Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 7
________________ જૈનેતર ગૃહસ્થ સ્વજીવન જીવવાને જે નિશ્ચય કરે, તે જગતમાં આજે શક્તિનું સ્વર્ગ ઉતરી શકે તેવું છે, વર્તમાન યુગને આ જ ખરે નાગરીક ધર્મ અને જેઈએ, તે જયારે સમજશે, ત્યારે જ સ્વ અને પારને વિનાશની ગર્તામાં ફેંકી દેનારી હિંસા અને પરિગ્રહવાદ વગેરેની પાછળ આજે જે આંધળી દેટ મૂકાઈ છે, તેને અંત આવશે. પતિ-ધર્મ – યતિધર્મ બે પ્રકાર છે. એક સાપેક્ષ એટલે સ્થવિરકલ્પી, જે ગરછની મર્યાદામાં વર્તન હોય. બીજે નિરપેક્ષ એટલે જિનક૯પી આદિ, જે ગચ્છ આદિ કશાની અપેક્ષા ન રહેવાથી ગ્યતા પ્રાપ્ત કરીને કેવળ ઉત્સર્ગ માગે વર્તનારે હોય. જીવનપર્યત સંસારના સર્વ આરંભ, પરિગ્રહ, સ્ત્રીસંગ, વિગેરેને ત્યાગ કરીને સર્વથી અહિંસા આદિ મહાવતે અંગીકાર કરવા, તેનું નામ યતિ કિંવા સાધુધર્મ છે. જીવનસાધનાનું અહીં પૂર્ણવિરામ આવે છે. એનું બીજું નામ “સન્યાસ ગ” પણ છે. એના જેવું ભૂતપકારક, શાન્ત, દાન્ત અવશ્ય ગ્રાહ્ય બીજું એક પણ ઉત્તમ જીવન નથી. જેઓ આ જીવન સ્વીકારી કર્મ સામે સંગ્રામ માંડે છે અને તેને છેલ્લી લપડાક મારી હત–પ્રહત કરી નાખે છે, તેઓને આ સંસારના જન્મોજન્મના અતિ કઃ પરાભવ ભોગવવા પડતા નથી. મૂલ ગ્રંથના ત્રીજા અને ચોથા વિભાગોમાં ગ્રંથકારશ્રીએ છેવટના સારભૂત સુરાસુરાદિ વંદ્ય એવા આ યતિધર્મનું પ્રાયશ્ચિતાદિ સમગ્ર વિધિ સાથે વર્ણન કરેલું છે. આ ગ્રંથનું લેવર- આ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથને શબ્દદેહ મૂલ અને ટીકા ઉભયાત્મક છે અને તે ઉભયના રચયિતા ઉપાધ્યાયજી શ્રી માનવિજયજી ગણિવર પિતે જ છે, તેથી આ ગ્રંથ સપzવૃત્તિયુત શ્રી ધર્મસંહના નામે જ ઓળખાય છે તે યથાર્થ છે. આ ગ્રંથનું મૂલ સંસ્કૃત પદ્યમાં છે અને ટીકા સંસ્કૃત ગદ્યમાં છે. મૂલની એકંદર ગાથાઓ ૧૫૯ છે. જેમાં પહેલા બે વિભાગને આવરી લેતી ગાથાઓ ૭૦ છે. ભાષા સંસ્કૃત છતાં રેચક, સરલ અને પ્રસન્ન છે. શ્લોક પ્રમાણ- આખા ગ્રંથનું સૂત્ર તેમ જ વૃત્તિ સહિત અનુટુબમાં ગણાતું કપ્રમાણ ગ્રંથને અંતે ૧૪૬૦૨ આપેલું છે. તેને પહેલે ભાગ, કે જેમાં ગૃહસ્થના સામાન્ય અને વિશેષ ધર્મસ્વરૂપ બે અવાક્તર વિભાગે છે, તેનું એકંદર કપ્રમાણે તે ભાગની વૃત્તિને અંતે ૯૪૨૩નું લખેલું છે. આથી સમજી શકાશે કે ગૃહસ્થ ધર્મને આશ્રીને ઉત્તર વિભાગ કરતાં મૂળ ગાથાનું પ્રમાણ ઓછું રાખવા છતાં, ટીકા ગ્રંથનું પ્રમાણ ગ્રંથકારશ્રોએ દ્વિગુણથી પણ અધિક એવું ખાસું વિસ્તૃત બનાવેલું છે. વિષય નિરૂપણુ- આ ગ્રંથનું વિષયનિરૂપણ સ્વરૂપદર્શક છે. તે પોતાની સાથે વાચકને ઘણી ઘણી બાબતેની માહિતી અને ઉપદેશ આપતું જાય છે. તે ક્યાંય પણ અપતિકે અધિકૅક્તિ કરતું નથી. તેનું ધ્યેય આગમ, પંચાંગી અને તદનુસારી પૂર્વાચાર્યોની શાસ્ત્રવાણીથી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 330