પણ કરી દીધાં છે.”
સાન્કો હવે વચ્ચે જ બોલી ઊઠયો, “માલિક, ટૉબોસો ગામમાં પેલા ખેડૂત લૉરેન્ઝો કોઈંએલોની છોકરી પેલી આવ્હોન્ઝા લૉરેન્ઝો નામથી ઓળખાય છે, તેને જ તમે લેડી ડુલસિનિયા કહો છો? અરે એ ઊંચી લપડંગ છોકરીને માળા ઉપર ચડીને દૂરના મજૂરોને બૂમો પાડતી મેં