Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 27
________________ ( ૯ ) કળશ નવમા સ્વપ્નમાં જોવાયેલો કળશ ઝળહળતી કાંતિવાળો છે . નિર્મળ જળથી સંપૂર્ણ ભરેલો છે તેથી મહામંગળકારી છે. એની ચારે બાજુ કમળો સ્થાપન કરવામાં આવેલાં છે. એનાથી એની શોભા વધી રહેલી છે. સર્વ પ્રકારનાં મંગળોને ભેગા થવા માટેના સંકેતના સ્થાનભૂત છે. ઉત્તમ રતનો વડે શોભતા રત્નમય વિકસિત કમળ ઉપર સ્થાપન કરવામાં આવેલો છે. અનુપમ શોભાવાળો છે અને તેજ:પુંજથી સર્વ દિશાઓને ઝળહળાવી રહેલો છે. ઉત્તમ લક્ષ્મીને મેળવી આપનારો છે. સર્વ પ્રકારનાં અમંગળોથી રહિત છે તેથી કલ્યાણકારી છે. સર્વ ઋતુઓનાં તાજાં ને સુગંધી ફૂલોથી ગૂંથેલી માળા એના કંઠમાં સ્થાપન કરવામાં આવેલી છે. વિશેષ નોંધ : સ્વપ્નમાં જોવામાં આવતો કળશ, કમળ ઉપર સ્થાપન કરવામાં આવેલો હોય છે. ' અને એના કંઠમાં ફૂલમાળા હોય છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં કળશને જોયેલો હોવાથી અરિહંત ધર્મરૂપી મહેલના શિખર ઉપર રહેનારા થાય છે. સર્વ જીવોની દયા એ જ સાચી દયા છે. કોઈ પણ જીવ આપણો શત્રુ નથી, સર્વ જીવો આપણા મિત્ર છે, માટે નાનામાં નાના જીવની પણ રક્ષા કરવાનો પ્રયત્ન કરવો જાણી જોઈને કોઈ પણ જીવને કદી પણ મરાય નહિ. હંમેશાં નીચે જોઈને ચાલવું માત્ર મનુષ્યની નહિ, સર્વ જીવોની દયા એ જ સાચી દયા છે. | બે પ્રકારની જીભ ! જીભ બે પ્રકારની છે : તોતડી ને તોછડી ! જીભનું તોતડાપણું દૂર કરવું એ આપણા હાથની વાત નથી, જ્યારે તોછડાપણું દૂર કરવું એ આપણા હાથની વાત છે. તોતડી જીભ પોતાના અંતરના ભાવોને જણાવવા નિષ્ફળ નીવડે છે, જ્યારે તોછડી જીભ કોઈના અંતરમાં વસવા નિષ્ફળ નીવડે છે. પહેલી નિષ્ફળતા નભાવી લેવાય એવી છે બીજી નિષ્ફળતા ક્ષત્ર નથી, કારણ કે એ ઉભયને અહિતકર્તા છે. આત્મકલ્યાણકારી સર્વ જિનાજ્ઞાઓ શ્રદ્ધાપૂર્વક સંપૂર્ણપણે માનવી અને યશાશક્તિ પાળવી તેમજ ઉપકારી જ્ઞાની ગુરુભગવંતોની જિનાજ્ઞા મુજબની આજ્ઞાઓ, મસ્તકે ચડાવવી - આ વિનયગુણને બતાવનારા આત્મહિતકર આચારો છે. ૨ ૫) Jain Education International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48