Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01 Author(s): Bhadrankarsuri Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust View full book textPage 8
________________ સિદ્ધ થતી સુવિશુદ્ધ સામારી કિવા પરંપરા માર્ગનું પ્રતિપાદન કરવાનું છે. કપડું સીવનાર એક કારીગર દરજીને જેમ કપડું કાપ્યા વિના સીવી શકાતું નથી, તેમ ગ્રંથકાર મહારાજા, આ ગ્રંથમાં, ક્યાંક શંકા-સમાધાન કરતા, તો ક્યાંક ચર્ચા કરતા, ક્યાંક સત્યપક્ષનું સ્થાપના કરતા, તે ક્યાંક પરવાદિઓની અપ્રમાણિક માન્યતાઓનું ખંડન કરતા સારી રીતિએ જોવાય છે. આ પ્રમાણે યાવત્ પરમ આપ્તપુરૂષોની વચનમર્યાદામાં રહેલું તેઓશ્રીનું વિષયનિરૂપણ અખલિત પ્રવાહસ્વરૂપે વહેતું રહી પોતાના ધ્યેયસાગરમાં વિલીન થઈ જાય છે. ગ્રંથકારશ્રીને બોધ- આ ગ્રંથનું અવલોકન કરતાં એ સહજમાં માલુમ પડી જાય છે કે- ગ્રંથકાર મહારાજાને બોધ ઘણે વિશાળ હતો. વ્યાકરણ, તર્ક, ન્યાય, સાહિત્ય, પ્રકરણ આદિ દરેક વિષયના તલસ્પર્શી બેધ ઉપરાંત તેમના ઊંડા દાર્શનિક જ્ઞાનનો પણ આ ગ્રંથમાં ધોધ વહી રહ્યો છે, એમ કહીએ તે તે જરાયે ખેટું નથી. ગ્રંથકાર મહારાજે, એકલે હાથે આ એક જ ગ્રંથમાં શ્રી આચારાંગ આદિ અંગસૂત્ર, ઉવવાઈ- રાયપણી આદિ ઉપાંગસૂત્રો, નિશીથ-બૃહકલ્પાદિ છેદસૂત્રો, પચન્નાસૂત્ર, આવશ્યકાદિ મૂલસૂત્રો તથા નંદાદિસૂત્રો, ઉપરાન્ત શ્રી ધર્મબિન્દુ, બેડશક, અષ્ટકજી, ગદષ્ટિસમુચ્ચય, ગબિન્દુ, પંચાશક, ઉપદેશપદ, લલિતવિસ્તરા, પચવસ્તુ શાસ્ત્ર, વીતરાગતેત્ર, ધર્મરત્નપ્રકરણ, શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય આદિ પૂર્વાચાર્યોના અનેક મનનીય ગ્રંથને અને નિર્યુકિત, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અવસૂરિ, આદિ મોટા ભાગના શાસ્ત્રસમુદ્રને નિષ્કર્ષ આપેલ છે. ગ્રંથશૈલી– પૂ. પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ મહારાજે “શ્રાવકધર્મવિધિ પ્રકરણ લખેલું છે, એ સિવાય સાધુધર્મ ઉપરનાં પણ જુદાં જુદાં પ્રકરણ લખાયેલાં ઘણાં માલુમ પડે છે. પરંતુ ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ–ઉભયંનું એક કડીબદ્ધ અથથી ઇતિ સુધી નિરૂપણ કરવાની પહેલ, આપણે ભૂલતા ન હોઈએ તે પ્રાચીન યાકીનીમહત્તરાસૂનુ પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના “ધમંબિન્દુ' (પંચાશક) ગ્રંથમાં દષ્ટિગોચર થાય છે. તે પછી શાન્તિસૂરિજી મહારાજનું “ધર્મરત્નપ્રકરણ અને પૂ. કાલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રસૂરિજી મહારાજનું “ગશાસ્ત્ર’ આવે છે. સામાન્યતઃ જોતાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં એ જ મહાપુરૂષની શૈલિ અપને વેલી જણાય છે. તેઓશ્રીને ભાષા ઉપર કાબુ પણ ખરેખર દીલચસ્પ છે. માગદશન– વર્તમાનમાં “દેવદ્રવ્ય, “તિથિઆરાધન આદિ જે વિવાદાસ્પદ પ્રશ્નોથી શ્રીસંઘનું માનસ ડેલાતું દેખાય છે, તેને સ્થિર અને સ્વચ્છ રાખવા માટેનું સત્તાવાર માર્ગદર્શન આ ગ્રંથમાંથી પણ વાંચકોને નિઃસંદેહ મળી રહે છે. (૧) આરતી, પૂજ, સુપન અને ઉપધાનની માળ, વિગેરે બેલોની ઉપજ દેવદ્રવ્ય છે. બેલનારની ઈચ્છાનુસાર તે ગમે તે ખાતે લઈ જઈ શકાય નહિ દેવદ્રવ્ય- સ્કૂલે લેજે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 330