Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 46
________________ ૧૪. મણિબંધથી (હાથના કાંડા પાસેથી) પિતાની રેખા નીકળે છે અને કરભથી (ટચલી આંગળી નીચેના હથેળીના બાહ્યભાગથી) વિભવ અને આયુષ્યની રેખાઓ નીકળે છે. આ ત્રણેય રેખાઓ તર્જની (પહેલી આંગળી) અને અંગુઠાની વચમાં જાય છે. આ ત્રણેય રેખાઓ જેની સંપૂર્ણ અને દોષરહિત હોય તેનાં ગોત્ર, ધન અને આયુષ્ય સંપૂર્ણ હોય છે. તે સિવાય અપૂર્ણ હોય છે. ૧૫. આયુષ્યરેખા જેટલી આંગળીઓ ઓળંગે તેટલી-તેટલી પચીસી(૨૫-૨૫ વર્ષ)નું આયુષ્ય જાણવું. ૧૬, અંગુઠાના મધ્યભાગમાં જવ હોય તો તે વિદ્યા, ખ્યાતિ અને વિભૂતિ સૂચવે છે. જમણા અંગુઠામાં જવ હોય તો તે શુક્લપક્ષમાં જન્મ સૂચવે છે. ૧૭. લાલ નેત્રોવાળા માણસને સ્ત્રી કદી છોડતી નથી. સુવર્ણ જેવા પીળા નેત્રોવાળા માણસને ધન કદી છોડતું નથી. લાંબા હાથવાળા માણસને ઐશ્વર્ય (મોટાપણું) કદી છોડતું નથી. જેનું આખું શરીર હૃષ્ટપુષ્ટ હોય તેને સુખ કદી છોડતું નથી. ૧૮. જેની આંખો ચીકાશવાળી હોય તે સારા ભાગ્યવાળો હોય છે. જેના દાંત ચીકાશવાળા હોય તેને હંમેશાં ભોજન મળે છે. જેનું આખું શરીર કાંતિવાળું હોય તે હંમેશાં સુખી હોય છે. જેના પગ કાંતિવાળા હોય તેને હંમેશાં વાહન મળે છે. તે ૧૯. જેની છાતી વિશાળ હોય તે ધનધાન્યનો ભોગી હોય છે. જેનું મસ્તક વિશાળ હોય તે શ્રેષ્ઠ રાજા થાય છે. જેની કેડ વિશાળ હોય તે બહુ પત્ની અને બહુ પુત્રોવાળો થાય છે. જેના પગ વિશાળ હોય તે હંમેશાં સુખી થાય છે. ( ત્રિશલા માતાને ઉત્તમ ગર્ભના પ્રભાવે ઉત્પન્ન થયેલા દોહદો (મનોરથો) ) ૧. હું અમારિ પટહ વગડાવું. (૪. હું જિનેશ્વરદેવની પૂજા રચાવું. હું દાન આપું. ૫. હું સંઘનું વાત્સલ્ય કરું, હું સુગુરુઓની પૂજા. રચાવું | બહુ પ્રકારે ઉત્સવ કરું. જે ૩. | ૬ હું સિંહાસન ઉપર બેસીને મારા મસ્તક ઉપર છત્ર ધારણ કરાવું, બે બાજુ ઉજ્વળ ચામર વીંઝાવું, હું આજ્ઞાવડે ઈશ્વરપણાનો સારી રીતે અનુભવ કરું, અર્થાત સર્વત્ર મારી આણ પ્રવર્તાવું, સર્વ રાજાઓનાં મસ્તકોને મારાં ચરણોમાં નમાવરાવું અને એમના મુગટના મણિથી મારા પાદપીઠને ઝળહળતું બનાવું. | ૭. હું હાથીના મસ્તક ઉપર બેસું, ધજાપતાકા ફરકાવું, વિવિધ વાજિત્રોના નાદથી સર્વ દિશાઓને ભરી દઉં, સઘળોય લોક મારી સ્તુતિ (પ્રશંસા) કરે અને મારો જયજયકાર કરે. એનાથી પ્રસન્ન થયેલા ચિત્તવાળી હું નિર્દોષ (પાપરહિત) એવી ઉદ્યાનક્રીડા કરું. જ્ઞાનની આશાતનાથી બચો ! હાથની આંગળીને મુખના થુંકવાળી કરીને પુસ્તકનાં પાનાં ફેરવવાથી જ્ઞાનની આશાતના થાય છે. જ્ઞાનની આશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનાવરણીય કર્મ જીવને અનેક ભવો સુધી મૂર્ખ દશામાં રાખે છે. S૪૪ Jain Education international For Private canal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48