Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 23
________________ ૮) ધ્વજ આઠમા સ્વપ્નમાં જોવાયેલો ધ્વજ સુવર્ણના બનાવેલા દંડની ટોચ ઉપર સ્થાપન કરેલો છે. પંચવણ, મનોહર, સુકોમળ અને હવાથી ફરકતાં મોરપીંછાઓ વડે કરાયેલા કેશવાળો છે, તેથી આ ધ્વજ અત્યંત શોભી રહેલો છે. ધ્વજ ઉપર સફે દ ને સુંદર સિંહ ચિતરેલો છે. હવાથી ધ્વજ ફરકી રહ્યો છે એથી એમાં ચિતરેલો સિંહ વારંવાર આકાશ તરફ ઉછળતો દેખાય છે. એથી એ પોતાના મોટા પરાક્રમ વડે આકાશને ફાડી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હોય એવો ભાસ જોનારાઓને થાય છે. આ ધ્વજ બહુ મોટો છે અને લોકોને જોયા જ કરવાનું મન થાય એવો સુંદર છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં ધ્વજને જોયેલો હોવાથી અરિહંત ધર્મરૂપી ધ્વજથી વિભૂષિત થાય છે. ગુણ અને દોષ ગુણ એ આપણા જીવનનું ધર્મધન છે. એને સાચવી રાખવું જોઈએ. એને બદલે આપણે સત્સંગનો ત્યાગ કરી, કુસંગમાં પડીને આપણા ધર્મધનને લૂંટાવા દઇએ છીએ. I એટલે એ ગુણરૂપી ખજાનો ખાલી થઈ જાય છે. દોષ એ આપણા જીવનમાં જામેલો ઉકરડો છે. આ ઉકરડો કોઈ જોઈ ન જાય, કદાચ કોઈના જોવામાં આવી જાય તો એમાંથી એ થોડો પણ કચરો ઉઠાવી ન જાય એની આપણે તીવ્ર તકેદારી રાખીએ છીએ. એથી આપણા જીવનમાં દોષોનો ઉકરડો વધતો જ રહે છે. જે ચીજને આપણે સાચવીએ એમાં નિત્ય વધારો થાય અને જે ચીજને લૂંટાવા દઈએ એમાં નિત્ય ઘટાડો થાય. આપણને આપણા આત્માની શ્રીમંતાઈ ઉપર અણગમો છે ને ગરીબી ઉપર ગમો છે ! ટકોર અને ટક ટક ! અવસર જોઈને વિવેકપૂર્વક કહેવાય એનું નામ ટકોર ! અવસર જોયા વિના ગમે ત્યારે ગમે તેને ગમે તેમ કહી દેવાય એનું નામ ટક ટક ! ટકોર માણસને ચકોર બનાવે છે, જ્યારે ટક ટક માણસને નઠોર બનાવે છે ! માતા પર સ્નેહ ! માતા સ્તનપાન કરાવતી હોય ત્યાં સુધી પશુઓ, પત્ની મળે ત્યાં સુધી અધમ પુરુષો, માતા ઘરકામ કરતી હોય ત્યાં સુધી મધ્યમ પુરુષો અને માતાને તીર્થ સમાન માનીને | ઉત્તમ પુરુષો જીવનપર્યત માતા ઉપર સ્નેહ રાખે છે. Jain Education International For Private Personal use only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48