Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 45
________________ માનવ-શરીરનાં લક્ષણો ૧. મુખ એ શરીરનો અર્ધભાગ છે અથવા તો આખા શરીરમાં મુખ જ મુખ્ય છે. મુખમાં પણ શ્રેષ્ઠ નાસિકા છે અને નાસિકાથી પણ શ્રેષ્ઠ નેત્રો છે. ૨. માણસનાં નેત્રો જેવાં હોય તેવું તેનું શીલ(આચરણ) હોય અર્થાતુ નેત્રો સારા ગુણવાળા હોય તો આચરણ સારું હોય છે અને દોષવાળાં કે કુલક્ષણવાળાં હોય તો ખરાબ આચરણ હોય છે. ૩. માણસની નાસિકા જેવી હોય છે તેવી તેનામાં સરળતા હોય અર્થાત્ નાસિકા સરળ હોય તો સરળપણું અને વક્ર હોય તો વક્રપણું હોય છે. ૪. માણસનું રૂપ જેવું હોય તેવું તેનું ધન હોય. રૂપ જેમ જેમ અધિક તેમ તેમ ધન વધુ હોય છે. ૫. જેવું જેનું શીલ(આચરણ) હોય તેવા તેનામાં ગુણો હોય અર્થાત્ જેમ જેમ આચરણ સારું તેમ તેમ ગુણો અધિક હોય છે. ૬. અતિશય ઠીંગણા, અતિશય ઊંચા, અતિશય જાડા, અતિશય પાતળા તથા અતિશય કાળા અને અતિશય ગોરા - આ છ પ્રકારના માણસો સત્ત્વશાળી હોય છે. (એમનામાં રહેલું સત્ત્વ અવસરે જણાય છે.) ૭. જે માણસ સારા ધર્મવાળો, સારા ભાગ્યવાળો, નીરોગી, સારાં સ્વપ્નોવાળો, સારા નય (ન્યાય-નીતિ)વાળો અને કવિ હોય તે સ્વર્ગમાંથી આવેલો હોય છે અને અહીંથી મરીને પણ સ્વર્ગમાં જનારો હોય છે. ૮. જે માણસ દંભ વગરનો, દયાળુ, દાની, ઇન્દ્રિયોનું દમન કરનારો અર્થાત્ ઇન્દ્રિયોને સંયમમાં (કાબુમાં) રાખનારો, ચતુર ને સરળસ્વભાવી હોય તે માણસ મનુષ્યગતિમાંથી આવેલો હોય છે અને અહીંથી મરીને પણ મનુષ્યગતિમાં જનારો હોય છે. ૯. જે માણસ માયાવી, લોભી, ભૂખાળવો, આળસુ અને ઘણો આહાર કરનારો હોય તે તિર્યંચગતિમાંથી આવેલો હોય છે અને અહીંથી મરીને પણ તિર્યંચગતિમાં જનારો હોય છે. ૧૦. જે માણસ અતિશય રાગી, સ્વજનોનો દ્વેષ કરનારો, ખરાબ વાણી બોલનારો અને મૂર્ખની સોબત કરનારો હોય તે નરકગતિમાંથી આવેલો હોય છે અને અહીંથી મરીને પણ નરકગતિમાં જનારો હોય છે. ૧૧. શરીરના જમણા અંગમાં જમણું આવર્ત (ગોળાકાર રેખા-વર્તુળ) શુભસૂચક, ડાબા અંગમાં ડાબું આવર્ત અતિનિઘ અને મધ્યભાગમાં રહેલું આવર્ણ મધ્યમ ફળ આપનારું હોય છે. ૧૨. જે માણસની હથેળીમાં બિલકુલ રેખા ન હોય અથવા ઘણી વધારે રેખાઓ હોય તે માણસ અલ્પાયુષી, નિર્ધન અને દુ:ખી હોય છે. ૧૩. જે માણસની અનામિકા આંગળીની ઉપરની છેલ્લી રેખાથી ટચલી આંગળી ઊંચી હોય તે માણસ ધનવાન અને વિશાળ માતૃપક્ષ(મોસાળ)વાળો હોય છે. (૪૩) Jain Education International

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48