Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 21
________________ ' (૭) સૂર્ય સાતમા સ્વપ્નમાં જોવાયેલો સૂર્ય અંધકારને ભેદી નાખનારો છે. તેજ વડે ઝળહળતું એનું રૂપ છે. લોકોની આંખોને આંજી નાખે એવા પ્રચંડ પ્રકાશવાળો છે. ઉદય પામી રહેલો હોવાથી લાલાશવાળો છે. કમળોનાં વનોને વિકસાવીને એને સુશોભિત બનાવી દેનારો છે. મેષ, વૃષભ વગેરે બારેય રાશિઓમાં સંક્રમણ કરીને જ્યોતિષના લક્ષણને જણાવનારો છે. આકાશના દીપક સમાન છે. પોતાનાં તેજસ્વી કિરણો વડે બરફના પહાડને ઓગાળી નાખનારો છે. ગ્રહ, નક્ષત્ર અને તારાઓનો સ્વામી છે. રાત્રિનો વિનાશક છે. ઉદય અને અસ્ત સમયે એક એક મુહૂર્ત સુધી સુખપૂર્વક જોઈ શકાય એવા સૌમ્ય રૂપને ધારણ કરનારો છે અને બાકીના સમયે દુ:ખપૂર્વક જોઈ શકાય એવા પ્રચંડ રૂપને ધારણ કરનારો છે. ચોર, જા૨ જેવા પાપીઓની પાપ-પ્રવૃત્તિને રોકી દેનારો છે. પોતાના તાપ વડે ઠંડીથી ધ્રુજતા લોકોની ઠંડીને ઉડાડી દેનારો છે. મેરુ પર્વતની આસપાસ ફર્યા કરનારો છે. હજાર કિરણોવાળો છે. ચંદ્ર, નક્ષત્ર અને તારાને નિસ્તેજ બનાવી દેનારો છે. વિશેષ નોંધ : સૂર્યનું વિમાન બાદર પૃથ્વીકાય જીવોનું બનેલું છે. એ જીવો સ્વભાવથી શીતળ છે, તેથી જાતે તપતા નહિ હોવા છતાં આતપનામકર્મના ઉદયથી આખા જગતને તપાવે છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં સૂર્યને જોયેલો હોવાથી અરિહંત ભામંડલથી | ભૂષિત થાય છે. મહાવીર જયંતી’ એમ લખાય પણ નહિ અને બોલાય પણ નહિ. ચૈત્ર સુદ ૧૩ના દિવસને ‘મહાવીર જન્મકલ્યાણકદિન' કહેવાય. પર્યુષણના પાંચમા દિવસને “મહાવીરજન્મવાચનદિન’ કહેવાય. આ બંને દિવસને “મહાવીર જયંતી” કહેવાય જ નહિ. સામાન્ય માણસ માટે વપરાતો ‘જયંતી’ શબ્દ તીર્થંકર પરમાત્મા જેવા લોકોત્તર મહાપુરુષ માટે | વપરાય જ નહિ. મહાવીર જયંતી’ એમ લખવાથી અને બોલવાથી શ્રી મહાવીર પ્રભુની આશાતના થાય છે. આપણે આશાતનાથી બચવું જોઈએ. Jain Education Interna For Private & Personal use only www.alnelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48