Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 41
________________ અથવા ૧. જે પુરુષના જન્મ સમયે ત્રણ ગ્રહ ઉચ્ચના હોય તે રાજા થાય છે. ૨. પાંચ ગ્રહ ઉચ્ચના હોય તે અર્ધચક્રવતી અર્થાત વાસુદેવ થાય છે. ] ૩. છ ગ્રહ ઉચ્ચના હોય તે ચક્રવતી થાય છે. ૪. સાત ગ્રહ ઉચ્ચના હોય તે ધર્મચક્રવતી અર્થાત તીર્થંકર થાય છે. આમ સાતેય ગ્રહો ઉચ્ચના હોય ત્યારે જ તીર્થંકરદેવોનો જન્મ થાય છે. આ પ્રમાણે ઉચ્ચસ્થાનમાં રહેલા ગ્રહોની સાથે ચંદ્રનો ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં યોગ પ્રાપ્ત થયો ત્યારે, સર્વ દિશાઓ સૌમ્ય બની હતી એટલે ધૂળ અને એવી બીજી વસ્તુઓની વૃષ્ટિ વગેરેથી રહિત બની હતી, તેમ જ અત્યંત નિર્મળ અને પ્રસન્ન બની હતી. વળી પ્રભુના જન્મ સમયે ઉદ્યોત થતો હોવાથી પ્રકાશવાળી બની હતી તેમ જ દિગુદાહ વગેરેના અભાવથી વિશુદ્ધ બની હતી. કોયલ, ઘુવડ, દુર્ગા વગેરે પક્ષીઓ ‘જય જય’ એવો મંગળકારી શબ્દ બોલી રહ્યાં હતાં. દક્ષિણાવર્ત, અનુકૂળ, સુગંધી, શીતળપણાને કારણે સુખકારી અને ભૂમિને સ્પશીને જનારો મંદ મંદ વાયુ વાઈ રહ્યો હતો. નવાં ઉગેલાં સર્વ પ્રકારનાં ધાન્યોથી પૃથ્વી ભરપૂર બની હતી. સુકાળ વતી રહ્યો હતો. રોગાદિ સર્વ પ્રકારના ઉપદ્રવોનો અભાવ હતો. આમ સર્વ પ્રકારની અનુકૂળતા થવાથી દેશવાસી લોકો અત્યંત હર્ષ પામીને વસન્તોત્સવ આદિ જાતજાતની ઉદ્યાનક્રીડા કરી રહ્યા હતા. આવાં આનંદમંગળના સમયે, મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચંદ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થયો ત્યારે તંદુરસ્ત શરીરવાળાં અને કોઈપણ જાતની પીડા વગરનાં ત્રિશલામાતાએ, તંદુરસ્ત શરીરવાળા અને કોઈ પણ જાતની પીડા વગરના અત્યંત સુકોમળ અને | સર્વાંગસુંદર એવા પુત્રરત્ન શ્રી વીર પ્રભુને સુખપૂર્વક જન્મ આપ્યો. | કલ્યાણ કે શ્રી તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે તીર્થંકરનામકર્મના અચિંત્ય પ્રભાવથી ઇન્દ્રાદિકનાં પર્વત જેવાં નિશ્ચલ સિંહાસનો પણ ચલિત થઈ જાય છે. સિંહાસનો ચલિત થવાથી તેમને પ્રભુનો જન્મ થયાની જાણ થાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ (મોક્ષ) - આ પાંચેય પ્રસંગો જગતના જીવોનું કલ્યાણ કરનારા હોવાથી આ પાંચેય પ્રસંગોને ‘કલ્યાણક’ કહેવાય છે. ‘કલ્યાણક’ શબ્દ એક માત્ર તીર્થંકર પરમાત્માના જીવનના - આ પાંચ પ્રસંગોને માટે જ વપરાય છે. Jain Education International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48