Book Title: Buddhiprabha 1964 09 SrNo 58
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 76
________________ સહકાર આ યુગને જીવન મંત્ર છે ” આ સંસ્થા સમાજ અને સહકાર આ શ્રી જૈન વેતામ્બર કેન્ફરન્સ જૈન સમાજની કેન્દ્રસ્થ સંસ્થા છે. સમાજના અનેક પ્રકારના પ્રશ્નો ઉપર તેની સહાય માંગવામાં આવે છે, તેની સલાહ લેવામાં આવે છે અને તેની પાસેથી વિગતો માંગવામાં આવે છે. આપણી છૂટી છવાઈ વિખરાઈ ગયેલી શક્તિઓને એકત્રીત કરી સમાજને મધ્યબિંદુ રાખી કેન્ફરન્સની વ્યાસપીઠ ઉપર કાર્યો કરવામાં આવે તો જૈન સમાજની સ્થિતિ વધુ ગૌરવભરી બની શકે. કેન્ફરન્સ જેવી સમાજ સેવાને વરેલી માટી સંસ્થાએ ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ જ ઝડપથી પોતાની કાર્ય પ્રવૃત્તિને વિસ્તારવી જોઈએ; ત્યારે સંનિષ્ટ કાર્યકરો એછા થતા દેખાય છે. કોઈપણ જાહેર સંસ્થા ત્યારેજ પ્રવૃત્તિશીલ બની શકે કે જયારે એ સમાજ કે વર્ગને માટે કામ કરવા ઊભી થઇ હોય તે સમાજ કે વગ તરફથી એને બધી રીતે પૂર્ણ સાથ અને સહકાર હંમેશને માટે મળતું રહે. સમાજને સાથ અને સહકાર એટલે એના ઊચી શક્તિ અને સમજ ધરાવતાં નિઃસ્વાર્થ અને સેવા પરાયણ આગેવાનોને સંસ્થા સાથે ઘનિષ્ઠ સંબંધ. આ સંબંધ કેન્ફરન્સને મળે તે પોતાના ધ્યેયમાં અવશ્ય મહત્વના કાર્યો હાથ ધરી શકે. - જૈન સમાજના મધ્યમવર્ગ સિવાય સમાજ અને રાષ્ટ્રમાં એવા કેટલાય સવાલ રેજ-બ-રોજ ઉઠતાજ રહે છે કે જેમાં શકિતશાળી જાહેર સંસ્થા જ યોગ્ય માર્ગદર્શન આપી શકે અને સંસ્થાને પ્રવૃત્તિશીલ રાખનારી મુખ્ય શક્તિ તે સમાજના આગેવાન કાર્યકરે જ છે. કેન્ફરન્સ તે આખા દેશ માટેની સંસ્થા છે. એટલે એના કાર્યકરો આખા દેશમાંથી મળવા જોઈએ. અને ઠેરઠેર એના નાના મોટા કેન્દ્રો ચાલવા જોઈએ. ઉપરાંત આપણે ત્યાં જે નિવૃત્તિ જીવન ગાળતા હેય એવા, સમાજ સેવાની સૂઝ સમજ અને શકિત ધરાવતા મહાનુભાવો તથા ઉછરતી પેઢીના નવ જુવાને પણ આ દિશામાં ઘણું કરી શકે. સહકાર એ યુગને જીવનમંત્ર છે એટલે પર્વાધિરાજના મંગલ દિવસોમાં જૈન સમાજને હાર્દિક વિનંતિ કે કોનફરન્સને પોતાથી બને તેટલું વધારેમાં વધારે તન, મન અને ધનથી સાથ સહકાર આપે. ૫. સાધુ-સાધ્વીજી મહારાજાઓને પણ વિનંતિ કે જે સમાજે આ સંસ્થાનું સર્જન કર્યું છે. તેમણે જૈનધર્મની પ્રભાને વિશેષ તેજોમય બનાવી તને જલતી રાખી છે આ જ્યોતને વધુ તેજસ્વી બનાવવા આપને–પૂર્ણ સહકાર મળે. અંતમાં સબળ અને ઉદાર જૈન સમાજ કોન્ફરન્સ જેવી પ્રસિદ્ધ સંસ્થાને | પિતાની નૈતિક ફરજ સમજી પોતાની સેવાઓ અર્પણ કરે એવી મંગલ ભાવના. ૨૦ પાયધૂની, ગોડીજ બીલ્ડીંગ લિ. ભવદીય, મુંબઇ-૨ BR. શ્રી અભયરાજ હિરાચંદ બલદેટા . . તાર ઃ “હિંદુ સંધ” પ્રમુખ, શ્રી જૈન છે. કેન્ફરન્સ, ફોન : ૩૩૩૨૭૩

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96