Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ ' (૧) હાથી ચૌદેય મહાસ્વપ્નો પોતપોતાના સ્વાભાવિક પૂર્ણસ્વરૂપમાં રહેલાં હોય એ રીતે જોવાયેલાં હોવાથી કલ્યાણકારી છે અને મહામંગળકારી ફળને આપનારાં છે. - શાસ્ત્રીય વર્ણનને નજર સામે રાખીને ચોદેય મહાસ્વપ્નોનાં ચિત્રો પણ, એ બધા પોતપોતાના સ્વાભાવિક પૂર્ણ સ્વરૂપમાં રહેલાં હોય એ રીતે દોરાવવાનો શક્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. - કેટલાંક સ્વપ્નો અંગે તે તે સ્વપ્નના વર્ણનની નીચે જે વિશેષ નોંધ મૂકવામાં આવી છે તે સ્વપ્નોના આકાર બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. | સ્વપ્નોનું પણ એક શાસ્ત્ર છે અને સ્વપ્નમાં જોવાયેલી વસ્તુના રંગઢંગ આદિના આધારે મળનારાં વિશિષ્ટ ફળોનું વર્ણન કરનારું પણ એક શાસ્ત્ર જોવા મળે છે. શાસ્ત્રોમાં ચૌદ મહાસ્વપ્નોનું વર્ણન ઘણાં વિશેષણો મૂકીને વિસ્તારપૂર્વક એટલા માટે કરવામાં આવ્યું છે કે પ્રત્યેક વિશેષણનો એક વિશિષ્ટ અર્થ હોય છે અર્થાત પ્રત્યેક વિશેષણ તીર્થંકરદેવમાં થનારી વિશેષતાને સૂચવનારું હોય છે. પ્રથમ સ્વપ્નમાં જોવાયેલો હાથી ચાર દાંતવાળો છે. દૂધ જેવા સફેદ રંગનો છે. મોટા વાદળા જેવી વિશાળ કાયાવાળો છે. તે હાથીનાં બંને લમણાંમાંથી સુગંધીદાર મદજળ ઝરી રહ્યું છે. એ મદજળની ખુશબો વડે એનાં બંને લમણાં સુગંધીદાર બનેલાં છે અને એની ચારે તરફ પ્રસરી રહેલી સુવાસથી આકર્ષાઈને, સુગંધવાળાં બીજાં બધાં સ્થાનોને પડતાં મૂકીને ત્યાંથી દોડી આવેલા ભમરાઓનાં ટોળેટોળાં એ હાથીનાં બંને લમણાં ઉપર આસક્ત થઈને એની આસપાસ ભમી રહેલાં છે. એનું શરીર શક્રેન્દ્રના ઐરાવણ હાથી જેવું સુશોભિત છે. ગજશાસ્ત્રમાં ઉત્તમ હાથીના શરીરનાં જે જે ઉત્તમ લક્ષણો બતાવેલાં છે એ સર્વ ઉત્તમ લક્ષણોથી એનું શરીર શોભી રહેલું છે, તેથી તે હાથી સપ્રમાણ અને શ્રેષ્ઠ શરીરવાળો છે. જળથી સંપૂર્ણ ભરેલાં વિશાળ વાદળોના જેવી ગંભીર અને મનોહર ગર્જના કરી રહેલો છે. વિશેષ નોંધ : સ્વપ્નમાં જોવામાં આવતો હાથી ચાર દાંતવાળો હોય છે. સ્વપ્ન ફળ : અરિહંતની માતાએ સ્વપ્નમાં ચાર દાંતવાળા હાથીને જોયેલો હોવાથી અરિહંત દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મને કહેનારા થાય છે. ગજવૃત્તિ : ભદ્ર, મંદ, મૃગ, મિશ્ન- હાથીની આ ચાર જાતિ છે. હાથી સ્વમાની પ્રાણી છે . મહાવત જયારે પ્રેમથી ખાવા માટે આગ્રહ કરે છે ત્યારે જ ખાય છે. હાથી સ્વમસ્તીમાં જ મસ્ત હોય છે ને મંદ મંદ ગતિએ ચાલ્યો જતો હોય છે. એ જ્યારે ચાલ્યો જતો હોય છે ત્યારે પાછળ કૂતરાં ભસતાં હોય, બાળકો કિકિયારી કરતાં હોય તો પણ એ જાણે ઉદાસીનભાવમાં જ હોય છે. ઉત્તમ પુરુષો હાથી જેવા ગુણવાળા હોય છે. ઉત્તમ પુરુષોની હાથી જેવી વૃત્તિ ગજવૃત્તિ કહેવાય છે. ગજવૃત્તિ સદા આદરણીય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48