Book Title: Buddhiprabha 1964 01 SrNo 51
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 4
________________ સંપાદકીય ઉપધાનનો ઉલ્લેખ મહાનિશિથ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચાર દિનકર, હિરપ્રશ્ન, શ્રી જૈન વ્રત વિધિ વગેરે ગ્રંમાં મળી આવે છે. પરંતુ આ તપની શરૂઆત સૌ પ્રથમ કોને કરાવી ને ક્યાં કરાવી તે અનેકને પૂછપરછ કરવાથી તેમજ અનેક પુસ્તકોનું અધ્યયન કરવા છતાં ચેકકસ સમય ને તેના જનકનું નામ જાણી શકાયું નથી. છતાંય એ અંગેની જેટલી ઉપલબ્ધ માહિતી અમને મળી શકી છે તે અમોએ આ અંકમાં આપી છે. જો કે ઘણી વિગતે રહી જવા પામવા સંભવ છે. છતાંય ઉપધાન વિશે એક અદકેરો ખ્યાલ આવી શકે એવું તમામ સાહિત્ય અમે ભેગું કરી બુદ્ધિપ્રભાના પાના પર રજુ કર્યું છે. આ બધી માહિતી મેળવવા માટે આ અંકમાં જે પ્રશ્નોત્તરી આપી છે તે પ્રથમ તૈયાર કરીને તેની નકલો અમે અમુક અમુક વિદ્વાને તેમજ આચાર્ય ભગવંતને મોકલી આપી હતી અને અવે મુંબઈ તેમજ ઉપનગરોમાં આ તપ કરાવનાર પૂજ્ય શ્રમણ ભગવંતને સંપર્ક સાથે હતો. સૌએ પિતપોતાને યથાશક્તિ સહકાર આયે હતે. ને મેગ્ય માગદશન તેમજ ઉપધાનની માહિતી આપી હતી તે માટે હું ઈતિહાસના પારગામી, વિદ્વાન આચાર્ય પૂ. વિજયેન્દ્રસૂરિજી મ. સા. તેમના અંતેવાસી શ્રીમાન પંડિત કાશી બાબુ (ઈર્લા અંધેરી) પૂ. આ. ભ. શ્રી લમણસૂરીશ્વરજી મ. સા. તેમના શિષ્ય કવિ કુલ કિરિટપં. શ્રી કીર્તિવિજયજી મ. (ઈલ) પૂ. આ. . શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. તેમના શિષ્ય સાહિત્ય વ્યાસંગી શ્રી યશોવિજયજી મ. સા. શ્રી સૂર્યોદય વિજયજી મ. સા. (વાલકેશ્વર). પૂ. આ. ભ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. સા. તેમના શિષ્ય દ્રવ્યાનુયોગના મહાન અભ્યાસી શ્રી ધુરંધરવિજયજી ગણિ, (રીવલી), પૂ. ૫. પ્ર. કવિરતન શ્રી યશભદ્રવિજયજી મ. સા. (વીલેપાર્લા, તેમજ બેંગ્લેરથી પત્રો દ્વારા માહિતી પૂરી પાડનાર પૂ. આ. ભ. શ્રી પૂર્ણાનંદસૂરીશ્વરજી મ. સા. સૌને હું આભાર માનું છું. ઉપધાનનું જ્ઞાન આમ તો ઉપધાન કરનાર અને કરાવનાર બેને જ મુખ્યતયા હોય છે. પરંતુ આવા અનુષ્ઠાન તરફ જ્યારે આજ લેકે વધૂ મૂકતા જાય છે ત્યારે જેમણે ઉપધાન કર્યા નથી, એવાઓને ઉપધાન વિષે સમજ આપવા ને તેની વિશિષ્ટતા સમજાવવા માટે આ એક નમ્ર પ્રયાસ કર્યો છે, જૈન અને જૈનેતર બધા જ જૈનધર્મના અનુષ્ઠાનને સમજે અને તેનું યોગ્ય મૂલ્યાંકન કરે ને જૈનધર્મને પ્રચાર કરે ને શાસનને બધી રીતે સમૃદ્ધ બનાવે એવા એક શુભ હેતુથી મેં આ “ઉપધાન અંક કાઢવાને એક નમ્ર પ્રયોગ કર્યો છે. આ પ્રયોગની અધુરપ કે ભૂલ તરફ જે કઈ મારું ધ્યાન ખેંચશે તે જરૂરથી હું તે સુધારવા પ્રયત્ન કરીશ. અંતમાં એક જ અનુરોધ કરવાને કે ઉપધાનને લગતું કે માહિતી ભરપૂર, ઇતિહાસ સિદ્ધ ને શાસ્ત્રીય સમજાવટ આપતું કોઈ પુસ્તક તૈયાર કરે એ ઘણું જરૂરી બની ગયું છે. કોઈ એ કામ ઉપાડશે તે જરૂર એક ઉમદા કાર્ય બની રહેશે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 62