Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 11
________________ (૨) વૃષભ * બીજા સ્વપ્નમાં જોવાયેલો વૃષભ સફેદ રંગનો છે. એની ઉજ્વળ કાયામાંથી ઝગારા મારતો સફેદ કાંતિનો પુંજ નીકળી રહ્યો છે. એ દશેય દિશાઓમાં ફેલાઈ રહ્યો છે, તેથી આ વૃષભ દશેય દિશાઓને ઝળહળાવી રહેલો છે. એની ખૂંધ દેદીપ્યમાન, દેખાવડી અને રમણીય છે. એના શરીર પરની રુવાંટી બારીક, નિર્મળ અને સુકોમળ છે. એના શરીરનાં સર્વ અવયવો મજબૂત છે, સારી રીતે બંધાયેલાં છે, પુષ્ટ છે, મનોહર છે, યથાસ્થાને ગોઠવાયેલાં છે, તેથી તેનો દેહ અત્યંત શોભી રહેલો છે. એનાં બે શીંગડાં મજબૂત છે, ગોળાકાર છે, ઉત્તમ છે, તેલ ચોપડેલાં છે અને અણીદાર છે તેથી શોભી રહેલાં છે. એનું મન ક્રૂરતા વગરનું હોવાથી સૌમ્ય છે અને જોયા જ કરવાનું મન થાય એવું છે તેથી આ વૃષભ ઉપદ્રવોને હરનારો છે. એના દાંત નાના-મોટા નહિ, પણ એકસરખા છે, સરખી રીતે ગોઠવાયેલા છે અને દૂધ જેવા સફેદ છે તેથી શોભી રહેલા છે. ઘણા બધા ગુણોને મેળવી આપે એવા મંગળોને આમંત્રણ આપનારો છે. વિશેષ નોંધ : વૃષભને વૃષભ જ કહેવાય, બળદ કહેવાય નહિ. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં વૃષભને જોયેલો હોવાથી અરિહંત ભરતક્ષેત્રમાં બોધિબીજને વાવનારા થાય છે. - ૩૨ લક્ષણો પુરુષ નખ, ચરણ, હસ્ત, જીભ, હોઠ, તાલ અને આંખના ખૂણા – આ સાત જેના લાલ હોય; કેડ, છાતી, ડોક, નાસિકા, નખ, અને મુખ - આ છે જેના ઉન્નત હોય; દાંત, ચામડી, વાળ, આંગળીનાં ટેરવાં અને નખ – આ પાંચ જેના પાતળાં હોય; નેત્ર, છાતી, નાસિકા, હનુ અને ભુજા – આ પાંચ જેના લાંબાં હોય; કપાળ, છાતી અને વદન આ ત્રણ જેના પહોળાં હોય; ડોક, જંઘા અને મેહન (પુરુષ ચિહ્ન) – આ ત્રણ જેના નાનાં હોય; સત્ત્વ, સ્વર અને નાભિ - આ ત્રણ જેના ગંભીર હોય તેવો પુરષ ૩૨ લક્ષણો કહેવાય છે. - ૩૨ લક્ષણો પુરુષ (બીજી રીતે) છત્ર, કમળ, ધનુષ, રથ, વજ , કૂર્મ, અંકુશ, વાપી, સ્વસ્તિક, તો ૨ણ, સરોવર, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કળશ, પ્રાસાદ, મત્સ્ય, યવ, યૂપ, સૂપ, કમંડલુ , પર્વત, ચામર, દર્પણ, વૃષભ, પતાકા, અભિષેક કરાતી લક્ષ્મી, પુષ્પમાળા અને મોર – જે પુરુષના હાથ-પગના તળિયામાં આવાં ચિહ્નો હોય તેવો પુરુષ ૩૨ લક્ષણો કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48