Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 15
________________ ૪ શ્રીદેવી ચોથા સ્વપ્નમાં જોવાયેલી શ્રીદેવી પદ્મસરોવરમાં ઊગેલાં બીજાં ૧ કરોડ, ૨૦ લાખ, ૫૦ હજા૨, ૧૧૯ કમળોથી પરિવરેલા એવા એક મુખ્ય કમળ ઉ૫૨ નિવાસ કરી રહેલી છે. એ ભવ્ય કમળનું સ્વરૂપ નીચે મુજબ છે : – આ ભરતક્ષેત્રના છેડે હિમવંત નામનો એક મોટો અને સુવર્ણમય પર્વત છે. એની ટોચ ઉપર ૫૦૦ જોજન પહોળું અને ૧૦૦૦ જોજન લાંબું પદ્મ નામનું એક મોટું સરોવર છે. આ સરોવરના મધ્યભાગમાં એક મોટું કમળ છે. આ કમળ ઉપર શ્રીદેવીનું મંદિર છે. એ મંદિરના મધ્યભાગમાં એક મણિમય ચોરસ વેદિકા અર્થાત્ ઓટલો છે. એ ઓટલા ઉપર એક મનોહર અને મુલાયમ શય્યા છે. એ શય્યા ઉપર શ્રીદેવી બેઠેલી છે. શ્રીદેવી જે કમળ ઉપર રહેલી છે એ મુખ્ય કમળની ફરતે એક પછી એક કમળોનાં બનેલાં છ કુંડાળાં છે. મુખ્ય કમળને અડીને રહેલા પહેલા કુંડાળામાં ૧૦૮ કમળો છે અને એમાં શ્રીદેવીનાં ઘરેણાં ભરેલાં છે. બીજા કુંડાળામાં ૩૪૦૧૧ કમળો છે અને એમાં શ્રીદેવીના સામાનિક દેવો, ગુરુસ્થાનીય દેવો, મિત્રસ્થાનીય દેવો, કિંકરસ્થાનીય દેવો અને શ્રીદેવીની સાત પ્રકારની સેનાના સાત સેનાપતિઓનો નિવાસ છે. ત્રીજા કુંડાળામાં ૧૬૦૦૦ કમળો છે અને એમાં શ્રીદેવીના ૧૬૦૦૦ અંગરક્ષક દેવોનો નિવાસ છે. ચોથા કુંડાળામાં ૩૨ લાખ કમળો છે અને એમાં ૩૨ લાખ આભિયોગિક(સેવક) દેવોનો નિવાસ છે. પાંચમા કુંડાળામાં ૪૦ લાખ કમળો છે અને એમાં ૪૦ લાખ આભિયોગિક દેવોનો નિવાસ છે. છેલ્લા છઠ્ઠા કુંડાળામાં ૪૮ લાખ કમળો છે અને એમાં ૪૮ લાખ આભિયોગિક દેવોનો નિવાસ છે. આ પ્રમાણે મૂળ કમળ સહિત સર્વ કમળોની સંખ્યા ૧ કરોડ, ૨૦ લાખ, ૫૦ હજાર, ૧૨૦ની છે. એમાંના મુખ્ય કમળ ઉપર અત્યંત મોહક રૂપવાળી અને ચાર હાથવાળી શ્રીદેવી રહેલી છે. તેણે પોતાનાં સર્વ અંગોપાંગોમાં સુવર્ણથી બનેલાં અને રત્નજડિત ઘરેણાં પહેરેલાં છે. તેણે પોતાના બે હાથમાં પુષ્પો ગ્રહણ કરેલાં છે અને એક હાથમાં પંખો ધારણ કરેલો છે. શ્રીદેવીની આજુબાજુ બે હાથીઓ રહેલા છે અને તે બંને હાથીઓ સૂંઢમાં જળ ભરીને શ્રીદેવી ઉપર અભિષેક કરી રહ્યા છે. વિશેષ નોંધ : શ્રીદેવીનું આ ચિત્ર શાસ્ત્રીય યથાશક્ચ વર્ણન મુજબનું છે. અહીં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે કમળોનાં બનેલાં છ કુંડાળાં સહિતના જે મુખ્ય કમળ ઉપર શ્રીદેવી નિવાસ કરી રહેલી છે તે ભવ્ય કમળ પૃથ્વીકાય સ્વરૂપ છે, પણ વનસ્પતિકાય સ્વરૂપ નથી. અહીં મુખ્ય કમળ ઉપર નિવાસ કરી રહેલી શ્રીદેવીનું જ ચિત્ર આપ્યું છે. છ કુંડાળાં સાથેના શ્રીદેવીના સંપૂર્ણ ચિત્ર માટે જુઓ પૃ. ૨૨-૨૩ સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં શ્રીદેવીને જોયેલી હોવાથી અરિહંત વાર્ષિક દાન આપીને તીર્થંકરની લક્ષ્મીને ભોગવનારા થાય છે. Jain Education International ૧૩ For Private & Personal Use Only www.jainlitrary orna

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48