Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૧૦) પદ્મસરોવર * દસમા સ્વપ્નમાં જોવાયેલા પદ્મસરોવરમાં ઊગેલાં મોટાં કમળો, ઉદય પામતી સૂર્યનાં કિરણો વડે વિકસી રહેલાં છે. એ કમળોની સુવાસથી પાસરોવરનું પાણી સુવાસિત બનેલું છે અને એ કમળોની પરાગ એના પાણીમાં ભળવાથી એનું પાણી કંઈક લાલ-પીળા રંગવાળું બનેલું છે. એની અંદર રહેલાં માછલાં, મગરમચ્છ વગેરે જળચર જીવો એમાં દોડાદોડી, ક્રીડા ને કલ્લોલ કરી રહ્યાં છે. એ ૫00 જોજન પહોળું છે અને ૧૦૦૦ જો જન લાંબું છે . પદ્મો, કુમુદો, રાતાં કમળો , હજાર પાંખડીવાળા મહાપધો અને સફેદ કમળો-આવાં જાતજાતનાં કમળો એમાં ઊગેલાં છે અને એ બધાંની ઘણી મોટી શોભા એમાં ફેલાઈ રહેલી છે, તેથી આ પધસરોવર અત્યંત ઝળહળાયમાન થઈ રહ્યું છે અને મનને આનંદ પમાડે એવી અનુપમ શોભાવાળું બનેલું છે. એની અંદર ઊગેલાં કમળોની સુવાસ દૂર સુધી ફેલાયેલી છે. એ મોહક સુવાસથી આકર્ષાઈને પદ્મસરોવર તરફ દોડી આવેલા અને આવું સુંદર સ્થાન પ્રાપ્ત થવાથી આનંદમાં આવી ગયેલા ઘણા ભમરાઓ પુષ્પાસનો આસ્વાદ માણી રહ્યા છે. એમાં કમલિનીઓનાં પાંદડાં નીલરત્નની જેમ શોભે છે અને એના ઉપર ઊડીને પડેલાં સ્વચ્છ જળનાં બિંદુઓ મોતીની જેમ શોભે છે. આ પદ્મસરોવર લોકોનાં હૃદય અને નેત્રોને પ્રિય લાગે એવું છે. અને સર્વ સરોવરોમાં પૂજનીય છે. co સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં પદ્મસરોવરને જોયેલું હોવાથી અરિહંત, દેવતાઓએ સંચારેલાં કમળો ઉપર ચાલનારા થાય છે. તીર્થકરોની કાયા ૧. તીર્થકરોની કાયા પ્રસ્વેદ, મેલ અને રોગાદિથી રહિત હોય છે. એમનો શ્વાસવાય સુગંધી હોય છે અને એમના શરીરનાં લોહી-માંસ ગાયના દૂધ જેવા સફેદ હોય છે. ૨. તીર્થકરો પોતાના અંગુલના માપથી ૧૨૦ આંગળ ઊંચા હોય છે. તીર્થકર સિવાયના ઉત્તમ પુરુષો ૧૦૮ આગળ, મધ્યમ પુરુષો ૯૬ આંગળ અને હીન પુરુષો ૮૪ આંગળ ઊંચા હોય છે. Jain Education International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48