Book Title: Buddhiprabha 1964 09 SrNo 58
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 39
________________ ગો મ્ય (સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ. ના વિવિધ ગ્રંથાની સંકલિત ગદ્ય કટાર ) જોગી અને જમાના આ જમાનામાં સંકુચિત દૃષ્ટિનું રાજ્ય ચાલવાનું નથી. જ્ઞાનના જમાનામાં તે વિશાળ દૃષ્ટિનુ રાજ્ય પ્રવર્તે છે. જૈનો જમાનાને અનુસરી જૈનાગમાને અવિધી એવી વિશાળ સૃષ્ટિને ધારણ કરશે તો ઉત્ક્રાન્તિના જમાનામાં અન્યધર્મી પ્રજાઓની સાથે સ્પર્ધામાં ટકી શકશે, અન્યથા જૈનના વ્યવહાર તથા ધાર્મિક અભ્યુદયને સંભવ નથી.... જૈન શાસનની ઉન્નતિ થવાની જ છે એમ મનમાં વિચારીને જૈનધમની ઉન્નતિના ઉપાય આદરવામાં જરા માત્ર પણ પ્રમાદ કરવા જોઇએ નહિ. જૈન શાસનની જેના હૃદયમાં દાઝ છે એવા જૈનાએ ગમે તેવા મતભેદે છતાં સંપ ધારણ કરીને ધમ કાર્ય કરવાં જ જોઇએ. અંદર અંદરના કલહથી જૈને જૈન શાસનરૂપ ગાયને થાય તેવી પ્રમાદ દશાથી પ્રવૃત્તિ કરે તે ખરેખર તે જૈન શાસનના નાશનું પાપ કરનારા ગણાય એમ માની શકાય. ધાત જૈન શાસનરૂપ ગાયતુ જે જૈને રક્ષણ કરે છે તેએ સુખ સપાને પામે છે. ભિન્ન ભિન્ન ગચ્છના જૈનાએ સર્વ સાધારણ જૈન શાસનની ઉન્નતિના ધમકામાં એક થવું જોઈ એ. સાધારણ ઉન્નતિના કાર્યોમાં એક થઈને જૈન શાસનની ઉન્નતિ કરવા કૃક્રિ ચૂકવું નહિ. જૈન શાસનની ઉન્નતિમાં તકરારી વિષયને આડા ધરવે નહિ.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96