Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 42
________________ સ્વપ્નશાસ્ત્ર મહાન યશ ધરાવતા અરિહંતો જે રાત્રિએ માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે, તે રાત્રિએ સર્વ તીર્થકરોની માતાઓ ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગે છે. સ્વલક્ષણ પાઠકો સિદ્ધાર્થ રાજાની સમક્ષ સ્વપ્નશાસ્ત્ર ઉચ્ચારતાં કહે છે કે – માણસને નવ પ્રકારે સ્વપ્ન આવે છે : ૧. પૂર્વ અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં દેખાય, ૨. પૂર્વ સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં દેખાય, ૩. પૂર્વે જોયેલી વસ્તુ સ્વપ્નમાં દેખાય, ૪. પ્રકૃતિ (વાત-પિત્ત-કફ)ના વિકારથી સ્વપ્ન જોવામાં આવે, ૫. સ્વપ્નો જોવાના પોતાના સ્વભાવને કારણે સ્વપ્ન જોવામાં આવે, ૬ , મનમાં ચિંતાઓની હારમાળા ચાલતી હોય એના કારણે સ્વપ્ન જોવામાં આવે, ૭. કોઈને પ્રતિબોધ (ધર્મ) પમાડવા માટે દેવતા દ્વારા સ્વપ્ન દેખાડવામાં આવે, ૮. ધર્મકાર્યના પ્રભાવથી સ્વપ્ન જોવામાં આવે અને ૯ પાપનો ઉદય થવાનો હોય એ કારણથી સ્વપ્ન જોવામાં આવે – આમ નવ પ્રકારે આવેલાં સ્વપ્નોમાંથી પ્રથમ છ પ્રકારે આવેલાં સ્વપ્નો શુભ હોય કે અશુભ હોય – એ સર્વ સ્વપ્નો નિરર્થક છે અર્થાત એનું કાંઈ પણ ફળ મળતું નથી. રાત્રિના કયા પહોરે આવેલું સ્વપ્ન કેટલા સમયે ફળે ? – - રાત્રિના પ્રથમ પહોરે આવેલું સ્વપ્ન બાર માસે ફળે, બીજા પહોરે આવેલું સ્વપ્ન છ માસે ફળે, ત્રીજા પહોરે આવેલું સ્વપ્ન ત્રણ માસે ફળે ને ચોથા પહોરે આવેલું સ્વપ્ન એક મહિને ફળ આપનારું બને છે. રાત્રિ પૂરી થવાને બે ઘડી (૪૮ મિનિટ)ની વાર હોય ત્યારે આવેલું સ્વપ્ન દસ દિવસમાં ફળે છે અને સૂર્યોદય સમયે જોવામાં આવેલું સ્વપ્ન નક્કી તે જ દિવસે ફળે છે. દિવસે જોવામાં આવેલી સ્વપ્નોની હારમાળા તથા આધિ(માનસિક ચિંતા), વ્યાધિ(રોગ)થી ઉત્પન્ન થયેલું સ્વપ્ન અને મળ-મૂત્રાદિક રોકાઈ જવાથી ઉત્પન્ન થયેલી પીડાને કારણે આવેલું સ્વપ્ન – આ સર્વ સ્વપ્નો નિરર્થક હોય છે, એનું કાંઈ પણ ફળ હોતું નથી. - જેને સારું કે ખરાબ સ્વપ્ન આવ્યું હોય તેણે શું કરવું જોઈએ ? ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો તે કોઈને પણ કહેવું નહિ. સારું સ્વપ્ન આવ્યું હોય તો તે ગુરુ આદિ યોગ્ય વ્યક્તિને સંભળાવવું. જો સાંભળનાર કોઈ યોગ્ય વ્યક્તિ ન મળે તો છેવટે ગાયના કાનમાં કહેવું. પણ અયોગ્યને સંભળાવવું નહિ, સારું (ઇસ્ટ) ફળ આપનારું સ્વપ્ન જોયા પછી સૂઈ જવું નહિ, સૂઈ જવાથી એનું ફળ નાશ પામે છે, માટે સારું સ્વપ્ન જોયા પછી બાકીની રાત્રિ જાગતા રહીને દેવ-ગુરુના ગુણગાનમાં જ પસાર કરવી જોઈએ. ખરાબ (અનિષ્ટ) ફળ આપનારું સ્વપ્ન જોયા પછી સૂઈ જવું જોઈએ અને તે કોઈને પણ કહેવું નહિ. આથી તે ફળ આપનારું બની શકતું નથી. | ખરાબ સ્વપ્ન જોયા પછી સૂઈ ગયેલા માણસને સારું સ્વપ્ન આવે તો પાછળથી જોયેલું સારું સ્વપ્ન જ એને ઇષ્ટ ફળ આપનારું બને છે, પણ પૂર્વે જોયેલું ખરાબ સ્વપ્ન ફળ આપનારું બની શકતું નથી. એવી જ રીતે સારું સ્વપ્ન જોયા પછી સૂઈ ગયેલા માણસને ખરાબ સ્વપ્ન આવે તો પાછળથી જોયેલું ખરાબ સ્વપ્ન જ એને અનિષ્ટ ફળ આપનારું બને છે, પણ પૂર્વે જોયેલું સારું સ્વપ્ન ઇષ્ટ ફળ આપનારું બની શક્યું નથી. S૪૦૮) For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48