Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 44
________________ ܠܢ ૧૪. જે માણસ સ્વપ્નમાં પોતાને પ્રભુપ્રતિમાની યાત્રા કરતો, પ્રક્ષાલ કરતો, ભેટણું ધરતો કે પૂજા કરતો જુએ છે એની ચારે તરફથી વૃદ્ધિ થાય છે. ૧૫. જે માણસ સ્વપ્નમાં પોતાના હૃદયરૂપી સરોવરમાં કમળો ઊગેલાં જુએ છે તે માણસ કોઢિયો થઈને તરત જ મરણ પામે છે. ૧૬. જે માણસ સ્વપ્નમાં પોતાને ઘણું ઘી મેળવતો જુએ છે તે માણસ યશસ્વી બને છે. કોઈ માણસ પોતાને ખીરની સાથે ઘીનું ભોજન કરતો જુએ તો તે સ્વપ્ન પણ તેને સારું ફળ આપનારું બને છે. ૧૭. જે માણસ સ્વપ્નમાં પોતાને હસતો જુએ છે તેને તરત જ શોક આવી પડે છે. જે પોતાને નાચતો જુએ છે તેને વધ અને બંધન આવી પડે છે અને જે પોતાને ભણતો જુએ છે તેને ક્લેશ થાય છે. ૧૮. કાળી ગાય, કાળો ઘોડો, કાળો રાજા, કાળો હાથી અને પ્રભુની કાળી પ્રતિમા આટલી કાળી વસ્તુઓને છોડીને સ્વપ્નમાં જોવાયેલી બધી જ કાળી વસ્તુઓ અશુભ ફળ આપનારી બને છે. મુખ્યત્વે કપાસ અને લવણને છોડીને સ્વપ્નમાં જોવાયેલી સર્વ સફેદ વસ્તુઓ શુભ ફળ આપનારી બને છે. ૧૯. જે સ્વપ્ન પોતાની જાત માટે જોવાયેલું હોય તે જ સ્વપ્ન પોતાને શુભ કે અશુભ ફળ આપનારું બને છે, પરંતુ જે સ્વપ્ન બીજાની બાબતમાં જોવાયેલું હોય તે સ્વપ્ન જેની બાબતમાં જોવાયેલું હોય તે જ માણસને શુભ કે અશુભ ફળ આપનારું બને છે. તેમાં પોતાને કોઈ લાભ-હાનિ હોતી નથી. ૨૦. ખરાબ સ્વપ્ન જોયા પછી જે માણસ દેવ-ગુરુની પૂજા અને યથાશક્તિ તપ કરવા લાગી જાય છે તેમ જ ધર્મકાર્યોમાં સદા તત્પર બની જાય છે તેનું ખરાબ સ્વપ્ન પણ સારા સ્વપ્નમાં ફેરવાઈ જાય છે. આગમમાં પણ કહ્યું છે કે – P ૧. જે સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં એક મોટા ખીરના ઘડાને કે દહીંના ઘડાને કે ઘીના ઘડાને કે મધના ઘડાને જુએ છે, ઉપાડે છે અને મેં ઉપાડ્યો એમ માને છે તે તરતજ બોધ પામે છે અને તે જ ભવમાં મુક્તિમાં જાય છે. ૨. જે સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં એક મોટા હિરણ્ય(રૂપા)ના ઢગલાને કે રત્નના ઢગલાને કે સુવર્ણના ઢગલાને કે વજ્રના ઢગલાને જુએ છે, દુઃખે કરીને ઉપાડે છે અને મેં દુઃખે કરીને ઉપાડ્યો એમ માને છે તે પણ તરત જ બોધ પામે છે અને તે જ ભવમાં મુક્તિમાં જાય છે. ૩. જે સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં લોઢાના ઢગલાને કે તગ૨(એક ધાતુ)ના ઢગલાને કે રૂપાના ઢગલાને કે ત્રાંબાના ઢગલાને કે સીસાના ઢગલાને જુએ છે તે માણસ પણ તરત જ બોધ પામે છે, પરંતુ બીજા ભવે મુક્તિમાં જાય છે. સ્વપ્નશાસ્ત્ર સ્વપ્નશાસ્ત્રમાં ૪૨ સ્વપ્નો સામાન્ય ફળવાળાં અને ૩૦ સ્વપ્નો ઉત્તમ ફળવાળાં કહ્યાં છે. સર્વ મળીને ૭૨ સ્વપ્નો કહેલાં છે. ૧. અરિહંતની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ, અરિહંત કે ચક્રવર્તી કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્તમ ફળવાળાં ત્રીસ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગે છે. ૨. વાસુદેવો માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે વાસુદેવોની માતાઓ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ સાત મહાસ્વપ્નો જોઈને જાગે છે. ૩. બળદેવો માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે બળદેવોની માતાઓ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્નો જોઈને જાગે છે. ૪. દેશનો અધિપતિ એવો માંડલિક રાજા માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે માંડલિક રાજાની માતા ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન જોઈને જાગે છે. Main Education International (૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48