Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01 Author(s): Bhadrankarsuri Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust View full book textPage 5
________________ શકાશે કે- આ ગ્રંથમાં તેઓશ્રીને કેટલો બધે કિંમતી ફાળો છે. ખુદ ગ્રંથકાર મહાત્મા પ્રશસ્તિના ૧૧-૧૨ મા કલાકમાં આ હકીક્તની ખૂબ કૃતજ્ઞતાપૂર્વક નેધ લેતાં જણાવે છે કે “જેમણે તર્ક, પ્રમાણ અને નય પ્રમુખ ગહન વિચારેનાં પણ સમર્થ વિવેચન કરીને શ્રી શ્રુતકેવલી આદિ પૂર્વ મુનિમહારાજાઓને યાદ કરાવ્યા છે, તે વાચકરાજ શ્રી યશોવિજયજી મહારાજે હારા ઉપર ઉપકાર કરી આ ગ્રંથનું પરિશુધન આદિ કરેલ છે. (૧૧)” “આ ગ્રંથમાં અતિ દુર્ગમ એવી પણ સાધુ અને શ્રાવક આદિને લગતી વિવિધ પ્રકારની સમાચારીઓનું આલેખન કરવામાં બાળકના જેવી મંદ ગતિવાળો પણ હું જે ગતિમાન- શક્તિમાન થઈ શક છું, તે તેમના હસ્તાવલંબન- ટેકાને જ આભારી છે. (૧૨)” આ ઉપરાંત વાચક શ્રી લાવણ્યવિજયજી એ પણ આ ગ્રંથનું સંશોધન કર્યું છે, તેને ઉલેખ પ્રશસ્તિના ૧૩ મા શ્લોકમાં ગ્રંથકારશ્રીએ કર્યો છે. ગ્રંથનિર્માણ શાથી થયું?– આપણે જોયું છે કે- પ્રૌઢ સાહિત્યસ્વામીએ સાહિત્યના રસથાળ જેમ સ્વયં ફૂરણાથી જનતાના ઉપકાર અર્થે પીરસે છે. તેમ કયારેક સ્વશિખ્યાદિની વિનંતી વિગેરે પ્રેરણા પામીને પણ ગ્રંથનિર્માણ કરે છે. પ્રસ્તુત ગ્રંથનિર્માણમાં પણ ગ્રંથકાર મહર્ષિ જેઓશ્રીની પ્રાર્થનાથી પ્રયત્નશીલ બન્યા; તેઓ અમદાવાદ નગરના હાજા પટેલની પોળમાં રહેતા વીશા શ્રીમાળી જ્ઞાતિના (વર્તમાન) શેઠ હતા, તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ, સુપ્રસિદ્ધ ધર્મનિષ્ઠ શેઠ માયાભાઈ સાંકલચંદના પૂર્વજ શેઠ શ્રી શાનિદાસ કે જેઓ મતિએ શેઠના પુત્ર હતા. આ પિતા-પુત્ર કેવા ધમષ્ઠ-ઉદારશાસનસેવી-તત્વવિલાસી મહાનુભા હતા, તેની પણ પ્રશસ્તિ ગ્રંથકારશ્રીએ કલેક ૧૫૧૬-૧૭-૧૮ માં બરાબર જ ગાયેલી છે. પ્રથમદર્શના લખનાર– જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને સાધે તે સાધુ. જ્ઞાનાદિક ગુણોની આરાધના માટે જેમ શમણે ગ્રંથરચના વિગેરે કરતા હતા, તેમ રચાયેલા ગ્રંથની પ્રથમ શુદ્ધ નકલ લખવાનું કાર્ય પણ તેઓ કરતા હતા અને તે પણ એક હેટું માનપ્રદ યાદગાર સેવાના કાર્ય તરીકે ગણાતું હતું. તેમને “પ્રથમાદશ? ના લેખક તરીકે ઉલ્લેખ કરાતું હતું. હોટે ભાગે આ સુયશના ભાગીદાર ગ્રંથરચયિતાના શિષ્ય અથવા નિકટવર્તી ભક્તજન બનતા હતા. આ મૂળ ગ્રંથના પ્રથમદર્શના લેખક મુનિ શ્રી કાતિવિજયજી ગણિવર હતા, જેઓ ગ્રંથકાર મહત્માના શિષ્ય હોવાનો પુરે સંભવ છે. ગ્રંથકારશ્રીએ આ હકીક્તની નોંધ પ્રશસ્તિના ૧૯માં લેકમાં કરી છે. ગ્રંથમાં કહેવાયેલી વસ્તુ – ગ્રંથકાર મહર્ષિએ વિષયપ્રતિપાદનની સરલતા માટે પ્રસ્તુત ગ્રંથને ચાર વિભાગોમાં વહેંચી નાખેલ છે, પહેલા વિભાગમાં ગૃહસ્થને સામાન્ય ધર્મ અને બીજા વિભાગમાં ગૃહસ્થને વિશેષ ધર્મ કહેવામાં આવ્યો છે, ત્રીજા વિભાગમાંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 330