Book Title: Dhyanavichar
Author(s): Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલાં “નમસ્કાર–સ્વાધ્યાય માટે સામગ્રી એકત્ર કરતી વખતે સ્વર્ગસ્થ શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીને “ધ્યાન વિચારની હસ્ત–પત્ર પાટણ ના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન–મંદિરના ભંડારમાંથી ઉપલબ્ધ થઈ. તે જૈન પરંપરાના સંદર્ભમાં યાનના વિષયને સ્પષ્ટ કરવામાં નવી પ્રકાશ પાડનારી જણાતાં તેઓશ્રીએ આ પ્રત પ. પૂજ્ય મુનિશ્રી અંબૂવિજયજી મ. સા. ને બતાવી. તેના ફળ સ્વરૂપ પ. પૂજ્ય મુનિશ્રી અંબૂવિજયજી મહારાજ સાહેબે વિક્રમ સંવત ૨૦૧૬ ના “જૈન” પર્યુષણાંકમાં એક લેખ લખી આ “ધ્યાન વિચાર” ને એક અજોડ ગ્રંથ તરીકે જાહેર કર્યો. ત્યારબાદ જૈન સાહિત્ય વિકાસ મંડળે આ ગ્રંથને ગુજરાતી અનુવાદ સાથે “નમસ્કાર સ્વાધ્યાય” (પ્રાકૃત-વિભાગ) માં પ્રકાશિત કર્યા તથા તેની અમુક પ્રત સ્વતંત્ર પુસ્તિકા તરીકે મહામૃતપાસક પ. પૂ. મુનિરાજ જંબૂવિજયજી મહારાજ સાહેબની પ્રસ્તાવના સાથે પ્રચારાર્થે પ્રકાશિત કરી. તત્પશ્ચાત્ વિશેષ પ્રચારાર્થ હિન્દી અનુવાદ સાથે ઈ. સ. ૧૯૮૬માં તેનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું. ૨૪ પ્રકારના ધ્યાન દર્શાવતો આ અદ્ભૂત ગ્રંથ પ્રાપ્ત થયો ત્યારથી જ પ. પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રીભદ્રંકર વિજયજી ગણિવર તથા શેઠ શ્રી અમૃતલાલભાઈની ભાવના હતી કે તે ગ્રંથ વિશદ વિવેચન સાથે પ્રકાશિત થવો જોઈએ. પરંતુ કાર્યને ઉચિત ન્યાય આપી શકે તેવી સુયોગ્ય વ્યક્તિ આ કાર્ય માટે શોધવાનું સરળ ન હતું. છેવટે આ મહત્કાર્ય પ. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીજીએ પાર પાડવાનું સહર્ષ સ્વીકાર્યું. તેઓશ્રીના અથાક પ્રયાસથી જ પ્રસ્તુત વિવેચન તૈયાર થયું છે. સંજોગોવશાત્ પ્રકાશમાં વિલંબ થતું ગયો. પરંતુ આ સમયને સદઉપયોગ કરી પ. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજીએ વિવેચન વારંવાર મઠારીને ગ્રંથની ઉપયોગીતા અને વિવેચનથી વિશદતામાં અભિવૃદ્ધિ કરી છે. આ વિવેચન-ગ્રંથનું અવલોકન કરતાં વિવેચનકાર ગૂઢ વિષય ઉપર સરલ શૈલીમાં વિસ્તારપૂર્ણ વિવેચન તૈયાર કરવા ઉપરાંત પ્રસ્તાવનામાં ગ્રંથ-પરિચય તથા સંક્ષિપ્ત વિષય પ્રવેશ આપી ગ્રંથનો બોધ સુગમ બનાવવા માટે જે વિવિધ પ્રયત્ન કરવામાં આવ્યો છે, તે વાચકની હિતચિંતા લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. તેથી આ પ્રયત્નની જે અનુમોદના કરીએ તે ઓછી છે. સુદીર્ઘકાળ દરમ્યાન થયેલા સ્વાધ્યાય અને ચિંતનના પરિપાક રૂપે આવી જિનભક્તિ અને તત્વનિષ્ઠાથી અલંકૃત ઉત્તમ ગ્રંથ તૈયાર કરી આપવા માટે પ. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણ સૂરિજીના અત્યંત પ્રાણી છીએ. તેઓશ્રીએ અમને આપેલા સહયોગ અને માર્ગદર્શન માટે તેઓશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનથી પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી તથા ગ્રંથના પ્રયોજક સ્વર્ગસ્થ શેઠશ્રી અમૃતલાલભાઈની મનોકામના પરિપૂર્ણ થતાં અમે વિશેષ આનંદ અનુભવીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 384