Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 6
________________ ચૌદ મહાસ્વપ્નોનું જાણું છતાં અજાણ્યું સ્વરૂપ ! કોઈ પણ ચીજનો તાદેશ ચિતાર રજૂ કરવા બે શક્તિઓ સમર્થ સાબિત થતી હોય છે : અક્ષરાત્મક શબ્દચિત્રને બોલવા-લખવાના માધ્યમે કાગળ પર અથવા સભાસમક્ષ ઉપસાવવાની શક્તિ અને આકારાત્મક રેખાચિત્રને રંગ-પીંછીના માધ્યમે ચિત્રમાં ઉપસાવવાની શક્તિ ! આ બંને શક્તિઓ વધુ વધુ પુરુષાર્થથી સાધ્ય બનતી હોય છે અને પહેલી શક્તિ કરતાં બીજી શક્તિની અસરકારકતા કઈ ગણી વધુ હોવાથી જ શબ્દ કરતાં ચિત્રની અસર હજાર ગણી વધુ અંકાતી હોય છે. આ સંદર્ભમાં “ચૌદ મહાસ્વપ્ન ચિત્રાવલિ'ને અંતરના અભિનંદનથી અભિષેકવાનું દિલ રોકી શકાય એમ નથી, કેમ કે મુનિશ્રી હિતવિજયજીએ આમાં શબ્દચિત્ર અને રેખાચિત્રના માધ્યમે ચૌદ મહાસ્વપ્નોના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવાનો જે પ્રયાસ કર્યો છે, એની સફળતા પર હૈયું ઓવારી જાય છે. તારક તીર્થંકરદેવોની માતાને આવતાં ચૌદ મહાસ્વપ્નોથી જૈન જગત જેટલું પરિચિત છે એથી કઈ ગણું વધુ અપરિચિત એ ચૌદ મહાસ્વપ્નોના સાચા સ્વરૂપથી હોય તો નવાઈ નહિ ! પર્યુષણા મહાપર્વના દિવસોમાં ‘મહાવીર જન્મવાચન’ના અવસરે ચૌદ મહાસ્વપ્નોના પૂજ્યભાવે દર્શન કયા જૈને નહિ કર્યા હોય એ જ પ્રશ્ન છે. પરંતુ આ ‘ચિત્રાવલિ'ના પઠન-પાઠન પછી. તો એમ લાગ્યા વિના નહિ જ રહે કે મહાસ્વપ્નોનું આવું સ્વરૂપ તો આજે પહેલવહેલું જ જાણ્યું !આ રીતે સ્વપ્નોનું જાણું છતાં અજાણ્યું સ્વરૂપ આપણી આંખ અને આપણા અંતર સમક્ષ ઉપસાવવાનો ખૂબ ખૂબ શ્રમસાધ્ય પ્રયત્ન મુનિશ્રી હિતવિજયજીએ ચૌદ મહાસ્વપ્નોનું સ્વરૂપ દર્શાવતાં લખાણ દ્વારા કયો છે અને એથીય વધુ જહેમત એમણે ઝીણામાં ઝીણી બાબત અંગે માર્ગદર્શન આપવાપૂર્વક આર્ટિસ્ટશ્રી સંધવાણી દ્વારા ચૌદ મહાસ્વપ્નોનાં તાદેશ ચિત્રો તૈયાર કરાવવા પાછળ લીધી છે. આ રીતે શબ્દચિત્રો ને રેખાચિત્રોમાં એમણે પ્રાણ રેડવાનો જે પુરુષાર્થ કર્યો છે એથી જ બંને પ્રકારનાં ચિત્રો ખ બ ખૂબ સજીવન બની ચ ક્યાં છે એમ વાચકને લાગ્યા વિના નહિ રહે. આરંભેલા કાર્યને સાંગોપાંગ પૂરું કરવા અંગેની લગન, ધગશ અને જરાય કંટાળ્યા વિના એને વળગી રહેવાની નિષ્ઠા મુનિશ્રીની પ્રત્યેક વૃત્તિ-પ્રવૃત્તિમાં આગવી રીતે જોવા મળે છે. આ બાબતની પૂરી પ્રતીતિ કરાવતાં એમનાં અનેક પ્રકાશનો આપણી આંખ સામે છે. એમાંય એમનું આ પ્રકાશન તો જૈનજગતમાં આગવું સ્થાન-માન મેળવી જાય એમ છે, કેમ કે ચૌદ મહાસ્વપ્નો અંગે આવી રીતનાં તાદેશ ચિત્રો અને સ્વરૂપવર્ણન પહેલવહેલી વાર જ પ્રકાશિત થઈ રહેલ છે. આ ચિત્રોની જે વિશેષતા છે એ તો ચિત્રો જોવાથી જ અને વધુ તો પુસ્તકમાં ઠેર ઠેર રજુ થયેલી ‘વિશેષ નોંધ’ના વાચનથી જ જણાઈ આવશે. સ્વપ્નવર્ણન ઉપરાંત બીજી પણ કેટલીક પ્રેરક-બોધક અને જ્ઞાતવ્ય બાબતો આમાં સંગૃહીત હોવાથી આ પ્રકાશન વધુ ઉપયોગી અને ઉપકારક બની રહેશે એ નક્કી છે. ચૌદ મહાસ્વપ્નોના વર્ણનનું મહત્ત્વ કેટલું બધું છે, શ્રી ભદ્રબાહુસ્વામીજી જેવા મહાશાસ્ત્રકારે કેટકેટલાં વિશેષણોપૂર્વક સ્વપ્નવર્ણન કર્યું, એ વર્ણન પાછળનો હેતુ શો હોઈ શકે, આવી જિજ્ઞાસા માટે સચોટ સમાધાન આપી શકે એવી આ ‘ચિત્રાવલિ' પ્રકાશનનું હાર્દિક સ્વાગત ! શ્રાવણ સુદ ૧૦, તા. ૧૭-૮-૨૦૦૨ સાંચોરી જૈન ભવન, પાલિતાણા-૩૬૪ ૨૭૦ - આચાર્ય વિજય પૂર્ણચન્દ્રસૂરિ Jain Education International For Privater a mose Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48