Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 33
________________ ૧૨ દેવવિમાન બારમા સ્વપ્નમાં જોવાયેલું દેવવિમાન અત્યંત ઝળહળતી કાંતિવાળું અને દેદીપ્યમાન શોભાવાળું છે. એની અંદર સુવર્ણથી બનાવેલા અને રત્નજડિત એવા એક હજા૨ ને આઠ થાંભલા છે. એનાથી એ શોભી રહેલું છે અને આકાશને પણ દીપાવી રહેલું છે. એની અંદ૨ સુવર્ણનાં પાંદડાં ઉપર સાચાં મોતી ભરાવેલાં છે, એનાથી એની કાંતિ ઝગમગી રહેલી છે. એની અંદર દિવ્ય અને દેદીપ્યમાન એવી ફૂલમાળાઓ પણ ભરાવવામાં આવી છે. એની અંદર જાતજાતનાં સુંદર ચિત્રો દોરેલાં છે એથી એની શોભા જોનારને અચરજ પમાડે એવી છે. એની અંદર ગંધર્વ દેવોનાં ગીતગાન ચાલી રહ્યાં છે તેમ જ જાતજાતનાં દિવ્ય વાજિંત્રો પણ વાગી રહ્યાં છે. એના નાદ વડે આ વિમાન સંપૂર્ણ ઘોષવાળું બનેલું છે. એની અંદર સતત દેવદુંદુભિ વાગી રહી છે. જળભરેલા વિશાળ વાદળાની ગર્જના જેવો મોટો અને ગંભીર એનો નાદ છે અને એ નાદ આખાય જીવલોકમાં સંભળાઈ રહ્યો છે. એની અંદર જાતજાતના ધૂપો કરાઈ રહ્યા છે. વળી એમાં જાતજાતનાં સુંગધી દ્રવ્યો પણ રહેલાં છે. એમાંથી મઘમઘતી સુવાસ ઊઠેલી છે અને એ વિમાનની અંદર અને બહાર સર્વત્ર ફેલાઈ રહેલી છે તેથી આ વિમાન અત્યંત મોહક બનેલું છે. પ્રકાશથી સદાય ઝળહળી રહેલું છે. સફેદ રંગનું હોવાથી સફેદ કાંતિવાળું છે. ઉત્તમ જાતિના દેવોના નિવાસથી સદાય શોભી રહેલું છે. વળી એ દેવો શાતાવેદનીય સુખને ભોગવનારા છે, એથી આ વિમાન મહામંગળને સૂચવનારું છે. શ્રેષ્ઠ વિમાનોમાં શ્વેત કમળની જેમ શોભી રહેલું છે. વિશેષ નોંધ : આ દેવવિમાન ખાલી હોતું નથી, પણ શાતાવેદનીય સુખનો અનુભવ કરી રહેલા ઉત્તમ જાતિના દેવોથી ભરેલું હોય છે, એથી જ મહામંગળકારી હોય છે. જે તીર્થંકરોનો આત્મા સ્વર્ગમાંથી આવે છે તે તીર્થંકરની માતા વિમાનને જુએ છે અને જે તીર્થંકરનો આત્મા નરકમાંથી આવે છે તે તીર્થંકરની માતા વિમાનના સ્થાને ભવનને જુએ છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં દેવવિમાન જોયેલું હોવાથી અરિહંત વૈમાનિક દેવોના પણ પૂજ્ય થાય છે. ૧. દૃષ્ટિથી જમીન તપાસીને પગ મુકાય, વસ્ત્રથી ગાળીને જળ પિવાય, સત્યથી પવિત્ર થયેલું વચન બોલાય અને મનથી પૂર્ણ વિચાર કરીને આચરણ કરાય. ૨. પાપ થાય એવું કમાવું, માદાં પડીએ એવું ખાવું, ને દેવું થાય એવું ખર્ચવું હિતાવહ નથી. Jain Education International ३१ For Private & Personal Use Only www.jainglibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48