Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 39
________________ સુપનની નજીક એક જ બોલીનો આદેશ મેળવનાર બે-ચાર પુણ્યશાળીઓ જ આવતા હોવાથી ત્યાં જરાય ભીડ થતી નથી. એથી સંઘના સર્વ ભાઈ-બહેનો ઠીકઠીક સમય સુધી ઝુલતાં રહેતાં સર્વ સુપનોનાં દર્શન નિરંતરાયપણે કરી શકે છે ને બોલીઓ અંગેનાં સર્વ પુણ્યકાર્યોને પણ સારી રીતે જોઈ શકે છે. આથી સભાજનોનો રસ ને હર્ષોલ્લાસ આદિથી અંત સુધી સારી રીતે જળવાઈ રહે છે. - તા.ક. પર્યુષણ મહાપર્વના આ દિવસે મોડું થવાના કારણે રાત્રિભોજનના દોષનું સેવન કોઈનેય ન થાય તે માટે બોલીઓ બોલવાના સમયની મર્યાદા બાંધીને આ માંગલિક પુણ્યપ્રસંગની પૂર્ણાહુતિ સાવધાન રહીને સવેળા કરવા યોગ્ય છે. | સુપનોની બોલીનું દ્રવ્ય દેવદ્રવ્ય છે ! ( પ્રશ્ન : શ્રી તીર્થંકર પરમાત્માની માતાને ચૌદ મહાસ્વપ્નો આવ્યાં ત્યારે ભગવાન તો ગૃહસ્થ હતા તો સુપન નિમિત્તે બોલાતું દ્રવ્ય દેવદ્રવ્ય કેમ કહેવાય ? ઉત્તર : ભગવાન માતાના ગર્ભમાં આવે ત્યારથી જ પ્રદેશોદયથી તીર્થંકર નામકર્મનો ઉદય હોવાથી ભગવાન છે. માટે જ ચ્યવનકલ્યાણકની ઊજવણી તરીકે ઇન્દ્ર મહારાજા. દેવલોકમાં બેઠાં બેઠાં જયારે અવધિજ્ઞાનથી ભગવાનને માતાના ગર્ભમાં આવેલા જુએ છે ત્યારે તેમને ભગવાન તરીકે જ માને છે અને સિંહાસન પરથી ઊઠી, પગમાંથી મોજડીઓ ઉતારી, તેમની સામે ૭ ૮ ડગલાં જાય છે ને ખેસ ધારણ કરીને ‘નમુત્યુ |’ સ્તોત્ર વડે તેમની સ્તવના કરે છે. પણ ખાસ સમજવા જેવી વાત એ છે કે તીર્થંકર પરમાત્મા અને ચક્રવતી જયારે માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે જેમ તીર્થંકરની માતા ચૌદ મહાસ્વપ્નો જુએ છે તેમ ચક્રવતીની માતા પણ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. આમ છતાં ચક્રવતીની માતાને આવેલાં ચૌદ મહાસ્વપ્નોની બોલીઓ બોલાતી નથી, પણ તીર્થકરની માતાને આવેલાં ચૌદ મહાસ્વપ્નોની બોલીઓ જ બોલાય છે એમાં કારણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેની ભક્તિ જ છે. સુપનની બોલીઓ ભગવાનની ભક્તિ નિમિત્તે બોલાય છે. ભગવાનની ભક્તિ નિમિત્તે બોલાતી બોલીઓનું દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે. જેમ તીર્થંકર પરમાત્માની ભક્તિ નિમિત્તે બોલાતી પ્રક્ષાલ, પૂજા આદિ બોલીઓનું દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે તેમ તીર્થંકરની ભક્તિ નિમિત્તે બોલાતી સુપનોની બોલીઓનું દ્રવ્ય પણ દેવદ્રવ્ય જ કહેવાય. જે દ્રવ્ય જે આશયથી ઉત્પન્ન કરવામાં આવેલું હોય તે આશય પોષાવો જ જોઈએ. માટે દેવદ્રવ્યનો ઉપયોગ ભગવાનની ભક્તિ સ્વરૂપ જીર્ણોદ્ધાર આદિમાં થાય. | તા.ક. ગજા ઉપરાંતની મોટી મોટી બોલીઓ બોલાય અને ઘણા લાંબા કાળ સુધી બોલીનું દ્રવ્ય ભરી કરી શકાય નહિ એવી પરિસ્થિતિ સંઘ માટે અને બોલી બોલનાર માટે પણ હિતાવહ નથી. | ચંચળ લક્ષ્મીનો તેમજ ક્ષણભંગૂર આયુષ્યનો પણ ભરોસો નહિ હોવાથી બોલીનું દ્રવ્ય તે જ વખતે તરત જ ભરપાઈ કરી દેવું હિતાવહ છે. માંડવગઢના મંત્રીશ્વર પેથડશાહે પ૬ ધડી. સુવર્ણ બોલી ઇન્દ્રમાળ પહેરીને ગિરનારજી તીર્થને દિગંબરોના હાથમાં જતું બચાવ્યું. તીર્થરક્ષાની ખુશાલીમાં જ ધડી સુવર્ણ યાચકોને દાનમાં આપ્યું. Jain Education International

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48