Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 43
________________ કેવા માણસને આવેલું સ્વપ્ન ફળે ? જે માણસ હંમેશાં ધર્મકાર્યોમાં તત્પર હોય, સમ ધાતુવાળો હોય, સ્થિર ચિત્તવાળો હોય, જિતેન્દ્રિય હોય અને દયાળુ હોય - પ્રાય: આવા માણસને આવેલું સ્વપ્ન એના ઇચ્છિત ફળને સાધી આપનારું બને છે. | માણસને કેવું સ્વપ્ન આવે તો એનું ફળ કેવું મળે ? ૧. જે માણસ સ્વપ્નમાં પોતાને સિંહ, ઘોડો, હાથી, બળદ કે સિંહણથી જોડાયેલા રથમાં બેસીને જતો જુએ તે માણસ રાજા. થાય છે. - ૨. જે માણસ સ્વપ્નમાં ઘોડો, હાથી, વાહન, આસન, ઘર અને વસ્ત્ર આદિ પોતાની વસ્તુઓનું અપહરણ થતું (ચોરી થતી) જુએ છે તે માણસ ઉપર રાજાને શંકા ઉત્પન્ન થાય છે, એને શોક આવી પડે છે, પોતાના બંધુઓની સાથે વિરોધ થાય છે અને એના ધનની પણ હાનિ થાય છે. ૩, જે માણસ સ્વપ્નમાં પોતાને સૂર્ય-ચંદ્રના સંપૂર્ણ બિંબને ગળી જતો જુએ છે તે માણસ ભલે દીન હોય તોપણ સમુદ્ર પર્વતની અને સુવર્ણ સહિતની પૃથ્વીને ધારણ કરનારો અર્થાત મોટો રાજા બને છે. i ૪. જે માણસ સ્વપ્નમાં પોતાનાં શસ્ત્ર, ઘરેણું , મણિ અને મોતીની તથા સોનું, રૂપું અને એ સિવાયની બીજી કોઈ પણ ધાતુની ચોરી થતી જુએ છે એના ધન અને માનની હાનિ થાય છે અને એનું દારુણ મરણ થાય છે. | ૫. જે માણસ સ્વપ્નમાં પોતાને સફેદ હાથી ઉપર બેઠેલો અને નદી કિનારે ચોખાનું ભોજન કરતો જુએ છે તે માણસ હીન જાતિનો હોય તોપણ ધર્મરૂપી ધનવાળો થઈને સમગ્ર પૃથ્વીને ભોગવનારો અર્થાત મોટો રાજા થાય છે. આ ૬. જે માણસ સ્વપ્નમાં પોતાની પત્નીનું હરણ થતું જુએ છે તેના ધનનો નાશ થાય છે, એનો પરાભવ થાય છે અને એને ક્લેશ પણ થાય છે. | ૭. જે માણસ સ્વપ્નમાં પોતાના ગોત્રની સ્ત્રીઓનું હરણ થતું જુએ છે તે માણસના બંધુઓનો વધુ થાય છે અથવા એમને બંધન(જેલ) થાય છે. | ૮. જે માણસ સ્વપ્નમાં પોતાની ભુ જા (હાથ) ઉપર સફેદ સર્પને ડંખ મારતો જુએ છે તેને પાંચ દિવસમાં એક હજાર સોનામહોર મળે છે. ૯, જે માણસ સ્વપ્નમાં પોતાની પથારી, પલંગ, અને પગરખાંનું હરણ થતું જુએ છે તે માણસની પત્ની મરણ પામે છે અને તે પોતે પણ પોતાના શરીરે ગાઢ પીડા ભોગવે છે. ૧૦. જે માણસ સ્વપ્નમાં પોતાને મનુષ્યના મસ્તકનું ભક્ષણ કરતો જુએ છે તેને રાજ્ય મળે છે, ચરણનું ભક્ષણ કરતો જુએ છે તેને હજાર સોનામહોર મળે છે અને ભુજાનું ભક્ષણ કરતો જુએ છે. તેને પાંચસો સોનામહોર મળે છે. ૧૧. જે માણસ સ્વપ્નમાં પોતાના ઘરના દ્વારની ભોગળ, પથારી, પલંગ, હીંડોળો, પાદુકા (પગરખાં) અને ઘરને ભાંગી જતું જુએ છે તેની પત્ની મરણ પામે છે. | ૧૨. જે માણસ સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, જળથી સંપૂર્ણ ભરેલી નદીને અને મિત્રના મરણને જુએ છે તે નિમિત્ત વિના પણ ઘણું ધન મેળવે છે. ૧૩. જે માણસ સ્વપ્નમાં અતિશય તપેલું તથા છાણ અને ઔષધિ વડે ડોળું થયેલું પાણી પીતો પોતાને જુએ છે તે નક્કી અતિસાર(ઝાડા)ના રોગથી મરણ પામે છે. Jain Education International For we & Personal use only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48