Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 37
________________ ૧૪) નિર્ધમ અગ્નિ ચૌદમા સ્વપ્નમાં જોવાયેલા નિર્ધમ અગ્નિમાં ઘણા મોટા પ્રમાણમાં ઉજ્જ્વળ ઘી અને પીળું મધ ચારે બાજુએથી છાંટવામાં આવી રહ્યું છે એથી એની જ્વાળાઓ ધુમાડા વગરની છે. એ જ્વાળાઓ ઊંચે બળી રહી છે અને એમાંથી ધગ ધગ એવો અવાજ નીકળી રહ્યો છે એથી આ અગ્નિ ઘણો પ્રકાશમાન અને મનોહર લાગે છે. આ અગ્નિની એક જ્વાળા ઊંચી છે તો બીજી એના કરતાં પણ ઊંચી છે અને ત્રીજી વળી એના કરતાંય ઊંચી છે. વળી એક જ્વાળા બીજી જ્વાળામાં અને બીજી જ્વાળા ત્રીજી જ્વાળામાં પ્રવેશેલી છે. આમ અનુક્રમે ઊંચી ઊંચી અને એકબીજીની અંદર પ્રવેશેલી એવી એની જ્વાળાઓ છે. વળી એ જ્વાળાઓ આકાશ સુધી ઊંચે બળી રહેલી છે. DIMPES વિશેષ નોંધ ઃ સ્વપ્નમાં જોવામાં આવતો અગ્નિ નિધૂમ હોય છે. એની અંદર મોટા પ્રમાણમાં છંટાઈ રહેલાં ઘી આદિ દ્રવ્યોને કારણે જ એ ધુમાડા વગરનો બનેલો હોય છે. નિર્ધમ અગ્નિ જ મંગળકારી હોય છે. સ્વપ્નો ચૌદની સંખ્યામાં જોવાયેલાં હોવાથી અરિહંત પરમાત્મા ચૌદ રાજલોકના અગ્રભાગ ઉપર રહેનારા થાય છે અર્થાત્ મોક્ષગામી થાય છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં નિર્ધમ અગ્નિને જોયેલો હોવાથી અરિહંત ભવ્યાત્માઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનારા થાય છે. વૃક્ષવૃત્તિ ! વૃક્ષો પોતે તડકામાં ઊભાં રહીને પણ બીજાને છાંયો આપે છે. વૃક્ષો પોતાનાં ફળો પોતે ખાતાં નથી. એઓનાં ફળો પણ બીજાને માટે જ હોય છે. તેથી વૃક્ષો સજ્જનતાનું પ્રતીક છે. પુણ્યોદયે આપણને મળેલી ભૌતિક સંપત્તિ આપણે પોતે જ ભોગવીએ એમાં એની સાર્થકતા નથી, પણ એ પરાર્થે ખરચાય, પરોપકાર માટે વપરાય એમાં જ એની સાર્થકતા છે એવો હિતકર બોધ વૃક્ષો દ્વારા આપણને મળે છે. વૃક્ષવૃત્તિ સદા આદરણીય છે. Jain Education International ૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48